________________
૩૧૪
કડ રાજસ્થાન,
નથી, એમ જુદી જુદી જાતની ચિંતાથી ઔરંગજેબનું હૃદય વ્યગ્ર રહેતું હતું. છેવટે પુષ્કળ ચિંતા કરી તેણે જે સંકલ્પ પિતાના હૃદયમાં સ્થિર કરી દીધે તેને યાદ લાવવાથી પાખંડીનું હૃદય પણ ફાટી જાય તેમ છે. તે બન્ને રજપુત રાજાની સત્તા ખંડીત કરવા કોઈ જાતને ઇલાજ ઔરંગજેબના હાથમાં આવ્યા નહિ. છેવટે તે બનેની હત્યા કરી દેવાને તેણે સંકલ્પ કર્યો. મારવાડને રાજા યશવંતસિંહ તે સમયે હર કાબુલમાં રહેતા હતા અને અંબરરાજ સિંહ દક્ષિણ પથમાં રહેતા હતા.
અધમ ઔરંગઝેબે, કાળ કુટને પ્રયોગ કરી, તેઓની હત્યા કરવા, તે તે પ્રદેશમાં ગુપ્તચર મોકલ્યા. પિશાચ રંગઝેબે મોકલેલા તે ગુપ્તચરેએ તે પરમ વિશ્વસ્ત રાજાઓની હત્યા કર, ધર્મના મસ્તક ઉપર અધર્મને પદાઘાત થયે, કૃતજ્ઞતાને અને પ્રભુપરાયણતાને અત્યંત નિંદિત અને હિન બદલે મળે, જે હૃદય સ્તંભન પિશાચેચિત કાર્ય કરી પાપાત્મા મેગલ સમ્રાટે, પોતાના સંકલ્પની સિદ્ધિ કરી, તે પાપમાંથી તે કઈ જન્મે મુક્ત થાય તેમ નથી, સ્વદેશ પ્રેમીક રાણા રાજસિંહની સામે, તેને કેઈ રીતને સંકલ્પ સિદ્ધ એ નહિ. થોડા સમયમાં તેના પાપાનુષ્ઠાતનું ઉપયુક્ત પ્રાયશ્ચિત થયું.
પૈશાચિક કાર્યનું અનુષ્ઠાન કરવાથી પાખંડીનું કઠોર હૃદય શાંતિ પામતું નથી પણ તેથી તેનું હૃદય કઠોર ભાવે તેવાં કામ કરવા બમણું ઉત્તેજીત થાય છે, બીકણ અને અધમ પુરૂષના કાર્યો જેવાં કાર્ય ભારતવર્ષના પ્રધાન રાજેઓને વધ કરી, નરપિશાચ ઔરંગઝેબનું હૃદય અણુમાત્ર શાંત થયું નહી. રાક્ષસ ઔરંગઝેબે નિરપરાધી યશવતસિંહના નિસહાય પુત્રને અવરૂદ્ધ કરવા હલકો વિચાર કર્યો, તેને વિચાર જલદીથી સિદ્ધ થાય તેના માટે તેણે કઠેર ગોઠવણે કરી પણ તેને તે પૈશાચિક સંકલ્પ સિદ્ધ થયે નહિ. શાથીકે રાઠોડ રાજાના સામતેને તેના વિચારના ખબર મળ્યા. તેઓએ ઉપયુક્ત યેજના જ બાળક રાજકુમારને વિપદમાંથી ઉગાર્યો. તેના મનમાં દઢ ધારણા હતી જે અતિ કઠોર ઉદ્યમ કર્યા વિના અને રૂડા આત્મત્સર્ગ કર્યા વિના, રાઠોડ રાજની વિધવા મહીષીને અને તેના અનાથ પુત્રને તેઓ બચાવી શકે તેમ નથી.
મારવાડ રાજ યશવતસિંહના અનેક પુત્ર પેદા હતા, તેમાંથી મોટા પુત્રનું નામ અછત હતું, જે સમયે મારવાડ રાજ યશવતસિંહ, પાખંડ ઔરંગઝેબને વિદ્વેષાનળમાં બળી ભસ્મ થયો. તે સમયે અછત, નાની વયને હતું તેની માએ સ્થિર કર્યું. જે તે બાળકને રાજસિંહાસને બેસારી, પિતે રાજકારોબાર ચલાવ, એ આશા હૃદયમાં રાખી, તે પિતાના હદયનાથની પાસે સતી થઈ નહિ. પણ વિધાતાના કઠેર વિધાનના અનુસારે તે સ્ત્રીની આશા, તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com