________________
૨ ૫૪
ટૅડ રાજસ્થાન.
ઉદયપુરમાં હતા, ઉદયપુરમાં આવતી વખતે તેણે વીનસર નામને કીલે હસ્તગત ક, ઉદાર હૃદય પ્રતાપસિંહે તે કીલે શક્તસિંહને આપી દીધે જ શક્તસિંહના સંતાન સંતતિએ તેને અનેક દિવસ ઉપભોગ કર્યો. આવા ભયંકર કાળમાં શક્તસિંહે પ્રતાપસિંહના પ્રાણની રક્ષા કરી તેથી શક્તસિંહનું મહત્વ ઐતિહાસિક બીનામાં લખવા જેવું છે. તેના તે બેહદ મહત્વ અને ગારવનાં વિવરણ ભટ્ટ લોકોના મુખથી સાંભળવામાં આવે છે.
સંવત્ ૧૬૩૨ (ઈ. સ. ૧૫૭૬ જુલાઈ) ના વર્ષના શ્રાવણ માસને સાતમે દિવસ આર્ય કુળના વીરોચ્છાસને પ્રસિદ્ધ દિવસ આય ગરવની એક મહાગ
જ્યાં સુધી માનવમંડળ વીરત્વ અને મહત્વની પૂજા કરશે ત્યાં સુધી માનવમંડળીના ઇતિહાસમાંથી તે દિવસે વિરાજતે ખસશે નહિ.
તે દિવસે, પુણ્ય ભૂમિ હલદીઘાટનું શિલગાત્ર અને શિલમાર્ગ સઘળા મેવાડના સાહસિક રજપુતાના પવિત્ર શોણિતે અભિષિક્ત થે. જે ચાદ હઝાર રજપુતે, આત્મત્સર્ગના મહામંત્ર પ્રણાદિત થઈ, હદીઘાટના ભયાવહ રણસ્થળે અનંતનિદ્રામાં સુતા. તે સઘળાને પરિચય આપ, દુષ્કર અને અસંભવિત છે. પણ તેઓમાં જે પ્રસિદ્ધ મહાવીર હતા, તેનું સાંક્ષિપ્ત વિવરણ આપવું ઉચિત છે. રાણા પ્રતાપસિંહના અતિનિકટના પાંચસો કુંટુબીઓ હતા. ગ્વાલીયરના પદવ્યંત અને વિવાસિત રાજા રામશાહ - અને તેને પુત્ર ખંડેરાવ, સાડા ત્રણસે તયારવીરને લઈ હલદીઘાટના યુદ્ધ સ્થળે ઉતરી, મુઆ હતા. સઘળા કરતાં વીરવર ઝાવલાપતિમાનાએ, તે યુદ્ધમાં પુષ્કળ વીરતા બતાવી છે. સઘળાને વૃતાંત છેડી દઈ એક માત્ર વિરવર માનાના યુદ્ધને વૃત્તાંત આપ આ સ્થળે યોગ્ય છે. મહાવિર માના, સાડા ત્રણસો રજપુત લઈ, તે સાગર જેવી મોગલ સેનામાં પિઠો. અને બેહદ શાય થઈ તેની સાથે લડવા લાગે. લડત લડતે, તે થોડા સૈનિક સાથે રણસ્થળે પડશે. જે લોકેએ તેનું યુદ્ધ નૈપુણ્ય જોયું હોય તે તેની બહુ પ્રશંસા કરે તેવું છે. તે દિવસે, મેવાડના પ્રત્યેક વીરવંશ, વીર શુન્ય થઈ ગયાં, અનેક વીરવનિતા વિધવા થઈ.
* શક્તસિંહની માનું નામ બાઈજીરાજ હતું. તે પોતાના જે પુત્ર રણું પ્રતાપસિંહને ત્યાગ કરી વનસર કીલ્લામાં શક્તસિંહ સાથે રહેતી હતી, તેને રાજમાતાનું યોગ્ય સંમાન નહોતું. પવિત્ર અપત્ય ને તેણે તે સંમાન અને રાજયનું શહેર છોડયું. શક્તસિંહના વંશધરેની જનનીઓ પણ ધર્મનિષ્ટા નામે પ્રખ્યાત છે.
- બાબરે, રામશાહના પુર્વ પુરૂષોએ વાલીયરમાંથી કાઢી મુક્યા હતા તેથી રામશાહના પુર્વ પુરૂષોએ મેવાડમાં આશ્રય લીધો. રાણાએ આદરથી તેઓને આશ્રય આપ્યો. તેઓના ભરણપોષણ માટે હમેશાના રૂ. ૮૦૦-૦-૦ તેઓને તે આપતો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com