________________
२४४
ટડ રાજસ્થાન. પરિપૂર્ણ હતાં. આજે તે સઘળાં નિરવ અને નિર્જીવ થઈ ગયાં, જે યુવતીઓના વિમળ હાસ્ય નિરંતર ઉદભાસિત હતાં હાલ તે વિષાદાંધકાર છવાઈ ગયેલાં હતાં. આજ મેવાડનું પૂર્વ સંદર્ય નહોતું. તે સંદર્ય પ્રભાવે, મેવાડ ભૂમિ મનમેહન નંદનકાવન સમાન ગણાઈ હતી. આજ તેનું તે સેંદર્ય સંપૂર્ણ વિન થયું, આજ તે સુખનું નંદનકાવન દુઃખદાયક સ્મશાન જેવું થઈ પડ્યું. મેવાડની પ્રજાની જે સુંદર હવેલીઓ હતી તેમાં આજ હિંસક પશુને વાસ હતો. એક વાર પ્રતાપસિંહ પિતાના અનુચર સાથે બુના રસ નદીના તીરના અંતલ્લા નામના સ્થાને ફરતા હતા એટલામાં એક ભરવાડ તે ફળદ્રુપ સ્થાને બકરાં ચરાવતે તેણે જોયે, ભરવાડ પ્રતાપસિંહની કાંઈપણ ગણના ક્યા વિના ત્યાં ફરતા હતા. પ્રતાપસિંહે તેની સંમુખ આવી એ પ્રમાણે રાજાવમાનના કરવાના ત્રણ ચાર પ્રશ્ન તેને પુછયા અને તેણે તેને પ્રાણ દડે દંડીત કર્યો. અને તેનું શરીર એક ઝાડ ઉપર લટકાવી રાખ્યું, પ્રતાપસિંહના એવાં ભીષણ આચરણથી મેવાડ ઉજડ થઈ ગયું. દુકામાં એવી અવસ્થાવાળા મેવાડ ઉપર દુત યવનોને કટાક્ષ પાત્ર થયે નહિ. અથાગમના સઘળા ઉપાય પ્રતાપસિંહે એકદમ છેડી દીધા. પણ અકબરની સામે જે યુદ્ધ કરવાનું હતું, તેમાં અર્થની પુરી જરૂર હતી. પ્રતાપસિંહને તે ખર્ચ કાઢવાનો અર્થ કયાંથી હોય ! પણ તેના વિશ્વસ્ત સરદારોએ તેના માટે રૂડા ઉપાયે જ્યાં. એ સમયે યુરેપ સાથે મેગલ લેકનું પુષ્કળ વાણિ
જ્ય ચાલતું હતું, તેના માટે વેપાર રોજગારને સામાન સુરત વગેરે બંદરે જવા મેવાડમાં થઈ જતું હતું, સરદારે તે સામાન લુટવા લાગ્યા.
હીંદુ મુસલમાનની વચ્ચે ભયંકર યુદ્ધાધિ સળગી ઉડશે. એક તરફ મોગલ સમ્રાટ અકબરનું વિશાળ સેનાદળ, બીજી તરફ એકલે પ્રતાપસિહ, પ્રતાપસિંહ સાથે કેટલાક સરદારો અને છેડા સંનિકો હતા. ઘણું કરી તે સઘળો રજપુત સમાજ અને સઘળું ભારતવર્ષ અકબરના ચરણે નમેલું હતું. એ ચરણે નમેલા બનશીબ રજપુત સમાજને ઉદ્ધાર કરવા, વીર કેસરી પ્રતાપસિંહ મોગલ સમ્રાટ અકબરની વિરૂધે ભયંકર યુદ્ધમાં ઉતર્યો. અકબરના સેના સાગર પાસે પ્રતાપની સેના માત્ર ખોચીયા જેમ હતી.
તે રજપુત વીરોના હૃદયમાં જે મહામંત્ર નિહિત હતો તે સામાન્ય નહોતે, એ મહાસમરમાં ઉતેજીત થઈ, તેઓએ પિતાના દેશ માટે પિતાના પ્રાણે ખુશીથી આપવા સંકલ્પ કર્યો. અજમીરમાં પિતાનું પ્રધાન સેનાદળ મુકી, અકબર, રજપુત કુલ કેસરી પ્રતાપસિંહ સાથે લડવા ઉતર્યો. તેને તે પ્રચંડ યુધ્ધોદમ જોઈ મારવાડરાજ માલદેવ અત્યંત ભય પામે, અને અંબરરાજ ભગવાનદાસના જઘન્ય ઉદાહરણને અનુસરી અકબરની મહેરબાની મેળવવા, તે મોગલ સમ્રાટના ચરણપહલે પડશે. આમ કરી, તેણે પાઠાનસિંહ શેરશાહના હુમલામાંથી બચવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com