________________
૩૩૨
જિસ્થાન,
આપે. રાજપુત્ર પેદા થયે કે તરત રજપુતોએ અમરધવ નામનું એક સ્વાથ્યકર ઘાંસનું કર્યું તેના હાથમાં પહેરાવવાની ગોઠવણ કરી, પણ નાના પુત્રની માની સાથે વિશેષ અનુરાગ હોવાથી રાણાએ તે કડું નાના પુત્રને પહેરાવ્યું. રાણાએ તે કામ એવી સફાઈથી કર્યું જે બીજા લેકએ જાણ્યું કે તેણે તે ભુલથી કર્યું. પણ ખરેખરી રીતે તેમ નહોતું. અને રાજકુમારે એ શિવ કાળની કમળ અવસ્થાને છેડી તારૂણ્યની વિચિત્ર અવસ્થામાં પગલું મુક્યું. કનિષ્ટ રાજપુત્ર ઉપર રાજાને અનુરાગ જોઈને જેટ રાજપુત્રના હૃદયમાં ઈષભાવ પેદા થયે. રાણાએ ભીમસિંહને પાસે બેલાવી કહ્યું જે, “આ મારી તલવાર લઈ હાલ તારા ભાઈને પ્રાણુસંહાર કર નહિત ભવિષ્યમાં રાજ્ય ઘોર વિપદમાં આવી જાશે” ઉદાર હૃદય ભીમસિંહ પીતાની અકપટકિત સાંભળી અણુમાત્ર વિસ્મિત થયે નહિ. તેણે સ્થિરતાથી જવાબ આપે. “ બાપા! તમે કઈ રીતની આશંકા રાખે નહિ. હું તમારા સિંહાસનને સ્પર્શ કરી કહું છું જે આજેથી હું મારે રાજ્ય ઉપરને સઘળે હક છેડી દઉં છું. મેં તે હક જયસિંહના હાથમાં આપે. આજથી હું આ રાજ્યને ત્યાગ કરૂં છું. તમારા શ્રી ચરણને સ્પર્શ કરી કહ્યું છે જે હવે હું આ સ્થળે જળપાન કરીશ નહિ. જે જળપાન કરૂં તે રાણ રાજસિંહને પુત્ર નહિ. પીતા પાસેથી વિદાયગીરી લઈ ભીમસિંહે પોતાના સામંતેને લાવ્યા. અને તેઓ સાથે ઉદયપુરથી રવાના થયે.
ઉનાળાના ખરા બપોરને સમય સૂર્યદેવ મધ્ય ગગનમાં રહી અનલમય કીરણ નાખી મેદિની મંડળને બાળી દેતા હતા. સમગ્ર પ્રકૃતિ સ્થિર, ગંભીર અને નિશ્ચલ. કેઈ ઠેકાણે વૃક્ષનું એક પાન પણ હાલતું નહોતું. ભીમસિંહે તે સમયે દેવારી પર્વત માર્ગમાં થઈ પિતાના સવારે સાથે આગળ માર્ગ લીધે. ઉનાળાના પ્રચંડ તાપથી તેના શરીરે અને તેના ઘેડાના શરીરે ઘામ થઈ ગયો. તે વિશ્રામ લેવા પાસેના એક વડલાના ઝાડ નીચે ઘોડાથકી ઉતર્યો અને માતૃભૂમિ તરફ જેવા લાગ્યો. તેણે તે જોઈ બે મોટા નસાસા મુકયા. વિશાળ નયનેમાંથી અશુપાત કરી તેણે પૃથ્વીતળસિક્ત કર્યું. ઉત્તરાધિકારિત્વના નિયમના અનુસાર જે પ્રદેશને શાસનદંડ પિતાને ચલાવવાનું હતું. તે પોતે આજ તે પ્રદેશને ત્યાગ કરી અષ્ટને વશ થઈ બીજા પ્રદેશમાં જાય છે. પણ તેજસ્વી ભીમ તેને વિચાર કરી કાંઈ ચિંતાતુરથ નહિ. તેને પોતાના બાહુબળ ઉપર વિલક્ષણ વિશ્વાસ હતે. તે જાણતો હતે. જે બાહુબળથી કઠોર વિપદને તરી જવાય છે. એ રીતે આશ્વસ્ત થઈ તે નિરૂત્સાહ થયે નહિ, ભીમસિંહ અત્યંત તૃષ્ણત થયે. એક ચાકરે ઠંડા પ્રસવણમાંથી રૂપાના પાત્રમાં તેના માટે પાણી લાવી આપ્યું. ભીમસિંહે પાનમાટે તે પાનપાત્ર ઉપાડયું અકસ્માતજ તેના હૃદયમાં બીજા ભાવને ઉદય થયું. તેણે તે પાત્રમાંથી સઘળું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com