________________
૩૦૨
ટોડ રાજસ્થાન,
એમ સમ્રાટ પ્રથમથી જ જાણતા હતા, તેનું તે જાણવું અગર જો કે સંદેહ ભરેલું હતું. તોપણ તે રાઠોડરાજને અધિનાયકપણ ઉપર ન નીમતાં તેણે અંબરના રાજાને અધિનાયકપણા ઉપર નીમ્યું, ત્યારે ગજસિંહ છતરા થઈ તેના વિરૂધ્ધ ચા, ગજસિંહ સુરમને માતામહ થાય તેજ વિદ્રહાનળને પ્રધાન અને પ્રથમ ઉત્તેજક હતે. કમે બને એનાદળ યુદ્ધાર્થ ઉભા થયા. ગજસિંહ તે સમયે આવ્યો નહિ, ત્યારે ભીમસિંહે તેને કહી મોકલાવ્યું “ આપનું એ રીતનું નિઃસંસવ ભાવે રહેવું યુક્તિયુક્ત અને ન્યાયપરગણાય નહિ, આ ક્ષણે આપ અમારી સાથે મળી જાઓ, નહિ તે અમારા શત્રુ થાઓ, તેજસ્વી ભીમસિંહના વચન સાંભળી ગજસિંહ મમહત થયે, શિશદીય ભીમસિંહ તેથી લેશ માત્ર ભય પામે નહિ, તેનું સેનાદળ યુદ્ધમાં છિન્નભિન્ન થયું. પિતે યુદ્ધક્ષેત્રમાં પતિત થશે. ક મુરમ પિતાના સેનાપતિ મહોબતખાં સાથે ઉદયપુરમાં પલાયન કરી ગયે.
- ઉદયપુરના શાંતિમય છાયાનળમાં સમ્રાટે ચેડા દિવસ વિશ્રામ કર્યો. રાણાએ તેને વાસ માટે પિતાના મહેલને એક ભાગ કહાડી આયે, મહેલના તે ભાગમાં સુલતાન મુરમ પિતાના પારિષદ વર્ગ સાથે રહેવા લાગે, તે રાજભવન છોડી દઈ બીજા સ્થળે વાસ કરવા સુલતાને અભિલાષ બતા. મુરમને તે ભાવ જોઈ રાણે અત્યંત સંતુષ્ટ થયું. તેણે ત્યાંના સરેવર ઉપર સુલતાનના નિવાસ માટે એક અટ્ટાલિકા તૈયાર કરાવી.
એ અટ્ટાલિકા જુદી જુદી જાતના શેભનીય અને દ્રવ્યથી અલંકૃત હતા તેના મથાળા ઉપર ઇસ્લામની અદ્ધચંદ્ર શાભિત જુદા જુદા વર્ણની પતાકા ફરકતી હતી. તે મનહર અટ્ટાલિકાના પ્રશસ્ત અંગન ભૂમિમાં માદારશાહ ફકી
* શક્તાવિત સરદાર માનસિંહ અને તેને ભાઈ ગોકુળદાસ, ભીમસિંહના પરામર્પ આપનારા હતા. તેઓ મહોબતખાં સાથે મળી જઈ જહાંગીરના વિરૂધે પડયંત્ર કરતા હતા. ખેરાર જનપદની અંદરનું સનવાર નગર માનસિંહના હસ્તમાં હતું. માનસિંહ મહાવીર પુરૂષ હતે. અમરસિંહના યુદ્ધકાળમાં તેણે રાણાના માટે અત્યંત પુરૂષત્વ બતાવ્યું હતું. તે શિશદીય કુળને મહાધ કહેવાતો હતો. તેના શરીર ઉપર એંશી જખમો હતા. તે જખમ, મુસલમાને સાથે યુદ્ધ કરવામાં થયા હતા. માનસિંહ ભીમસિંહને પરમ મિત્ર હતા. તે બનેના વચ્ચે એવો અકૃત્રિમ પ્રેમ હતો. જે એકનું દુ:ખ બીજે જોઈ શકતા નહિ, ભીમસિંહના મૃત્યુના સમાચાર સઘળાએ માનસિંહ પાસે અપકટિત રાખ્યા. માનસિંહને ભીમસિહના મૃત્યુના ખબર નહોતા. કેમકે તે આહત હોઈ શવ્યા ઉપર હતો. તેના સઘળા અંગે ક્ષત હતાં તેના ઉપર પાટા બાંધેલા હતા. તેહમેશ ભીમસિંહ સાથે ભોજન કરતે, ભીમસિંહને ભોજનમાં સાથે ન જોઈ માનસિંહને સંદેહ ઉત્પન્ન થયો. તેણે પોતાના પાચક બ્રાહ્મણને પુછયું બ્રાહ્મણે સાચી વાત છુપાવી માનસિંહનો સંદેહ દઢ થયો. તેણે ક્ષતાનાં પાય ઉખેડી ફેંકી નાંખ્યા અને તે ક્ષણે મરણ પામ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com