________________
૨૪૮
ટેડ રાજસ્થાન.
થયો નહિ. છેવટે રાણાએ કહી મોકલાવ્યું. “જે રજપુત પિતાની બેનને તુર્કીના હાથમાં સોંપી સુકી સાથે ભોજન કરે છે. તેની સાથે, સૂર્યવંશીય બાપ્પારાઓળનો વંશધર શી રીતે એકઠે ભજન કરે,” રાજા માનસિંહ, પિરોજ પિતાના અવમાંનને ભાગી થયે. રાણાએ આવવાનું તેને નિમંત્રણ કર્યું નહોતું. માનસિંહ રાણાની પ્રતિજ્ઞા જાણતો હતો. પ્રતાપસિંહે તેની સાથે સઘળે સંબધ તેડી નાંખે હતો એમ પણ માનસિંહના જણવામાં હતું. ત્યારે માનસિંહે શા સાહસે, રાણાને નિમંત્રણ કરી મોકલ્યું. ટુંકામાં પ્રતાપસિંહ આ વિષયમાં કેવળ નિર્દોષ હતો. અને માનસિંહ, પિતાના અપમાનનું પોતે કારણ હતો.
રાજા માનસિંહ, ખાનપાનને સ્પર્શ કર્યો નહિ. તેણે કેટલુંક અન્ન ઇષ્ટદેવને ઉત્સર્ગ કર્યું અને કેટલુંક પિતાની પાઘડીમાં રાખી ને ત્યાંથી વિદાય થયે. તે આસન ઉપરથી ઉઠો કે પ્રતાપસિંહ તેની સમક્ષ આવી ઉભું રહ્યો માનસિંહનું હૃદય દારૂણ અપમાનથી સંતપ્ત થયું. પ્રતાપસિંહની સામું જોઈ તે બોલ્યા “તમારા ગૌરવસંભ્રમની રક્ષા કરવા માટે અમે અમારા ગરવ સંભ્રમ ઉપર જલાંજલિ આપી છે અને અમારી પુત્રી બેનને મોગલના કરમાં સોંપી છે, પણ કાયમ વિપદમાં છંદગી કાઢવાનો આપને અભિપ્રાય હોય તો તે અભિપ્રાય સફળ થા, મેવાડ ભુમિ આપને હવે હૃદયમાં ધારણ કરશે નહિ. ત્યાર પછી પિતાના ઘોડા ઉપર બેસી પ્રતાપસિંહ ઉપર કુટીલ કટાક્ષ કરી તે બોલે, “હું જે તમારા દપ ચુર્ણ કરી શકુ નહિ તે મારૂ નામ માનસિંહ નહિ”પ્રતાપસિંહે ઘણા સાથે તેને ઉત્તર આપે. “ઠીક ઠીક ! તમારી વાતથી સંતુષ્ટ થયે રણક્ષેત્રમાં તમને હું મળતો ઘણાજ પરિતોષ પામું, તે સમયે પ્રતાપસિંહના એક સેવકે લેષભંજક વચને કહ્યું. જાતિથ્રનો સ્વર્ગવાસ કરી દે યુક્ત છે, ઉદયસાગરના તટ ઉપર જે વાતચિત થઈ તે સઘળી અકબર પાસે નિવેદીત થઈ. માનસિંહનું અપમાન થયું તે પોતાનું અપમાન થયું એમ અકબરે માન્યું. રાણાએ કરેલ ભયંકર અપમાનને બદલે આપવા તેણે યુદ્યોગ કયે આ યુદ્ધાગમાં જે ભયાવહ રણાગ્નિ સળગી ઉઠયે, તેમાં વિકમ કેસરી પ્રતાપસિંહે અમરતા મેળવી. તેથી તે સ્વદેશ પ્રેમીક સન્યાસિઓના આબરૂદાર ઉંચા આસને જઈ બેઠો. તેને પવિત્ર શોણીતથી સિક્ત થયેલ સ્થળ હલદીઘાટ પ્રસિદ્ધ થયું
જ્યાં સુધી મેવાડનું શાસન દંડ એક પણ આશામી શિશદીય વંશના રાજાના હાથમાં રહેશે ત્યાંસુધી વીરપુંગવ પ્રતાપસિંહની પરાક્રમ ગાથા સહુ કેઈન મુખમાંથી બહાર નીકળશે.
દીલીશ્વર અકબરને જેટ પુત્ર, ભારત સિંહાસનનેભાવિ ઊતરાધિકારી સલીમ પહેલા યુદ્ધમાં સેનાપત્યના અધીકાર અભિષિક્ત થઈ, પ્રતાપસિંહના વિરૂધ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com