________________
રાણા રાજયસિહ વી
૩૪૧
બંધાઇ ગયાં, સધિપત્રમાં સહી કરતી વકતે. મારવાડ અને અબર રાજાએ, ઇષ્ટ દેવતાના નામે શપથ લીધા જે હવેથી મોગલ સમ્રાટ સાથે પારિવારિક અને રાજકીયસૂત્રે બધાવવું નહિ, વળી સ્થિરીકૃત થયુ જે પોતાની સતતિને મેગલના કરમાં આપવી નહીં.
જે દીવસે હીદુબૈરી ઔરંગજેબે કુળ કલાક રતનસિહુને તેના પિતાના રાષાગ્નિમાંથી રક્ષા કરવા આશ્રય આપ્યો, જે દીવસે હતેાદ્યમ રાવ ગોપાળે ઉદયપુરમાં આશ્રય લીધેા, તે દીવસે, રાણા અમરિસંહે રાવ ગેાપાળની ભૂમિવૃત્તિ, રાવ ગાપાળને અપાવવા મહેનત કરી, પણ ઘણાં કાર્યાની પ્રતિ હાવાથી તે તેની મહેનતમાં સચેષ્ટ થયે નહિ. આ ક્ષણે રાઠોડ રાજ અને કુશાવહ રાજ સાથે એકડા થઇ, તે પેાતાને સકલ્પ સાધવા અગ્રેસર થયા. પણ તેના સકલ્પ સિદ્ધ થયે નહિ. રાજા મુસલીમખાં એ તેના સઘળા ઉદ્યમ વ્ય કરી દીધા. સમ્રાટે તેના જયના ખબર સાંભળી તેને ખક્ષીસેા આપી. રજપુત વીરેશનાં ત્રણ મહાખળ જે એકત્રીત થયાં હતાં તે મળનું ફળ શાહઆલમના રાજ્યમાં પેદા થયું નહિ શાથીકે તે મહાબળના પ્રારંભમાંજ શાહઆલમ બહાદુર આતતાયી પાખડીના આપેલા ઝેરથી આ લેાકમાંથી વિદાય થયેા.× શાહઆલમ બહાદુર એક સચ્ચરિતવાળેા રાજા હતા. દુર્ભાગ્યવશે, તેના દુરાચાર પિતાનાં પાપાચરણા કઠાર વા રૂપે પરિણામ પામી, તેના મસ્તક ઉપર તેના ફળ આવી પડયાં. પિતૃકૃત પાપનાં મૂળ પુણ્યવાન્ પુત્રને ભગવવાં પડયાં. શાહઆલમની આશાએ વિક્ળ ગઈ હતી. ઉત્તરમાં હીંદુકુશથી તે દક્ષીણમાં સાગરકુળ પર્યંતના ભારતવ પ્રદેશમાં તેના શાસન કાળે પુષ્કળ અશાંતિ ઉડી હતી. ખહાદુરશાહે સંકલ્પ કર્યો હતા જે, સઘળી વિશૃંખલતાને નાશ કરી. તે પુરેપુરી શાંતિ ભાગવશે, પણ દુર્ભાગ્યવશે તેના સકલ્પ સિદ્ધ થયા નહિ. શાહુઆલમ એક કાĆદક્ષ, દૂરદશિ, અને સુશીલ રાજા હતા. જે તેના જીવન ત્રણના મૂળમાં અકાળે કુઠારાઘાત ન લાગત તેા તે સકળ રાજોચિત ગુણ ગ્રામે પતનેાન્મુખ મોગલ સામ્રાજ્યને સારી દશામાં લાવત. પણ વિધાતાના કઠેર વિધાનના અનુસારે મેગલ કુળના અધઃપાત અનિવાયૅ નહિ તેા અકાળે ખહાદુરશાહનું મરણ કેમ થાય. નહિ તે ખડ઼ાદુરશાહના વંશધરે સમ્રાટના નામના અયેાગ્ય કેમ થાય.
જે દીવસે, સાધુચિરત શાહઆલમ બહાદુરશાહ વિષ પ્રયાગથી અકાળે આ લેાકમાંથી વિદાય થયા, તે દીવસથી વીરવર ખાખરનું સિંહાસન ક્ષયિત મૂળ ક્ષની જેમ કપવા લાગ્યું. તેના વશધરામાંથી કેઈએ તે સિંહાસન સ્થિર
* રામપુર પતિ રાવ ગોપાળને પુત્ર
•l• મુસલમાન ધર્મમાં દીક્ષિત થયાથી રતનસિંહનું નામ મુસલીમખાં પડયું હતું. × ઇ. સ. ૧૦૧૨ માં વિષ પ્રયાગથી થાહઆલમ આ લોકમાંથી વિદાય થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com