________________
૨૮૨
ટેડ રાજસ્થાન.
ઉકુળ થયે. ચંદાવત રજપુતે અંતલા કિલ્લે જીત્યા ચંદાવત્ સરદાર ચિતકાર કરી બેલી ઉઠ, ચંદાવત્ રજપુતે અંતલાને કિલે જીત્યા, મેવાડની જય પતાકા અંતલાના કિલ્લા ઉપર ફરકવા લાગી.
રાણા ઉદયસિંહના વીશ પુત્ર હતા. તેમાં શકતસિંહ બીજા નંબરને પુત્ર હતા. શકિતસિંહ બાલ્યાવસ્થામાંથી નિભક અને તેજસ્વી નીવડે. બાલ્ય કાળની સુકુમાર અવસ્થામાં તેના વૈવનની તેજસ્વિતાની અને નિર્ભકતાની રેખા પાત થઈ હતી. એમ કહેવાય છે જે શકિતસિંહની કષ્ટી ગણનામાં જોશીએ ગણીને કહ્યું હતું જે “ શકતસિંહ મેવાડને કલંકસ્વરૂપ થાશે” જોશીનું ભાવિ કથન યથાર્થ નીવડયું. રાણે ઉદયસિંહ ત્યારથી શકતસિંહ ઉપર વિશેષ વિરાગ રાખવા લાગ્યું. પણ અપત્ય સ્નેહના વશે તે તેના ઉપર અસદાચરણ કરી શકે નહિ. પણ કાળની વિચિત્ર ગતિ. શક્તસિંહ પિતાનું ચક્ષુશુળ થઈ પડશે. એક સમયે તેને પિતા અપત્ય સ્નેહનો ત્યાગ કરી તેનું માથું કાપી નાખવા તત્પર થયો હતો.
શક્તસિંહના બાલ્યકાળના નિભીકપણાનું એક વિવરણ જોવામાં આવે છે. સુકુમાર વયમાં પીતાની પાસે બેસી એકવાર બાલક સુલભ રમત કરતું હતું. તે સમયે એક અસ્ત્રકાર નવી છરી બનાવી તે લઈ રાણાની પાસે આવ્યો. વણમા સુમ પાંદડા લઈ તેને કાપી: છરી વગેરેની તીક્ષણતાની પરિક્ષા કરવાને રીવાજ છે, તે અનુસાર તે નવી છરીની તીક્ષણતાની પરિક્ષા કરવાની ગોઠવણ થઈ. એટલામાં બાળક શક્તસિંહે તે છરી અસ્ત્રકાર પાસેથી લઈ લીધી અને કહ્યું “બાપા! અસ્થિમાંસ કાપવા માટે આ છરી નથી” બોલતાં બોલતાં તેણે પોતાના સુકમળ હાથ ઉપર તે છરી બેસારી. તીવ્ર વેગથી રૂધીર નીસરવા લાગ્યું. લેહથી તેનું આસન ભીંજાઈ રાતું થઈ ગયું. શક્તસિંહના સુકુમાર મુખ મંડળ ઉપર કઈ રીતનાં
ગ્લાનિનાં ચિન્હ માલુમ ન થયા. તે જોઈ સભાનાં લેકે જુદાજુદા તર્ક વિતર્ક કરવા લાગ્યા. રાણા ઉદયસિંહના હૃદયમાં જે ભાવ ઉત્પન્ન થયે તે તે ઉદયસિંહ જાણતું હતું. તેણે તક્ષણ શક્તસિંહનું માથું કાપી નાખવા આજ્ઞા આપી. તેને કઠેર હુકમ પાળવાને એકદમ ગોઠવણ થઈ. બાલક શક્તસિંહને વધ્યભૂમિ ઉપર લઈ ગયા. એ સમયે સાલબ્રાસરદારે રાણાની સંમુખે આવી જાહેર કર્યું, મહા રાજ ! કૃપા કરી આ દીનનું નીવેદન સાંભળે ! મારી ઉપર મહેરબાની કરી આપે અનેક વાર મને વરદાન આપવા ઈચ્છા બતાવી છે, ઉપયુક્ત સમય ન આવવાથી વરદાન માગ્યું નથી. આ સમયે મારે ઉપયુક્ત સમય આવ્યો છે. એટલે કે દયા કરી આ દીનની કામના પુરી, દીનને ચરિતાર્થ કરે. રાણાએ અકપટભાવે કહ્યું સાલંબાનાથ ! તમારે અભીલાષ છે. જાહેર કરે! હું હાલ આપની અભી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com