________________
૩પ૭
રાણા સંગ્રામસિંહ વિ. છે પોતાના દેશ તરફ ચાર સપાટ સાથે થયેલા સંધના અનુસાર કાબુલ, ઠઠા, સિંધ, મુલતાન વીગેરે સઘળા પમ રાજય નાદિરશાહ ધણી થશે અને તે પ્રદેશોને તેણે ઈરાનના અંત મુક્ત કરી દીધા. ભારતવર્ષના એક ઈતિહાસ પ્રણેતાએ, તે સમયની અવસ્થા બાબત નીચે પ્રમાણે વિવરણ આપ્યું છે. તેણે કહેલ છે જે “ હીંદુસ્તાનના અધિવાસીઓ, તે સમયે પિતાના રક્ષણ માટે વિચાર કરવા લાગ્યા. જે આશામી કેવળ સ્વાર્થ પરતાની પરિસેવા કરતે હતો તે આશામી પિતાના માનવ ભાઈના દુઃખમાં સહાનુભૂતિ પ્રકાશ કરતા નહિ. સ્વાર્થ પરતા, આત્મધર્મ અને પરધમને પરમ અંતરાય છે. નાદિરશાહના અભિમાન કાળે, ભારતવર્ષના સઘળા લેકે ને, સ્વાર્થપરતાને શરણે ગયા તે નૈતિક બળના અપકર્ષથી ભારતવાસીઓ જે ધર્મ બળ હીન થઈ ગયા છે તે ધર્મ બળ હવે તેઓ મેળવી શકશે કે નહિ તેનું અનુમાન કરવું પણ દુષ્કર થઈ પડયું છે ટુંકામાં સુખ અને સ્વતંત્રતા મધુરા આસ્વાદનથી તેઓ તે કાળથી વંચિત થઈ ગયા. છે. આવા સંહાર કાળમાં ભારતીય રજપુત જાતિએ પિતાના પ્રાચીન રાજ્ય ખેયાં નહોતાં. ઈસલામના છ વર્ષના શાસન કાળમાં મારવાડ રાજે અને અંબર રાજે સામાન્ય સામાન્ય પ્રદેશ, પિતાના રાજ્યમાં ભેળવી પિતાના રાજ્યની હદ વધારી હતી. તે સઘળા પ્રદેશના રાજાઓ હાલ બ્રીટીશસિંહની સાથે સખ્ય ભાવ રાખી સ્વાધીનતાને સંગ કરે છે. ખ્રીસ્ટીય દશમ સતાદીમાં જ્યારે પ્રચંડવીર દુધર્ષ મહમદ ગઝનીએ મેવાડ ભુમી ઉપર હુમલે કર્યો. તે સમયે તેની ચતુરસીમાં જેટલી વિસ્તૃત હતી તેટલી આજના સમયે વિસ્તૃત છે અગર જેકે બુંદી, આબુ, ઈડર, દેવળ વગેરે કેટલાંક મહારાજ્ય મેવાડના રાણાના હાથમાંથી ખસી ગયાં તે પણ તેનું પ્રાચીન રાજ્ય પણ વયવે હાલ વિરાજીત છે. પશ્ચીમ દિશામાં, ગદવાર પ્રદેશની ઉર્વર ભુમિ મેવાડના પ્રાકતિક સીમા બંધન આરવલ્લી શિલમાળાને ઓળંગી અવનત મસ્તકે રાણાની પ્રભુતાના કીર તનમ આશક્ત છે. પ્રશસ્ત હૃદય ચંબલ નદ, તેને પુર્વ પ્રાંત વિધાતકરી. સૂર્યવંશીય મહારાજ કનકસેનના વંશધરોના અધપાતને શોચનીય વતાંત દુરની ભાગીરથી ને કહેવા દોડે છે, ઉતરમાં ક્ષીરી નદી, અજમેર અને મેવાડની વચમાં રહી વહી જાયછે, દક્ષિણે માલવ રાજ્ય, મરાઠાના પ્રપીડને બીલકુલ દીન થઈ ગયેલું હતું.
એ ચતુરસિમબદ્ધ પ્રદેશની દ્રાધિમાં એકસો ચાલીશ માઈલ અને અણિમા એકસો ત્રીશ માઈલ, તેમાં દશ હજાર નગર અને ગામડા વિરાજીત મેવાડભૂમિ રત્નગર્ભ, તેના ક્ષેત્રો અતિશય ઉર્ધ્વર, તેની કૃષક મંડળી કૃષિકાર્યમાં પારંગત અને વણિગ્રંદ વાણિજ્યમાં સતત અભિનિવિષ્ટ એ કાર્ય કુશળ પ્રજાદ્વારાએ મેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com