________________
રાણા પ્રતાપસિંહનું સિંહાસનારેહણ કષ્ટો ભગવતે હતો. જે માનસિંહને સ્વહસ્તે સંહાર કરવા પ્રતાપસિંહ ફોધ પામ્યો હતો. તે રજપુત કલંક, સ્વદેશદ્રોહી માનસિહ જીવતો રહી સુખ ભોગવે તે હકીકત પ્રતાપસિહના હૃદયમાં સહ્ય થાતી નહોતી. તેના સ્વદેશદ્રોહનાં ઉપયુક્ત ફળ આપવા માટે પ્રતાપસિહે અંબર ઉપર હુમલો કર્યો. અને તેના પ્રધાન વાણીજ્ય નગર માલપુરનું ઉત્સાદન કરી પ્રતાપસિહ પોતાના પ્રદેશમાં આવી પહોંચે.
થોડા દીવસમાં પ્રતાપસિંહ ઉદયપુરને ઉદ્ધાર કરવા સત્તાવાળે થયે. તે ઉદ્ધાર કરવાના ઉદ્યમમાં તેને અધીક પ્રયાસ સહ પડે તેમ નહોતું. શકુળ વિના વિવાદે તે પ્રદેશને ત્યાગ કરી પોતાના પ્રદેશમાં ચાલી ગયું. ઉદયપુરની ચારે બાજુનો પ્રદેશ પ્રતાપસિંહના કબજામાં આવી જવાથી ઉદયપુરની રક્ષા થવી મુશ્કેલ જાણી સમ્રાટ અકબરને ઉદયપુર છોડી દેવાની જરૂર પડી હતી.
મેગલ સમ્રાટ અકબરે અનુગ્રહ કરી ભયંકર યુદ્ધ વિગ્રહમાંથી પ્રતાપસિંહને શાંતિ આપી તેથી કરી પ્રતાપસિંહ શું સુખી થાય ખરો ! પ્રતાપસિંહને સુખ કયાંથી હોય ! જે અકબર તેની કનકમય મેવાડ ભૂમિને મસાણ જેવી કરી દઈ તેના આત્મીય મનુના લેહીએ એ ભૂમિને સિકત કરી ચાલ્યા ગયે છે. તે અકબર કાંઈ પણ આપત્તી વિના ભારતવર્ષ ઉપર શાસન કરે તે જોઈ પ્રતાપસિંહને સુખ શાંતિ કયાંથી હોય ! તેની શત્રુતાની પરિધ પિપાસા પ્રશમિત થઈનહેતી.
જે ઉશે, તેણે રાજ્યધન પરિત્યાગ કરી દુઃખ કષ્ટ ભેગવેલ છે, તે ઉદ્દેશ સિદ્ર કે શું, જ્યારે તે સિદ્ધ ન થયે. ત્યારે તેને સુખશાંતિ કયાંથી હોય ! તેણે કઠોર યુદ્ધ વિગ્રહમાંથી નિકૃતિ કેળવી ખરી પણ તેથી તેના હૃદયમાં શાંતિ થઈ નહિ. મેવાડની ભૂમિનો પુરો ઉદ્ધાર ન થયે તે જાણી પ્રતાપસિંહ મેટા ઉગમાં હતો. તેણે જે વિચાર્યું હતું તે થયું નહિ, તેને કઈની હદ રહી નહિ તેની મનની આશા મનમાં રહી. તેનાથી ચિતડપુરીને ઉદ્ધાર થયે નહિ. તે દુધ શત્રનું પ્રાયશ્ચિત વિધાન કરી શકે નહિ, જે ચિતોડ તેના પિતૃ પુરૂષોની આવાસ ભૂમિ હતી. જે ચિતોડ ઘ કરી હઝાર વર્ષથી ગિહોટ કુળના તાબામાં હતું. આજ તે ચિતોડ તેના ઉત્તરાધિકારી પ્રતાપસિંહના કબજામાંથી ગયું. આજ તે ચિતડથી પ્રતાપસિંહ પુરેપુરો અપરિચિતા એ ચિંતા, હઝારે સાપણની જેમ તેના હૃદયમાં દેશ કરતી હતી તે ચિંતામાં તેને સંસાર વિષમય લાગ્યો. મેગલ સામ્રાટ અકબર પ્રતાપસિંહના વીરત્વે વિમુગ્ધ થયે તેણે હવે તેની સાથે યુદ્ધ કરવું અનુગ્રહ કરી બંધ કર્યું તેણે તેને હવે વધારે પીડા આપવી નહિ. અકબરે વિચાર્યું હતું જે તેના એ અનુગ્રહથી પ્રતાપ હુ ખી થશે. પણ તે જાતે નહે. જે પ્રતાપસિંહ જેવા વીર પુરુષ શત્રુએ બતાવેલ અનુગ્રહથી સુખી થાય નહિ. પ્રતાપસિંહ અકબરના એ અનુગ્રહથી ઉલટો અભિત થયે. અગર જો કે સમ્રાટ
૩૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com