________________
૩૧૨
ટડ રાજસ્થાન છે ' , ! થયે હતું કે તેણે પ્રભાવતીના બતાવેલ સદુપાય ઉપર કર્ણપાત કર્યો નહિ. પિતાને નિરવ દેખી પ્રભાવતી પ્રતિજ્ઞા કરી બેલી “પ્લે ગ્રાસમાંથી હવે બચવાને ઉપાય વિષ, છરી, પાવક, કે ઉદબંધન છે. તે ઉપાયોમાંથી એક ઉપાય લેવાથી કોઈના મુખ તરફ જોવાનું નથી. પ્રભાવતીએ પિતાના ધર્મના રક્ષણ માટે તે ઉપામાંથી એક ઉપાય લે મુકરર કર્યો. તે પણ તે કઠોર ઉપાયને આશય લઈ શકી નહિ. તેના હૃદયમાં એક નવી ચિંતાને ઉદય થયું. તેણે રાણું રાજસિંહને પિતાને ઉદ્ધારકતા મા.
પ્રભાવતીએ રાણા રાજસિંહની ગુણવણના સાંભળી હતી. તેના હૃદયથાં ગંભીર ધારણા હતી જે રાણા રાજસિંહ ઉદ્ધાર કરનારે થાશેજ. વીરતા અને રસજ્ઞતા ઉપર નારી જાતીને આત્યંતિક અનુરાગ હોય છે, રાણા જે વીર હતા તેજ રસજ્ઞ હતો. પ્રભાવતીએ રાણા ઉપર આસકત થઇ તેને કહી મે કહ્યું જે આજે રાણે રાજસિંહ આવેલ વિપત્તિમાંથી તેને અવિલંબ ઊદ્ધાર કરશે તેં તે તેને પતીત્વે વરી લેશે.” પ્રભાવતીએ પોતાના પુરોહીત બ્રાહ્મણને સઘળી હકીકત કહી રાણા રાજસિંહ તરફ મોકલ્યા. પુરોહિતને પ્રભાવતીએ સ્વાક્ષરીત પત્ર આર્યો હતો. રાણાના સદનમાં પુરોહીત આવી પહોંચે. સણના હાથમાં તે પત્ર આપ્યું. તે પત્રનો સઘળે લેખ સુંદર હૃદયભાવે લખાયેલ હતો. તેને મમર્થ નીચે પ્રમાણે “મહારાજ ! રાજહંસી શું બગલાની સહચરી થાય ખરી ! વળી રજપુત કુળ કામની અપવિત્ર સ્વેચ્છની અંકશાયીની થાય ખરી ! મહારાજ ! હું આપને નિશ્ચિત કરી કહુ છું જે આપ જે આ સંકટમાંથી મારો ઉદ્ધાર નહી કરશે તે અને દુત્ત પ્લેચ્છના હાથથી મારી મર્યાદાનું રક્ષણ નહિ કરશો તે હું નિશ્ચય આત્મહત્યા કરીશ” એ સુંદર પત્રને ભાવ જાણું રાણો રાજસિંહ સરતાડિત ગેંદ્રની જેમ કુદયે. તેની દરેક ધર્મનીમાં જાણે લેહ શલાકા પડી હોય તેમ તેને લાગ્યું. દારૂણ રોષ અને છઘાંસામાં તેનું શરીર ઉત્તેજીત થયું. એક નિસહાય રજપુત કુળ કામીનીના ઉપર ઑછને અત્યાચાર સાંભળી કયે રજપુત કોધથી ઉન્મત ન થાય!
. દુર એરંગજેબના કઠોર આચરણનું ઉપયુક્ત પ્રાયશ્ચિત વિધાન કરવા માટે રણે આજ દિન સુધી એગ્ય અવસરની પ્રતિક્ષા કરતા હતા. આજે તે સુગ પિતાની મેળે આવી પહોંચ્યો. તે સુગ જેઈ, રાણો અતિશય આનંદિત થયે. તેને ઉત્સાહ, સાહસ, બળ વીગેરે હઝારગણા વધી ગયાં, વિલંબ ન કરતાં દુરાચાર મેગલની સામે તેણે પોતાની ભયંકર તલવાર ઉગામી. રાજસિંહને ઉત્સાહ બળ વગેરે જોઈ તેના સામંત સરદારે ઘણાજ ઉત્સાહીત થયા. અસ્ત્રોના ઝણકાર આવાજે અને વીર પુરૂષના શોર્ય પૂર્ણ નાદે મેવાડ ભૂમિ કંપીત થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com