________________
કણે કરેલ ઉદયપુરનું દઢીકરણ અને શોભાવદ્ધન.
૩૨૧
ઔરંગજેબને હુકમ પામી રાજકુમાર અકબર પચાસ હજાર સંનિકે સાથે રાજધાની તરફ આગળ ચાલ્યા. કેઈએ તેની ગતિને રોધ કર્યો નહિ. મહેલ હવેલી, બાગ, બગીચા, સરોવર વિગેરે તેને નયનાથે પડયાં પણ તેમાં મનુષ્ય પ્રાણી તેના જેવામાં આવ્યો નહિ, તેણે સઘળું નિસ્તબ્ધ જોયું. અકબરે, પિતાનું એનાદળ સ્થાપ્યું મોગલના અત્યાચારથી મેવાડ વાસીઓ, મેવાડ છેડી ગિરિ માર્ગમાં જઈ રહેલા છે એમ અકબરના જાણવામાં આવ્યું હતું. તેથી તે નિર્જન સ્થળે જઈ વિસ્મિત થયે નહિ, તે પોતાને નિરાપદ જાણે નિશ્ચિત ભાવે રહેવા લાગે. પણ તેવી રીતના નિશ્ચિત ભાવમાં તેને અધિકદિવસ ગયા નહિ રાજકુમાર જયસિંહે તેના ઉપર પ્રચંડ વેગે આવી હમલે કર્યો. જેથી તેનું દળ દલિત અને વિત્રાલિત થયું. ભટ્ટ કવિઓએ કહેલ છે જે તે સમયે કેટલાક લેકે નમાજ પઢતા હતા, કેટલાક આનંદ સાગરમાં મગ્ન હતા, કેટલાક શતરંજ ખેલવામાં મશગુર હતા. દુકામાં જે ચેરી કરવા આવ્યા તે નિદ્રિત થઈ પડયા. વીરનંદન જયસિંહે અકબરની સેના ઉપર પડી તેને નિષ્ફર ભાવે વીંખી, દળી અને વિદ્રાસિત કરી. અનેક યવન સૈનિકો તેની તલવારથી રણસ્થળે પડયા, બાકીના પલાયન કરવા ચેષ્ટા કરવા લાગ્યા, અકબર સમ્રાટ ઔરંગજેબ પાસે પહોંચી જવા, દૈવારી તરફ ભાગી જવા ચેદા કરવા લાગ્યો. પણ રાણું રાજસિંહે પોતાના સેનાદળને કેટલેક અંશ તે દેવારી ગિરિમાર્ગની વચ્ચે રાખ્યું હતું તેથી સમ્રાટના પુત્રની ચેષ્ટ વ્યર્થ થઈ ગઈ. ત્યાર પછી વિપદમાં પડેલ અકબરે પિતાના જીવ નના રક્ષણને બીજો ઉપાય ન દેખતાં ગોગુંડામાં થઈ મારવાડના વિસ્તૃત રાજ્યમાં પડી બહાર નીકળી જવાને યત્ન કર્યો, પણ તેણે, વિપદમાં પડી વિમુંઢ થઈ ચંદન તરૂ જાણી વિષવૃક્ષનો આશ્રય લીધો તે કુલ વીણવા જતાં કંટક જાળમાં પડયે વિપદથી છુટવા તેણે જે માર્ગ લીધો હતો, તે માર્ગ મેટા સંકટથી પૂર્ણ હતે. પર્વતના ભેમીય ભીલ લોકે, તે માર્ગ રોકી રહેલા હતા. ચારે દિશાથી કઠોર વિપદ જાળમાં તે આવી પડશે. સમ્રાટ પુત્ર ભયંકર દુઃખમાં પડશે. તેણે જે દિશાએ નજર નાંખી તે દિશાના તેનાં છુટકારાના બારણું બંધ હતાં. આવા ભયંકર કષ્ટમાં અકબરે કેટલાક દિવસો કહાઢયા, જેમ જેમ દિવસો જતા ગયા, તેમ તેમ તેની આફત વધતી ગઈ. છેવટે ભયંકર દુભિક્ષની કઠોર નજર તેના ઉપર પડી. પોતાના રક્ષણને બીજો કોઈ ઉપાય નઈને જયસિંહના અનુગ્રહને પ્રાથી થયે. ઉદાર હૃદય, જયસિંહે તેની દુર્દશા જોઈ તેને તેના દુઃખમાંથી છેડો તેણે તેને તેના બાકીના સંનિકોને ખરે રસ્તો બતાવવા તેની સાથે જીલવારના કેટલાક ભિલેને રક્ષક તરીકે તેની સાથે મેકયા. તે રક્ષ કોની મદદથી બહાર નીકળી જવાને માગ પામી સત્રાટ પુત્ર અકબરે, વિશ્વવિના ચિતેડના કિલ્લા નીચે આશ્રય લીધો, ૪૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com