________________
૩૮૨
રાડ રાજસ્થાન.
સાંપ્યા હતા, તે ભાર વહન કરવામાં પુષ્કળ નાણાંની આવશ્યકતા હતી. એટલે કે નાણાંનુ` પ્રયેાજન હવે શી રીતે એટલુ બધું નાણું સગ્રહિત થાય, એ ચિંતા જાલમસિંહના મનમાં ઉદય પામી, તેણે છેવટે નિશ્ચય કર્યું જે જ્યારે વિદ્રોહી લેાકેા આ પુષ્કળ નાણાંનુ કારણ છે માટે તે નાણું તેની પાસેથી કઢાવવું. તેએ પાસેથી ચાશ લાખ રૂપૈયા લેવા જોઇએ, તે ચેાશડ લાખ રૂપૈઆના પાંચ ભાગ કરવા. તેમાંથી ત્રણ ભાગ સિંધીયાના હાથમાં આપવા, બાકીના રૂપીઆ રાણાને આપી દેવા, જેથી તેની નાણાની ખામી દૂર થાય, જાલમસિંહ એક ી સેના લઈ ચિતાડ તરફ ચાલ્યે. અબજી ઇંગલીયા તે સેનાના અધિનાયક થયેા. સિ'પીયે. પણ પોતાને કર લેવા મારવાડના પ્રોત દેશમાં આણ્યે. જાલમ અને અબજી સેના સાથે ચિતાડ તરફ અગ્રસર થયા. તેઓના દુ` સૈનિકોથી ઘણા ગામડાં ઉજડ થઈ ગયાં. ઘણાં નગરો જાલમના રેષાનળમાં મળી ગયાં. સઘળાની દુર્દશાની સીમા રહી નહિ, જાલમે તે ગામડાં અને નગરોના અધિપતિ પાસેથી નાણું લેવાનું શરૂ કર્યું. ધીરાજિસંહ નામના એક ચંદાવત સરદાર ભીમસિ'હુનો પ્રધાન પરામર્શ આપવા માટે હતેા.
તે એક અકલમંદ અને હીમ્મતવાળા રજપુત હતા, જે સમયે ઉપર કહેલેા સંઘર્ષ થયા ત્યારે ધીરાજસિંહૈં હામીર ગઢના શાસન કર્તૃત્વે નીમાયેલ હતે. તેને વિદ્રોડીનેા અતનિવિષ્ટ જાણી જાલમસિંહે તેના હામીર ગઢને ઘેરો ઘાલ્યું. છે: અઠવાડીયા સુધી બન્ને પક્ષ વચ્ચે યુદ્ધ ચાલ્યુ જયપરાજયના ચિન્હ કાઇ પક્ષમાં જોવામાં આવ્યા નહિ, છે અઠવાડીયા ગયા પછી વિધાતાના કંઠાર વિધાનના અનુસારે ધીરાજસિહતુ. સાભાગ્યગગન ઘેરાઈ ગયું. જયલક્ષ્મિ જાલમસિંહની અકશાયિની થઇ. જાલમસિંહે હામીરગઢ લઇ લીધું. એ રીતે ખીજા બે ત્રણ સ્થળે! કમજે કરી રાજકીય સેનાદળ ક્રમે ક્રમે ચિંતાડતરફ ચાલ્યું. રસ્તામાં વસી નામના સ્થળને જાલમસિ'હે કબજેકયે. વસી, ચંદાવત રજપુતની ભૂમિવૃત્તિ હતી, સુદક્ષ જાલમસિ'હું તેને પણ કબજો કયા વિજયમદોન્મત થઇ તે થાડા કાળમાં ચિતાડ પાસે આવી પહોંચ્યા.
ઉચ્ચ પદવી પામી માણસ, ઘણું કરી વૃથા ગવ અને અહંકારે વિમૂઢ થઇ જાય છે. જે રાણાની મુલાકાત લઈ ખુદ પેશવા પેાતાને કૃતાર્થી માનતે હતા. આજ માધાજી સીંધીઆએ તે રાણાને ચિતાડ સ'મુખે જેવાને ચાહ્યું સીધીયાતું તે અન્યાયાચરણ જોઇ જાત્રમસિંહ ક્ષુબ્ધ થઇ ગયા. પણ શું કરે છેવટે તે દાળા માધાજીને દંપ તાડા ઉદયપુર તરફ ચાલ્યું. ભાગ્યચક્રના એટલે ફેરફાર ગારવ ગિરમાની એવી અતિન્યતા જે જે રાણાના દર્શન માટે જુદી જુદી ભેટો લઈ ભારતવષઁના રાજા રાણા પાસે આવતા હતા. તે પૂર્વ રાણાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com