________________
૩૨૦
ટૅડ રાજસ્થાન.
પ્લેના ગ્રાસ થકી, તેના પૂર્વ પુરૂષ બચાવતા આવ્યા છે તે પવિત્ર ધર્મ આજ જવા બેઠો. વળી રજપુત સ્ત્રીઓના પવિત્ર સતીત્વરત્ન લુટાઈ જવાને ઉપક્રમ થવા બેઠો આવું થવાથી રજપુતે શું નિશ્ચિત ભાવે ઘરમાં બેસી રહે ખરા ! દુદાંત, ઔરંગઝેબના હુમલાને નિરોધ કરવા સઘળા રજપુત વીરે રાણા રાજસિંહના વાવટા નીચે એકઠા થયા. મેવાડના પશ્ચિમ પ્રદેશમાં રહેતા અરયચારી લોકો પણ હઝારો શરશરાસન લઈ ઔરંગઝેબની સામે લડવા રાજસિહના વાવટા નીચે આવી પહોંચ્યા એકઠા થયેલા રજપુત વિગેરેએ મોટે જયનાદ કર્યો તે પ્રચંડ જયતીનાદ આરાવલીના શીખરે શીખરે પ્રતિહત થયે મેગલ સેનાએ, “અલ્લાહો અકબર” એમ મોટા અવાજે બોલી તેને ઉતર આપે. એ પ્રમાણે હિંદુ અને મેગલ સૈનિકે, પરસ્પરની સામે થવા પરસ્પર જયનાદ કરી આગળ વધ્યા.
રાણા રાજસિંહે પિતાની સેનાના ત્રણ વિભાગ કર્યો તેને ઉપયુક્ત ત્રણ સેના નાયકના અધિપતિપણું નીચે સોંપી, એગ્ય ત્રણ સ્થળે તેણે તે ભાગ રાખ્યા માટે રાજકુમાર જયસિંહ, પિતાના દળ સાથે આરાવલીના શીખર દેશ ઉપર રહી મોટા કેશલથી અને સાવધપણથી પિતાના પિતાની સુચના પ્રમાણે ચાલવા લાગ્યું તેના તેવી રીતના અવસ્થાનથી શત્રુઓના બન્ને તરફના હુમલાનું નિવારણ થાય.ગુજરાત અને તેની પડખાનાપ્રદેશનાભીલ લેકે સાથે આવ્યા હક સંપક રાખવા માટે રાજકુમાર ભીમસિંહ શેલમાળાની પશ્ચિમ દિશાએ રક્ષા કરવા લાગ્યા. ખુદ રાણે મોટુ સેનાદળ લઈ નાઈન નામના ગિરિ માર્ગમાં ઉભે રહ્યો. તે સ્થલ શત્રુઓનું અનાકમણીય હતું તે પ્રદેશમાં તેણે પોતાની સેના એવી ચતુરાઈથી ગોઠવી કે ત્યાંથી શત્રુઓ આવે ત્યાં તે તેના ઉપર સહેલાઈથી હુમલો કરી શકે એ રીતે રાણાએ પોતાની સેનાના ત્રણ ભાગ કરી ઉપયુક્ત સેનાની નીચે રાખી એગ્ય ત્રણ સ્થળે તેણે તે રાખવાની ગોઠવણ કરી એ ગોઠવણથી રાણે, પિતાની સેના સાથે શત્રુની પ્રતીક્ષા કરવા લાગે, મેગલ સમ્રાટ તે રાણે, જે ગિરિ માર્ગમાં ઉભે હતું તે માર્ગમાં આવ્યું નહિ પણ તે માર્ગની બહારના જનપદ નામે દેવારીમાં આવી રહ્યો તે પ્રદેશ ભીલ લેકેને હતે. વળી ચતુર ટાઈબરખાંની સલાહથી સમ્રાટે પિતાના પુત્ર અકબરને રાજધાની ઉદયપુર તરફ પચાસ હઝાર સૈનિકે સાથે મોકલ્યા. સમ્રાટ જે પ્રદેશમાં પેઠે તે પ્રદેશ રાજધાનીની ચારે તરફ અંડાકેટ રહેલું હતું. રાજસિંહે પોતાનુ સેનાદળ નાઈનગિરિમાર્ગમાં રાખ્યું સત્રાટ ઔરંગઝેબે, પિતાની સેના સાથે ઉદયસાગર સરોવરની પાસે પર્વત પ્રદેશમાં, પિતાની છાવણ રાખી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com