________________
૩૨૪
ટેડ રાજસ્થાન.
કાઢી મૂક્યું. ત્યાંથી તે વરનગરમાં થઈ સહસા પાટણમાં આવી પહેએ. પાટણ તે સમયે ગુર્જર દેશની રાજધાની હતી, શિશદિય રાજકુમારે તે નગર લુટયું, તે રીતે મીદપુર મીરાસા વિગેરે નગરની લુટ પણ તેણે કરી. ગુર્જરવાસીઓની પ્રાર્થનાથી રાણાએ પોતાના પુત્ર ભીમસિંહને પાછા ફરી આવવાની આશા આપી. પિતાને આદેશ પાળી તેણે યુદ્ધ ભૂમિ છે મેવાડમાં આવી જવાની કુચ કરી.
પરાજીત શત્રુ ઉપર ક્ષમા બતાવવી એ વીર રજપુને મુળ મંત્ર છે, તે મૂળમંત્રના અનુસારે તેઓ કાર્ય કરવાવાળા છે. પણ હાલ દુવૃત ઔરંગજેબના અત્યાચારથી તે મુળમંત્રના વિરૂધે ચાલવા તેઓને ફરજ પી. દુરાચાર મેગલ સમ્રાટ અકબર જે નિષ્ફર તે કૃત હતે. ઉદાર હૃદય રાણાએ તેને અને તેના પુત્રને સંકટ થકી નિકૃતિ આપી હતી. દુષ્ટમતિ ઔરંગજેબ તે મહેપકાર ભુલી ગયે, ફરી ઉપકને પીડા આપવા તેણે સંકલ્પ કર્યો. પણ દુરાચારને તે ખરાબ સંકલ્પ સિદ્ધ થયે નહિ. તે પણ તેણે પિતાને દુરભિપ્રાય છે નહિ, દયાળશા નામને રાણાને એક સાહસિક અને કાર્યક્ષમ દીવાન હતો. મોગલની પ્રતિશે ધ પિપાસા તેના હૃદયમાં જાગૃત હતી. તેણે એક તીવ્રગામી અશ્વ સેનાદળ લઈ નર્મદા અને વેતાયા નદી પચ્ચતને પ્રદેશ લુટી લીધે, તેના પ્રચંડ બાહુબળ સામે કે ઉભું રહ્યું નહિ સારંગપુર, દેવાસ, સારંજ, માંદુ ઉજાજન, ચાંદેરી વગેરે સ્થાને તેના કબજામાં આવ્યાં, વિજયી દયાળશાહે તે નગર લુટયાં, નગરમાંહેલા યવન સૈનિકેને તેણે સંહાર કર્યો. એ રીતે અનેક ગામ અને નગરો તેના હાથમાં આવ્યા. તેના ભયે નગરવાસીઓ એટલા બધા ત્રસ્ત થયા હતા જે તેઓએ આત્મીયજન ઉપર આસ્થા ન રાખતાં પલાયન કરવાને પ્રારંભ કર્યો. એ રીતે તે દીવાને લુટ કરી જે દ્રવ્ય સંપાદન કર્યું તે પિતાના પ્રશ્ને નિવેદન કર્યું.
વિજલ્લાસે, ઉદલસિત થઈ તેજસ્વી દયાળશા, રાજકુમાર જયસિંહ સાથે મળી જઇ ચિતોડની પાસે સમ્રાટ તનય આજીમ સાથે યુદ્ધ કરવામાં ગુંથાય. એ પ્રચંડ રણભિનયે, મેવાડના રાઠોડવંશના અને ખીચીવંશના રજપુતોએ મોટા ઉત્સાહથી મળી જઇ યુદ્ધનું કામ કર્યું. તેથી આજીમનું સેનાદળ પરાભવ પામ્યું. પરાજીત મેગલ રાજકુમાર પલાયન કરી ગયે. પલાયન કરવામાં પણ તેને બહુ નુકશાન થયું. શાથી કે વિજયી રજપુતે તેની વાસે પડયા હતા તેઓએ તેના કેટલાક સૈનિકોને સંહાર કર્યો. પણ રજપુત કેસરી રાણા રાજસિંહની પ્રતિશેષ પિપાસા પ્રશમિત થઈ નહી. જે દુર્ગત મુસલમાને તેના હીંદુભાઈઓને કઠોર પીડા આપી છે. તેની સેનાની મેવાડભૂમિને મસાણના જેવી કરી દીધી છે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com