________________
વનવીરનું મેવાડ શાસન ઈ૦
ઉતેજનાથી તે અકબરની વિરૂદ્ધ ચાલ્યું. તેના હૃદયમાં સાહસ નહોતું, તેના હૃદયમાં જયની પ્રતિજ્ઞા નહોતી. તેના હૃદયમાં દ્રઢતા નહોતી. ત્યારે કેની મદદે તે મોગલવરનું આક્રમણ અટકાવી શકે. તેના સિનિક અકબરના સિનિક સાથે પ્રચંડ પરાકમે લડ્યા. છેવટે તેઓ યુદ્ધ ક્ષેત્રમાંથી પલાયન કરી ગયા. બે નશીબ ઉદયસિંહ અકબરના હાથમાં પડ. મેગલ સમ્રાટ તેને કેદ કરી પિતાની છાવણીમાં લઈ ગયે. મેવાડને અધિપતિ મુસલમાનના કબજામાં કેદ થયે. વીરજનની મેવાડના મુખ ઉપર કાળાપણું છાયું. મેવાડમાં કોઈ દિવસે જે ઘટયું નથી આજ તે ઘટયું, એ સામાન્ય પરિતાપને વિષય નથી. ઉદયસિંહ - ગુના હાથમાં કેદ થયે. રાજ પરિવારમાં હાહાકાર થયે ! તેને શી રીતે ઉદ્ધાર કરે તે બાબતમાં કઈ વિચારતું નહતું. સરદારેએ, તેના છુટકારાના માટે કાંઈ પણ ચિંતા કરી નહિ. ટુંકામાં તે સમયે ચિતડપુરી સંપૂર્ણ નિસ્પૃહ અને નિસ્તેજ હતી. એ નિસ્પૃહભાવ અને નિસ્તેજભાવ જોઈ ઉદયસિંહની ઉપ પત્નીના હદયમાં દારૂણ કોધ ઉત્પન્ન થયે. ચિતોડ નગરી આજ શું વીરશુન્ય શું! વીર જનની મેવાડ ભૂમિએ આજ શું સઘળું તેજ ખોયું છે?
હાલ અસંખ્ય રજપુતો ચિતોડમાં વસતા હતા. તેઓ શું નિર્જીવ ! તેઓ ! નિર્જીવ માંસ પીંડ ! ક્ષત્રિય સ્ત્રીઓએ શું નિર્જીવ માંસ પીંડને પ્રસવ કર્યો છે! ક્ષત્રિયનું સાહસ, વીરત્વ, તેજસ્વિત્વ, અને આત્માભિમાન શું અંતહેત થયાં છે ! એમ કહી વીરપત્ની, નિદારૂણ છઘાંસા અને ક્રોધથી ભરાઈ જઈ પોતાના કેમલાગે કઠીન બખ્તર પહેરી હાથમાં ધનુબણ અને તલવાર લઈ, ઘોડા ઉપર બેસી રણગણમાં ઉતરી. ચિતોડનો નિસ્પૃહ અને નિર્જીવ ભાવ દૂર થયે. રજપુત સેનાને નવા ઉત્સાહે ઉત્સાહિત કરી, કાપુરૂષ, ઉદયસિંહની ઉપપત્ની સૈન્ય સાથે મોગલ છાવણ ઉપર પડી. તેના હાથમાં રહેલા અત્રેના આઘાત, અનેક યવન સૈનીકે રણગણે પડયા. તે યુદ્ધમાં યવનેએ થોડી વાર પીઠ બતાવી. વીરસ્ત્રીએ, તેઓને માર મારી કેવળ ઉત્સાહ વીનાના કરી દીધા. તે અકબરના પ્રધાન સેનાનિવેશ તરફ અગ્રેસર થઈ. વીરનારીની અદભૂત વિરતા જોઈ મોગલ સમ્રાટ સ્તબ્ધ થઈ ગયે. છેવટે અનિષ્ટ અને અમંગળ થાશે એમ જાણી તે રણાંગણથી વિદાય થયે. સ્ત્રીના યુદ્ધથી આજ મંગલ સમ્રાટ સંપૂર્ણ પરાજય પામ્યા, અને ઉદયસિંહ કારાગારથી મુક્ત થયા. તે પિતાના રાજ્યમાં આવી, પોતાની પ્રીયતમા ઉપપત્નીના શિર્યનાં વખાણ કરવા લાગ્યો, અને જાહેરમાં રાજસભા સમક્ષ આનંદકુલ નયનથી બોલે, જે તેની વીર ઉપપત્નીથી તે છુટયો છે. રાજાના મુખથી એ વારાંગનાનાં વખાણ સાંભળી, સરદારે ઘણા, અપમાન, અને લજજાએ ઉત્તેજીત થઈ ગયા. તેઓએ તે વારાંગનાને વધ કરવા પ્રપંચ ર. એટલા બધા સરદારના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com