________________
૩૧૦
ટેડ રાજસ્થાન, એગ્ય નથી, રાજ્યસિંહાસન તેરાજાના સ્પષે કલંકિત અને અપવિત્ર થાય છે. રાજપદે બેસી, જે રાજા હિતાહિત અને ન્યાયાખ્યાયને વિચાર કરવા અસમર્થ છે, તે રાજા નહિ પણ રાજાના નામને બટ્ટો દેનારો છે, તે પ્રજાના સુખસૂર્યને તુરંત રાહુ છે, તે રાજા દેશના ભાગ્યગગનને પ્રચંડ કેતુ છે.
મગલ કુળાધમ ઔરંગઝેબના કઠોર અત્યાચારથી રાજ્યમાં અત્યંત અરેજકતા પેદા થઈ, ઉત્પીત હીંદુઓના પલાયનથી અને આત્મહત્યાથી નગર ગ્રામ વિગેરે ઉજડ થઈ ગયા. વણિકોના અભાવે વાણિજ્યાગાર ચેરના નિવાસરૂપે થઈ ગયા કેતા વિકેતાના અભાવે બજાર જનસૂન્ય થઈ ગઈ. કૃષકના અભાવે સારા ક્ષેત્ર અરશ્ય થઈ ગયા. આવા સંઘર્ષકાળમાં દુત મોગલ સમ્રાટે જોયું છે તેનું રાજસ્વ ઘણા દરજે કમ થઈ ગયું, રાજ્યને દ્રવ્ય ભંડાર ખાલી થયે. રાજ્યકર્મચારીઓ રાજ્યકર લેતા નથી. જેની પાસે રાજકર હોય તે તેજ રાખી બેસે છે. ઔરંગજેબ પૈસાને સંગ્રહ કરવા ઉપાય જેતે હતું. તેણે ભારતવર્ષના સઘળા હિંદુઓ ઉપર જજીઆ વેરો નાંખે. અત્યાચાર ઉપર અત્યાચાર થવા લાગ્યા, સઘળા હતાશ નિરૂત્સાહ અને નિષ્ટ થઈ ગયા. તેઓ કેવળ હાહાકાર વનિ કરવા લાગ્યા, તે હાહાકાર ધ્વનિથી દુત ઔરંગજેબનું હૃદય જરા પણ કંપિત થયું નહિ. બેનશીબ હીંદુઓની શોચનીય અવસ્થા જોઈ ઔરંગઝેબના હૃદયમાં દયા આવી નહિ, તે પણ ઔરંગજેબને આશય સફળ નીવડયે નહિ. જેમ જેમ દિવસે જવા લાગ્યા તેમ તેમ દારૂણ પીડા આરંગજેબના હૃદયમાં અધિકાર કરવા લાગી. તેના પિતાના પુત્રનાં, બંધુનાં, પ્રજાનાં મર્મભેદી વચને તેના હૃદયમાં દુઃખ દેવા લાગ્યા, ઔરંગજેબ ચમકિત થયે, કેટલીકવાર તે શય્યાગ્રહ છે, ચિંતામાં બહાર જતે હતે. કાળના અવયંભાવી વિધાનના અનુસાર તેના પરમાયુને ક્ષય થવા આવ્યું. ભીષણ યમદંડ ક્રમે ક્રમે તેની પાસે આવવા લાગે, દુઃખથી અને નિરાશ્યથી તે ચિત્કાર કરી બેલી ઉઠયો. આ શું! આશું! જ્યાં જાઉ છું ત્યાં સઘળા દેવતાને ભાળું છું. તે દેવતાઓ ક્રોધમય અને છઘાંસામય દષ્ટિથી જુએ છે.
અભિષેક કાળે રાણાએ જે વધીનું અનુષ્ઠાન કરતા હતા, તે વિધીઓમાં ટીકાડેરને વિધી વિશેષ પ્રસિદ્ધ છે. અનેક દીવસથી તે અભીષેચનિક વિધી હવે ચાલતું નથી. મારવાડના રાજયસિંહાસને બેસી આજ મહારાજા રાજસિંહે તે લુપ્તપ્રાય વિધિ ફરીથી અમલમાં આ, અમીર પાસે માલપુર નામનું એક નગર છે. ટીકાડેરની વીરબયાના અનુસાર રાણું રાજસિંહે તે માલપુરનું આકમણ કર્યું. તે નગરને લુટી રાણે પિતાના નગરમાં આવ્યું. શેડા સમયમાં તે વિષયના સમાચાર વૃદ્ધ શાહજહાનના કાને પહોંચ્યા. શાહજહાનના વયસ્થાએ તે વૃતાંતને જુદા જુદા રંગે ચીતરી તેને નિવેદન કરી, રાણાને લિપિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com