________________
૩િ૮૦
ટેડ રાજસ્થાન
અર્જુનસિંહ તેઓની પાસે પડી, ત્વરિત તેને જમણે હાથ, સમજીના મોહથી ખરડાયે હતો. તેની સાહસિકતા જોઈ સઘળા ચમકિત થયા પણ કોઈ બોલી શકયું નહિ. કેવળ રાણાએ, તેને વિશ્વાસઘાતક એવું કહી, દુર જવાને હુકમ આપે. સમજીના બે ભાઈઓને તેનું પદ આપ્યું.
મેવાડના તે સાર્વજનીન વિપ્લવ કાળમાં રાજા, પ્રજા, ધની અને નિધન વચ્ચે કાંઈ પ્રભેદ રહ્યો નહિ. તે સમયે જે ઉપયુકત બળસંપન્ન હતું, તેજ રક્ષણ કરવા સમર્થ હતું. ઉપયુકત બળ વીનાના લોકે પાખંડી, લુટારા વિગેરેના અત્યાચારથી પીડાઈ નાશ પામવા લાગ્યા. રાજાઓની અવસ્થા પણ શોચનીય હતી. તેઓ પ્રજાને રક્ષણ કે આશ્રય આપી શકતા નહોતા. રાજાઓ ખુદ આશ્રય માટે ચારે તરફ ભટકતા હતા. દુકામાં પ્રજા સાથે તેઓને જે સંબંધ હતું તે તુટી ગયે. આવી અકર્મણ્યતામાં રાણાએ, રાજ્યમાં એક મહાઅનર્થ કર્યો. રાણાના સવારો ખડગને ઉપગ કરી નાણું મેળવવા લાગ્યા. વેપારીને સામાન લુટવા લાગ્યા. વેપારીઓ પોતાને સામાન લઈ અહિં તહિં નાસવા લાગ્યા. એ પ્રમાણેનું જુલમથી મેળવેલ અને લુટથી મેળવેલ દ્રવ્ય રાણાના ઉપયોગમાં આવતું. આવા ભયંકર વિપલવથી રાજ્ય અંતઃસાર વિનાનું થઈ ગયું. વળી તેવી અવસ્થામાં દુર્દમ્ય મરાઠાના ટોળાં રાજ્યમાં આવી લુટ વિગેરેને અત્યાચાર કરવા લાગ્યા જેથી મેવાડની દુર્દશા વધી ગઈ.
ચંદાવત રજપુતેની વિદ્રાહિતાના હેતુએ રાજ્યમાં મેટે અનર્થ થયેલ જોઈ, રાણે અને તેને મંત્રી તેઓને રાજ્યમાંથી દૂર કરવા વિચાર કરવા લાગ્યા. તે કામની સિદ્ધિ માટે તેઓએ છેવટે સિંધીવાનું અનુકુલ્ય માગ્યું. અપનૃપતિ રત્નસિંહની સહાયમાં ઉતરી જે પાખંડી સિંધીયાએ રાક્ષસની જેમ મેવાડનું લેહી પીધું તે સિંધીયે હવે વિધિ વિડંબિત રાણાને ઉદ્ધારકતા : રાણે બીલકુલ નિર્જીવ હતા, અકર્મણ્ય હતા, નહિ તે મેવાડને નાશ કરનાર સિધીયાની મદદ લેવા તે શા માટે વાસના રાખે. એમ કહેવાય છે જે એવી રીતને ઉપાય લેવા જાલમસિંહ રાણાને કહ્યું. સિંધી તે સમયે પુણ્યતીર્થ પુષ્કર -હદના પવિત્ર તટ ઉપર જ સુખશાંતિ ભગવતે હતે બાલસંત ક્ષેત્રમાં પરાજય પામ્યા પછી તેણે તેની સેના વિખ્યાત ફરાસી વીર દીયેના હાથમાં કસાવટ માટે સોંપી હતી. શસ્ત્રનિપુણ તે યુરોપીય મહાવીરના ઉપયુક્ત શિક્ષણ નીચે મરાઠા સૈનિકે પિતાનું પૂર્વ બળ મેળવવા શકિતવાળા થયા. મિરતા ક્ષેત્રમાં અને પત્તન ક્ષેત્રમાં તે મહારાષ્ટ્રીય સેનિકને પ્રચંડ ઉત્સાહ બળ સાથે જણાઈ આવ્યું.
રાઠોડ રજપુતે પુષ્કળ બળ અને અધીક આત્મત્યાગ બતાવ્યા છતાં પણ સંવત ૧૮૪૭ (ઇ. સ. ૧૭૮૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com