________________
રાણું પ્રતાપસિંહનું સિંહસનારોહણ
૨૫૯
નમવાનાં કારણ પુછગ્યાં. પણ પત્રની અંદર એક ગુપ્તભાવ રહેલ હતો. દુકામાં પૃથ્વીરાજે એવા અવમાન સૂચક કાર્યમાંથી ફરી જવા, પ્રતાપસિંહને તેમાં વિનતિ કરી હતી. પત્ર કવિતામાં લખ્યું હતું. તે કવિતા, એટલી બધી તેજસ્વિની અને હૃદયગ્રાહિણી હતી. જે આજે પણ અનેક રજપુતો તે આનંદે ગાય છે.
હીંદુના સઘળા આશા ભરૂસા હીંદુ ઉપર નિર્ભર કરે છે. રાણો તે સઘળા આશા ભરૂસા છેડી શક્યો નહોતો. તે સમયના રાજસ્થાનના રજપુત, પિતાનું જાતીય ગૌરવ છેડી બેઠા હતા, રજપુત સ્ત્રીઓ પવિત્ર સંસ્માન ગૌરવ હારી બેઠી હતી. રજપુતનું કુળ અને રજપુતનું રૂપ આ વિશાળ બજારમાં માત્ર એક અકબરથી ખરીદાતું હતું. એક માત્ર ઉદયસિંહના પુત્ર સિવાય અકબરે સઘળાને ખરીદી લીધા હતા. પ્રતાપસિંહ અમૂલ્ય હતે. પ્રકૃત્ત રજપુત થઈ કેઈ નવરોજાના દિવસે પોતાની કુળ મર્યાદા હારી બેસે ખરો ! તે પણ ઘણું રજપુતેએ તે પ્રમાણે કર્યું, અનેક રજપુત, નિરૂપાય થઈ તે નવરજાના દિવસે પિતાની અવમાનના પિતાની નજરે જોતા હતા. આવા કલંકિત કામથી હમિરને એક વંશધર દૂર રહ્યા હતા. હમીર વંશધર પ્રતાપસિંહ, દૂરથી, પિતાની કુલ મર્યાદા જાળવી રાખતો હતે.
ઠડવીરને ઉત્તેજનાના સારવાળો પત્ર વાંચી પ્રતાપસિંહ એક પ્રચંડ ઉત્સાહ, પ્રોત્સાહિત થઈ ગયે. તેને એવું માલુમ પડ્યું કે દશ હઝાર રજપુતેની મદદ તેને આવી પહોંચી, તે કવિતાના પ્રભાવે પ્રતાપસિંહનું મુહ્ય માન હૃદય નવેત્સાહ અને નવા બળે ભરાઈ ગયું. તે કઠોર કાર્યક્ષેત્રમાં ઉતરવા ઉન્માદિત થયે.
પ્રકૃત્ત રજપુત હાઈ કેઈનવરોજના દિવસે, પિતાની કુળ મથ્યાદા છેડે ખરો! દિવાકર જે દિવસે મેષ રાશિમાં પ્રવેશ કરે છે. તે દિવસે પૂર્વ દેશીય મુસલમાને, નવરોજા ( નવ વર્ષ દિવસ) ને મહોત્સવ પાળે છે. પંડતવર અબુલફજલને ગ્રંથ (ઈતિહાસ) ભણવાથી તે નવજાને વિગુઢ અર્થ માલુમ પડે છે.
એ નવરોજા નવવર્ષને દિવસ નથી. તે એક મહોત્સવનું પર્વ છે. અકબરે તે નામ બદલી તેનું નામ ખુશરોજ રાખ્યું છે. પ્રતિમાસે નવવર્ષને દિવસ, આનંદોત્સવ થાતે હતો. એ આનદત્સવને દિવસ મુસલમાનેને પ્રધાન દિવસ હતો તે દિવસે, મેગલ સામ્રાજ્યમાં સઘળા લેકે આનંદેત્સવથી મત્ત રહેતા હતાં. દુઃખ અને વિષાદની છાયા પણ કોઈને મુખ ઉપર જોવામાં આવતી નહિં. તે દિવસે રાજસભામાં સઘળા લેકે હાજર રહેતા હતાં. મહીષી પણ મોટા ધુમધામથી દરબારમાં બેસતી હતી. આબરૂદાર મુસલમાની અને સામંત રજપુત સરદારોની સ્ત્રીઓ પણ મહીષીના દરબારમાં હાજર રહેતી. તે ખુશરેજનો દિવસ એક વિલક્ષણ વિષયના માટે પ્રસિદ્ધ હતું. રાજમહેલની પાસે એક અવરૂદ્ધ પ્રદેશમાં તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com