________________
૨૫૬
ટૌડ રાજસ્થાન.
રહી, પ્રતાપસિંહ સાથે ભીલને સંબંધ તોડી નાંખ્યું. વળી ફરીદખાં નામને યવન સેનાપતિ લશ્કર સાથે પ્રતાપસિંહના આશ્રય સ્થળ ચાંદક સુધી પહોંચી ગયે. એ રીતે ચારે દિશા તરફથી ઘેરાઈ જઈ વીર કેસરી પ્રતાપસિંહ નિરાશ્રય થઈ પડશે. આજ મેવાડમાં કઇ સ્થળે જવાથી પ્રતાપસિંહને સુખશાંતિ નહેતી આજ દુદાંત મોગલ મેવાડના દરેક સ્થળે ફરતા હતાં. પણ તેઓ પ્રતાપસિંહને પકડી શકયા નહિ. પ્રતાપસિંહ પ્રાણયે પલાયન કરતા નહોતા. તે ગુપ્તભાવે ગુપ્ત સ્થળે રહી ભટકી શત્રુની ગતિવિધિ જોતો હતો. સામાન્ય યુદ્ધમાં એ પ્રમાણે ઘણા દિવસો નીકળી ગયા. દુશ્મનના હાથમાં પ્રતાપસિંહ આવ્યો નહિ. પ્રતાપસિંહ તેઓના હાથમાં ન પડતાં, ઘણા યવનને વધ કરી તેઓને ભૂતળ શાયી કર્યો. સેનાપતિ ફરીદખાં વિચારતા હતા જે તેના કબજામાં પ્રતાપસિંહ આવશે પણ તેની ધારણા સુફળવાળી થઇ નહિ. એક સમયે વીરસિંહ પ્રતાપસિંહે, મોગલ સેનાને ફૂટ ગિરિમાર્ગમાં રેકી ઉત્સાદિત કરી હતી. પણ ત્યાં કે લોક તેને કબજે કરી શકયું નહિ. દુકામાં વેતન ભેગી મોગલ સૈનિકે કમે કમે નિરૂત્સાહિત થઇ ગયા. અનેક રજપુતો સાથે લડવાનો તેઓને ઉત્સાહ ભંગ થઈ ગયે. વર્ષોની અવિચલ જલધારાથી રાહ માગે તથા છાના માગે કમિત થઈ દુર્ગમ થઈ પડ્યા. વળી સઘળા પર્વત પ્રદેશના જળાશયમાંથી વિષાક્ત અને પીડાકર ઘાતવ બાષ્પ નીકળવાથી લોકે નાતંદુરસ્ત થઈ ગયા. તે માટે થોડા રેજના માટે યુદ્ધ મોકુફ રહ્યું. એ રીતે દરેક વર્ષાકાળમાં યુદ્ધ મોકુફ રહેવાથી પ્રતાપસિંહને પૂર્ણ નિવૃત્તિ મળતી હતી.
એ પ્રમાણે વર્ષ ઉપર વર્ષે ચાલ્યાં ગયાં, અનંત પ્રકૃતિ રાજ્યમાં ઘણે ફેરફાર થઈ ગયે. તે પણ મેગલ સમ્રાટ પ્રતાપસિંહને હસ્તગત કરી શકે નહિ. પ્રતાપસિંહનાં આશ્રય સ્થળ, તેના હાથમાંથી ખસી જઈ મોગલના હાથમાં ગયાં. પ્રતાપસિંહનો દુઃખરાશી કમે કમે વધતે ગયે. એ સમયે તેને પરિવાર વર્ગ તેની મૂળ ચિંતાનું ખાસ કારણ થઈ પડે. શત્રુના હાથમાંથી પોતાને ઉદ્ધાર પતે કરી શકશે, પણ તેના પરિવર્ગમાંથી કઈ શત્રુના કબજામાં જશે તે તેના ઉદ્ધાર માટે કેવી ચેજના કરવી એવી ચિંતાને તેના મનમાં ઉદય થયું. તે તેની ચિંતા મૂળ વિનાની નહોતી. એક સમયે શત્રુઓના હસ્તમાં તેને પરિવાર વચ્ચે આવી જતો હતે પણ ભલ્લ લોકોના મોટા પ્રતાપે તેમ થતાં તેને બચાવ થશે. સેવાના કાળા નિવાસી ભીલ લેકેએ પ્રતાપસિંહના પરિવાર વર્ગને લઈની પણમાં રાખી તેને બચાવ કર્યો હતે. પરમ હિતકારી ભીલ કે તે અનાહાર રહો. પ્રતાપસિંહના પરિવાર વરીને આહાર કરાવતા હતા. તેઓ રજપુતના બચ્ચાને વ્યાવ્ર વગેરે સિંહ પશુથી બચાવતા હતા, પોતાના પરિવાર વગરની દુર્દશા જોઈ પ્રતાપસિંહ એક ક્ષણવાર પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com