________________
૨૦૦, ~~
~~~
~~~
~
ટેડ રાજસ્થાન,
~~~~~~~~~~~~~~~ વાથી અને કરવાથી શિશેદિય કુળને નાશ થાય તેવું હતું. દેશળ અને પાત્રને વિચાર કરી કામ કરવું તે સઘળાનું કર્તવ્ય છે, જે માણસ એ કર્તવ્યની અવહેલા કરે છે તે આ જગતમાં અપ્રતિષ્ઠા મેળવે છે. એ નીતિ પૂર્ણ વાકય રાણાથી અવિદિત નહોતું. દુકામાં તે અનુસારે કામ સાધવાનું તેના મનમાં હતું, રાણા કણે ઉદયપુરની ચારે તરફ કટ અને ખાઈ કરાવી હતી. પશેલા સરોવરના જળનાધના માટે રાણુ કણે એક બંધ બાંધ્યું હતું. અંતઃપુરવાસી રાણીઓના માટે તેણે એક સ્વતંત્ર નિવાસ બનવા હતા.
ગિલ્હોટ કુળના રાજાઓએ પંદર વર્ષે ભારતવર્ષમાં રાજ્ય કરી રાજય સમાજના શિરસ્થાને આસન મેળવ્યું. આજ રાણો કર્ણ તે ઉંચા આસનથી વિસ્મૃત થયે, પણ તેનું ગૌરવ અચલિત રહ્યું હતું. સમ્રાટે તેને પોતાની જમણી બાજુએ આસન આપી, તેની તે આબરૂ રાખી હતી. તેણે તેની સ્વાધીનતા હરી લીધી હતી. પણ તેની સાથે તે સામંત રાજાના જે વ્યવહાર રાખતો નહતો. અમરસિંહની સાથે સંધિસ્થાનના સમયે તેણે નિયમ બાંધે હતો જે જ્યાં સુધી શિશદીયકુળને રાજકુમાર મેવાડના સિંહાસને અભિષિક્ત ન થાય ત્યાંસુધી તે રાજ કુમાર સમ્રાટની રાજસભામાં રહે, જ્યારે તે રાણે એવા નામથી પ્રસિદ્ધ થઈ રાજસિંહાસને બેસે ત્યારે તે સમ્રાટની રાજસભા છોડી દે તે નિયમ સારી રીતે પાળવામાં આવ્યું. કર્ણ જ્યાં સુધી પિતૃ સિંહાસને અભિષિક્ત ન થયું. ત્યાં સુધી તે મેગલ સમ્રાટની રાજસભામાં હાજર રહેશે. જ્યારે તે રાજસિંહાસને અભિષિક્ત થયે ત્યારે તેણે સમ્રાટની રાજસભા છોડી. સમ્રાટની રાજસભામાં શિશદીય રાજાએ, બીજા હીંદુરાજાઓ કરતાં માન અને ગૌરવ વધારે પામવા લાગ્યા.
થોડા સમયમાં શિશદીય સરદારએ મેગલાધીન સામંતોમાં વિશેષ પ્રતિષ્ઠા મેળવી. તે શિશદીય સરદારોમાં કણને નાનો ભાઈ ભીમ વિશેષ ખ્યાતિવાળ નીવડશે. સમ્રાટની મદદમાં રાણાને જે લશ્કર મેકલવું પડ્યું હતું. તે લશ્કરને અધિનાયક ભીમ હતું. તે રવભાવથી અતિ તેજસ્વી અને સાહસીક હતા.
- સુલતાન મુરમ તેની સાથે બંધુભાવે વર્તી અત્યંત પ્રીતિ રાખતો હતો અને તેની મસલહત શિવાય તે કાંઈ પણ કામ કરે નહાત. ભીમના અકપટ બંધુત્વે સંપ્રીત થઈ શુરમ કાયમ મુગ્ધ રહેતું હતું. તેણે તેની પદવૃદ્ધિ કરવા માટે પિતા પાસે નિવેદન કર્યું. પ્રિયતમ પુત્રને અભિલાષ પૂર્ણ કરી દેવામાં સમ્રાટની વાસના હતી. તેણે ભીમને “ રાજા ” એ ઈલ્કાબ આપે વળી બુનાસના તીર ઉપર રહેલે એક જનપદ તેને તેણે આપે. તે જનપદની તેડા રાજધાની હતી. તે જનપદને ભૂમિતિમાં મેળવી. ભીમની દુરાકાંક્ષા પ્રશમિત થઈ નહિ. તેણે બુનાસ નદીના તીરે એક શહેર રસ્થાપ્યું. તે શહેર નામ રાજમહેલ હતું. મેરાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com