________________
૨૭૪
ટડ રાજસ્થાને. ભારતેશ્વર માન્ય. ત્યારે એક માત્ર રાણે અમરસિંહ તે પ્રમાણે ન માને ખરો. રાણા અમરસિંહની સેના સમ્રાટ જહાંગીરની સેનાની તુલ્ય ગણાય ખરી. ત્યારે અમરસિંહને એટલે બધે અહંકાર શેને. હવે તે અહંકાર દલાઈ જાશે.
સમ્રાટના સભાસદોએ એવી રીતના તર્ક કરી સમ્રાટને રાણું વિરૂદ્ધ ઉભે ક, રેન્જત જહાંગીર, પિતાની વિશાળ સેના લઈ, મેવાડની પ્રતિકુળે યુદ્ધ યાત્રામાં ઉતયે.
રાણા અમરસિંહને બે તરફથી સંકટ આવી પડયું. એક તરફથી નિકૃષ્ટ પિલાસવાસના તેને કઠેર કાર્યક્ષેત્રમાં ઉતરવાની મનાઈ કરતી હતી. બીજી તરફ શુભ્રય યૉલિસા, તેના હૃદયમાં એક પ્રાંતે પિદા થઈ, તેના પિતૃપુરૂષોની જેમ દુઃખ ભોગવી યુદ્ધમાં ઊતરવા ખુશી બતાવતી હતી. તેવી ખુશીના દર્શનથી તે યુદ્ધમાં ઉતરવા ઉતેજીત થયો. પણ દુઃખને વિષય કે તેને તે ઉતેજીત ભાવ લાંબા વખત સુધી રહ્યો નહિ. તે પાછા મેળા એસણમાં અવસાદિત થવા લાગે. ટુંકામાં અમરસિંહ બે તરફથી સંકટમાં પડે. હવે જે રસ્તે તે વિચારીને તે સ્થિર કરી શકે નહિ. તે સમયે હીણા ખુશામતીઆઓ, તેની પાસે આવી બોલવા લાગ્યા, મહારાજ! યુદ્ધ કરવાથી શું થાય! શામાટે અનર્થકર વિપદને તેને બેલાવવી જોઈએ. જ્યાં આ ભારત વર્ષના સઘળા હીંદુ મુસલમાન રાજાઓ મોગલ સમ્રાટનું અધિપત્ય સ્વીકારે છે ત્યારે આપણે મેગલ સમ્રાટની વિરૂદ્ધ શા માટે ઉતરવું જોઈએ? આપણી સેના અને અર્થ બળ કયાં? તેની સાથે સલાહ કરવાથી જે સઘળા ઠેકાણે શાંતિ થાય. ત્યારે તેમ કરવામાં હરક્ત શું છે, તેમ કરવાથી આપનું રાજ્યધન, માન મરતબ જલવાઈ રહેશેજ, વળી સંતુષ્ટ સમ્રાટ તમારા રાજ્યના પ્રદેશમાં વૃદ્ધિ કરી આપશે, એ સઘળાં બીકણનાં વચન સાંભળી રાણે અમરસિંહ મનમાં ખેદ પામવા લાગે. પણ તે સમયે તેનું હૃદય એટલું બધું આળસ્ય પરતંત્ર થઈ પડ્યું હતું જે તેણે એવા ખુશમતીયાના વચનોની અવહેલા કરી નહિ. એવી વિમૂઢ અને નિરૂત્સાહ અવસ્થામાં કાલાતિપાત કરતા અમરસિંહને જોઈ મેવાડના સરદારે દારૂણ શેકમાં મથઇ ગયા. તેઓ સઘળા એકઠા થઈ અમર મહેલમાં આવ્યા. ત્યાં આવી તેઓએ રાણાને આવેલી વિપદમાંથી બચવા તૈયાર રહેવા અનુરોધ કર્યો. સામંત શિરોમણિ ચંદાવતવીર રાણાની સંમુખે આવી બે મહારાજ ! આપણું આવી રીતે આપની પ્રતિજ્ઞા પાળશે? આપ આવી રીતે પિતૃ વચન પાલશે ! વીર પુજય પ્રતાપસિંહના જેષ્ટ પુત્ર થઈ આપ આ પ્રમાણે આપની કુળ મયદા જાળવશે, વિચારી જુઓ આ૫ કેવા કુળમાં જન્મ્યા છે કોનું લેહી આપની ધમની માંહે પ્રવાહિત છે? કેશવેરી મોગલે દેશને સંહાર કરવા આપની સંમુખે આવી પહોંચ્યાં. આ૫ ખુશામતીયાનાં વચને સાંભળી બીકણ બની ગયા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com