________________
અમસિંહનું સિંહાસનારોહણ
૨૭૧
મા, તે સમયે તેને કેટલાક પુત્ર પિદા થયા હતા, તેઓ નાની ઉમરમાં પણ વિલક્ષણ બળવાળા એને તેજસ્વી થઈ પડયા. રાજ્યશાસનના વિષયમાં પણ તેઓની પારદશિતા થઈ પડી.
વીરશેખર પ્રતાપસિંહના પહેલા વાસના સમય પછી બરાબર આઠ વર્ષે તેને ભયંકર પ્રતિરૂદ્ધી અકબરશાહ, આ લેકમાંથી વિદાયગીરી લઈ ચાલ્યા હતા. હૃદયમાં જે આશાળતાને પોષી, સમ્રાટ અકબરે, પુષ્કળ પૈસાને ખર્ચ અતીવ પ્રયાસ, અને નરણિત પાડી યુદ્ધ કરેલ હતાં. તે સમસ્ત નિરર્થક ગયાં વીરસિંહ પ્રતાપસિંહે, તેના પુષ્કળ ખર્ચથી અતીવ પ્રાયાસથી અને યુદ્ધાથી તેની વશ્યતા સ્વીકારી નહિ ત્યારપછી સઘળું નિરર્થક જાણી સમ્રાટ અકબરે કઠોર કાર્યક્ષેત્રમાંથી પિતાનો હાથ ઉઠાવી લીધું. મેવાડનું દગ્ધ મરૂસ્મશાન વાળી શાંતિ જળના સુશીતલ કરસ્પશે સંપૂર્ણ શાંત ભાવ ધારણ કર્યો. અમરસિંહ અકબરના જીવનના શેષ કાલમાં વિશુદ્ધ શાંતિ ભોગવી શકશે. શિશદીય રાજ,
છાકમે શાંતિનું વિધ્ર પેદા કરી પિતાના પુષ્પ પાથરેલા માર્ગમાં કાંટા નાંખી દેત. પણ તેના પરિપક્ક વિવેક દ્વારાએ તે બન્યું નહી. એટલે કે પ્રચંડ મોગલ સમ્રાટની વિરૂદ્ધ તલવાર લઈ તેણે શાંતિમાં વિશ્વ આપ્યું નહિ.
રૂડી રીતથી પચાસ વર્ષ રાજ્ય ચલાવી મોગલ કુળ તિલક સમ્રાટ અકબર આ નશ્વર જગમાંથી વિદાય થયો. એ લાંબા સમયમાં પ્રકૃષ્ટ પ્રણાલીકમે શાસન દડ ચલાવી સારી વ્યવસ્થાના અનુસારે તેણે ભારતવર્ષની પાદશાહીને એવી દઢ ભીંતથી ચગી કે ભારતવર્ષનું રાજ્ય ઘણો સમય અચલ રીતે રહ્યું, તેની રાજગુણજ્ઞતા જોવાથી માલુમ પડે છે જે તેનું શાસન નિપુણ્ય ઉત્તમોત્તમ હતું એ સઘળા રાજગુણની તુલના કરી જોવાથી નિવિવાદ સિદ્ધ થાય છે જે અકબર બાદશાહ તે વખ્તના તેના સમસામયિક યુપીય બાદશાહને સંપૂર્ણ રીતે સમકક્ષ હતું. એ સઘળા સમસામયિક બાદશાહોમાં ફરાસીરાજ, એથે હેનરી, સ્પેનને અધિપતિ, પાંચમે ચાર્લસ અને ઇંગ્લંડેશ્વરી ભૂવન વિદિત એલીઝાબેથ. તેઓમાંથી ઇંગ્લંડેશ્વરી એલીઝાબેથ સાથે અકબરનું આલાપ સંભાષણ ચાલ્યું હતું. ઇંગ્લંડેશ્વરી એલીઝાબેથે, દિલ્લીશ્વર અકબરની પાસે એક દૂત મોકલી તેની સાથે દસ્તી સ્થાપવાનો વિચાર કર્યો હતો. સમ્રાટ અકબરની પાસે ફરાસીરાજ હેનરીના જેવા, અને ઈગ્લડેશ્વરી એલીઝાબેથના જેવા સચિવ હતા. ફરાસી રાજમંત્રી સુપ્રસિદ્ધ શલિ જેવો વિશુદ્ધ ધર્મનિષામાં પુષ્કળ રણપાંડિત્યમાં અને અત્યંત નીતિજ્ઞાનમાં પારદર્શી હતા. તેવો અકબરને રાજમંત્રી બેરામખાં ધર્મનિષ્ઠામાં પુષ્કળ રણપાંડિત્યમાં અને અત્યંત નીતિજ્ઞાનમાં કુશળ હતું. તે પણ ધર્મપરાયણતામાં અને ઉદારતામાં મુસલમાન રાજનીતિજ્ઞની સાથે એકાસને બેસવા -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com