________________
રાજા લક્ષમણસિંહ, ચિતોડ ઉપર અલ્લાઉદીનને હુમલે ઈ. ૧૨૯ વર્ણવાળા ચિત્રના વર્ણનમાં એક અદભૂત વર્ણન તેણે ખેમાન રાસમાં દાખલ કરેલ છે. “ દિવસના ભાગમાં ઘેર યુદ્ધ કરી એક વાર રાત્રીએ, પિતાના વિશ્રામભૂવનમાં બેસી રાણે ઘોર ચિંતામાં પડી વિચાર કરતે હતો, રાત્રીનો બીજો પ્રહર નીકળી ગયે, સઘળું વિશ્વ, નિદ્રાના કોડમાં લીન હતું. કેઈ સ્થળે માણસ વગેરેને અવાજ નહોતો. કેવળ રાત્રીને પવન થાકલા ખાઈ પ્રચંડ વેગથી બારી ઉપર અથડાતો હતો. એ ગંભીર રાત્રીના સમયે રાણો પોતાના વિશ્રામભુવનમાં બેસી એકાગ્રહધ્યાનથી જાણે, ચિતડના ભવિષ્ય ભાખ્યપટના ગુઢલેખનો વિચાર કરતો હોય નહિ!એમ લાગ્યું. ચિતોડના પ્રધાન વીર, યવનોના પ્રચંડ હુમલાથી પ્રતિદિન રણક્ષેત્ર ઉપર રક્ષા કરવા માટે કાયમની નિદ્રા ભેગવતા હતા. શિશદીય કુળની રાજ્ય લક્ષમી પ્લાનવદને ચિતોડપુરી ત્યાગ કરવા તૈયાર થઈ હતી. હાલ ચારે દિશાથી આફત, ચારે દિશાથી સંકટ, ચારેદિશામાં અંધકાર ! ચારે દિશામાં અસંખ્ય વિભિષિકા એવા ભયંકર સમયમાં ચિતડપુરીની કોણ રક્ષા કરે ! એ મહા વિપદના સર્વ સંહારક ગ્રાસમાંથી, રાણાના બારે પુત્રમાંથી પિંડદાન આપવા એક પણ પુત્ર રક્ષા પામે ખરે! શીરીતે બાપારાઓળનાં વંશને અંત ન આવે ! રાણે તે ગંભીર ભાવના સાગરમાં નિમગ્ન હતું એટલામાં તે ઘેર નિશાની ગંભીર શાંતી ભાંગી. કેઈ ગંભીર કઠે બેહ્યું “હું ભૂખી છું (મેં ભુખા હું) તે સાંભળી રાણાને ગંભીર ચિંતાને પ્રવાહ રોકાઈ ગયે.
એટલામાં એક અપૂર્વ દશ્ય તેની આંખો આગળ હાજર થયું. તેણે ચિતડની અધીષ્ઠાત્રી દેવીની ભયંકર સ્મૃતિ ઈ. ભગવતીને જોઈ રાણાનું હદય ઘર વિષાદ અને અભિમાનથી ઉછળ્યું. તેણે વિષાદવાળા કંઠસ્વરથી કહ્યું “ હજી પણ તમારી સુધાની શાંતિ થઈ નહી,” અમારા રાજવંશના આઠ હજાર પુરૂષોએ, રણગણે મરણ પામી, તમારું ખપ્પર લેહીથી ભરી દીધું, તેથી પણ તમારી દારૂણ શોણિત તૃષા પ્રશનિત થઈનહી. ! ભગવતીએ કહ્યું “હું રાજબળી ચાહું છું” એટલે રાજ મુકુટધારી બાર રાજપુત્રો ચિતોડની રક્ષા માટે યુદ્ધમાં પ્રાણત્યાગ નહિ કરે તે મેવાડ શિશદીય વંશના હાથમાંથી ગયું એમ સમજવું” ભગવતી એમ કહી અંતતિ થઈ.
રણ, વિષમ સંકટમાં પડે, તે રાત્રીએ, નિદ્રાદેવી, એ મુહર્તપણે તેની ચનો આશ્રય કયે નહી, પરોઢીયું ન થયું તેટલામાં તેણે સઘળા સામંત સરદાર અને સેનાપતિને બોલાવી રાત્રીને વૃત્તાંત કહી સંભળાવ્યું પણ તેથી તેઓને વિશ્વાસ અને ભરૂસો પેઠો નહિ. રાણાએ તેઓને કહ્યું “તમો સહુ મારા વૃત્તાંતનો અવિશ્વાસ કરે છે ખરા, પણ આજ રાત્રીએ આ મહેલના તે ઓરડામાં રહી તો સહુ જુઓ. દેવી ફરી આવી કહે છે કે નહી” તેઓ સહુ સંમત થયા રાત્રીમાં તેઓ સહ તે ઓરડામાં ગયા તે વિશ્રામભુવનમાં તેઓએ તે દશ્ય જોયું, દેવી ફરી આવી પહોંચી અને બોલી, પ્રતિદિન હજારો àછે મરી રણાંગણમાં પડે
१७
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com