________________
3.
ટ્રાડ ગજસ્થાન.
ન કરત, તે તે દુધ માગલના હાથમાંથી ભારતવર્ષને ખેંચી લેત. પણ ભારત વર્ષના કઠોર ભવિતવ્યતાના લેખનું ખ‘ડન કોણ કરી શકે,
સમ્રાટ પ્રીરકશીયરનુ સ્વલ્પકાળ વ્યાપી આધિપત્ય ધીરે ધીરે પ વસાન પામ્યું, તેણે જે આશા રાખી હતી. તે સફળ થઇ નહિ, દુત ઇનાયતઉલ્લાએ પોતાના પ્રભુ આર‘ગજેબની જેમ પ્રજા ઉપર જુલમ કર્યાં. તેથી હીંદુઓને વિદ્વેષવન્હિ સમ્રાટ તરફ સળગી ઉઠયા.
ખ્યાત નામવાળા નીજામઉલમુલકે હૈદ્રાખાદ રાજ્યની પ્રાણ પ્રતિષ્ઠા કરી. તે સયદભાઇઓની ગેરવાજબી પ્રભુતા હરી લેવા, સમ્રાટે તેને ખેલાયે. તે જ રણુ સ્થળે આવી ઉભેા રહા, આજસુધી તે મુરાદાબાદના શાસન કત્વપાએ નીમાયેલ હતા. પણ તેના ચાજ્ઞાન અને કાર્યદક્ષતાના પરિચય પામી, માળવરાજ્ય તેને આપી દેવાની પ્રતિજ્ઞા કરી સમ્રાટે તેને ખેલાન્યા. તે સઘળા વૃત્તાંત સૈયદોના કાંને પડયા. તેઓ દશહેઝાર મરાઠા સૈનિકોને લઈ આવ્યા, તેઓએ ફીરકશીયરને રાજિસ`હાસનેથી ઉતારી મુક્યા, પીરશીયરની આશાઓ વિલાપ પામી, તે સંકટકાળમાં બુંદીના અને અંબરના રાજા શિવાય કાઈ તેના પડખે ઉભું રહ્યું નહિ. જે ફીરકશીયર તે બન્ને રાજાની સલાહ લઇ ચાલ્યેા હત, તે અકાળે તેને પ્રાણ ત્યાગ કરવા ન પડત, પણ તેનું ખીલકુલ દુર્ભાગ્ય. નહિ તે તે પરમ હિતેષી તે બન્ને રાજાની સલાહ ઉપર અનાસ્થા કેમ રાખે, તેઓએ પ્રકૃત વીરની જેમ યુદ્ધક્ષેત્રમાં ઉતરવાનું તેને કહ્યું પણુ સમ્રાટે ખીકણની જેમ અને કાપુરૂષની જેમ તેની સલાહ ગ્રહણ કરી નહિ, છેવટે તે ખન્ને રાજાએ એ તેના ત્યાગ કર્યાં. ફીરકશીયર કેવળ કાપુરૂષ હતા. તે અને રજપુત રાજાની સલાહુ ને લઈ માત્ર જનાનખાનામાં તે રહેવા લાગ્યા, છેવટે તે શત્રુની મહેરબાની માંગવા ગયાં. રાષાધ સૈયદે તેને કહેવરાવી મેાકળ્યું, જે તમે તમારા વિશ્ર્વસ્ત રજપુતાના ત્યાગ કરો, અમારા સેનાપતિને કીલ્લામાં આવવા દ્યા તેમ થાય તે અમે તાશ ઉપર કઇરીતના અત્યાચાર કરશું નહિ.
મેં નશીખ પ્રીરકશીયરની આશાએ ભાંગી પડી. તેના સઘળી જાતના આશ્રય અને અવલંબન તુટી ગયાં. તેણે સ્થિર કર્યું જે શત્રુ અતઃપુર વિધિને વ્યભિચાર કરશે નહિ તે આશ્ર્વાસના ભસા રાખી, તે રાણીઓની સાથે વિલાસ કરતા અંતઃપુરમાં બેસી રહ્યો, તે આશ્ર્વાસ તેના વિફળ થયા. “ ધેાળા વસ્ત્ર વાળી રાત્રી કરાળ વેશે જગમાં આવી અને સમ્રાટના પતિત ભાગ્ય નક્ષત્રની જેમ ગભીરતમમાં ડુબી ગઈ, કીલ્લાના બારણાં બંધ થયાં. તેમાં કોઇપણ પ્રાણી પેસી શકયુ નહિ. કેવળ વજીર અને અજીતસિ'હુ તેમાં રહ્યા. વિકટ દાંત વાળી રાત્રી નગર વાસીઓને વિભીષિકા બતાવવા લાગી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com