________________
२१८
ટૅડ રાજસ્થાન,
તાથી જોતા હતા. એટલામાં તેનું શીર્ણકંકાળ તાડિત વેગે કંપિત થઈ અદભૂત દશ્ય ધારણ કરી બેઠું. તેના મુખમાંથી પ્રચંડ દીઘ નિશ્વાસ નીસર્યો. તે જોઈ પાસે બેઠેલા સઘળાઓ વિષમ યંત્રણાથી પીડીત થયા. તે સઘળાની આંખો આંસુ આવ્યાં. તે સમયે સાલંબ્રાધીપતિએ કાતર સ્વરે પ્રતાપસિંહ પુછયું “ શામાટે ! શામાટે ! મહારાજ ! આટલું બધું દારૂણ દુઃખ આપના પવિત્ર આત્માને વ્યથિત કરે છે. આ અંતિમ શયનમાં પણ શાથી આપની શાંતિમાં વ્યાઘાત આ ” ક્ષણ કાળ પછી પ્રતાપસિંહે ધીરે કહ્યું, સરદાર શીરોમણી ! પ્રાણ હજી સુધી બહાર નીકળતા નથી. માત્ર એકજ આશ્ર્વાસન વાકય મળે તે પ્રાણ હમણાં બહાર નીસરી જાય તેવું છે, તે આશ્વાસન વાક્ય તમારા થકી છે તમે મારી પાસે શપથ કરી કહે જે જીવિત હોય ત્યાં સુધી તુર્કીના હાથમાં માતૃભૂમિને આપવી નહિ. બેલે. એમ બેલે. તે સાંભળી હું સુખી થઈ કાયમના માટે નયનમુકિત કરી દઉં. મારો પુત્ર અમરસિંહ આપણા પૂર્વજોની ગરિમા રાખે તેવું નથી. વળી ગરિમા રાખવામાં કષ્ટ ભોગવી શકે તેવો નથી. બેલતાં બોલતાં પ્રતાપસિંહના વિશાળ પાંડુવદને એક ગંભીર ભાવ ધારણ કર્યો. પ્રતાપસિંહના કહેવા પછી પાસે રહેલા સરદાર એક સ્વરે બોલી ઉઠયા, “અમે સહ કસમ લઈ બેલીએ છીએ જે જ્યાં સુધી અમારામાંથી એક આશાસ્ત્રી પણ જીવતે રહેશે ત્યાં સુધી તુકીઓ મેવાડ ભૂમિને સ્પર્શ કરી શકશે નહિ, ત્યાં સુધી રાજકુમાર અમરસિંહ આપના આદેશની અવહેલા કરી શકશે નહિ.
જ્યાં સુધી મેવાડ ભૂમિ પૂર્વની આબાદીને પામશે નહિ ત્યાં સુધી અમે આ કોટડીમાં રહેશું.” એ આશ્વાસનથી પ્રતાપસિંહ શાંત થયે. સઘળી રતા સઘળી યંત્રણું વીસરી જઈ પ્રસન્ન ભાવે પરમ આનંદ સાથે પ્રતાપસિંહ અમરલેકમાં ચાલ્યા ગયે.
તે શોચનીય દુદીને ભારતવર્ષના ભાગ્ય ગગનનું એક ઉજજવલ નક્ષત્ર અનંતકાળના માટે કક્ષશ્રુત થઈ પડ્યું. સઘળી ભારતભૂમિ એક પ્રચંડ ભુકંપને પ્રકંપીત થઈ હદયવિદારક હાહાકાર ધ્વનિ સાંભળવામાં આવ્યું. સઘળાઓ રોવા લાગ્યા. સ્વદેશપ્રેમીક સન્યાસિ પ્રતાપસિંહના માટે સ્થાવર જંગમ જગત રોવા લાગ્યું. પ્રતાપસિંહના ચરિતને કઈ ભુલ્યું નહિ.
રજપુત શિરોમણિ વીર તીલક પ્રતાપસિંહની પવિત્ર જીવનીનું અનુશીલન કરવું તે સઘળાનું કયછે, જેઓને જાતીય ભાવ સંબદ્ધ છે. જેઓ સ્વદેશની અને સ્વજાતિની દુર્દશા જોઈ એક બે આંસુના ટીપાં પાડે છે, જેઓ જન્મ ભુમીના મહાભ્યના વાકીફગાર છે. તેઓએ વિરવર પ્રતાપસિંહની પવિત્ર જીવનીનું અનુશીલન કરવું જોઈએ. પ્રતાપસિંહ જેવા મહાવીર આ જગતમાં કોઈ કાળે જ નથી. પ્રતાપસિંહના વીરત્વ મહત્વ અને આત્મત્યાગને વિષય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com