________________
રાણા પ્રતાપસિંહનું સિંહાસનારોહણ
२४६ વિશાળ મોગલ સેના લઈ યુદ્ધ કરવા ચાલ્યું. રાજા માનસિંહ અને મહોબતખાં યુપયેગી સલાહ આપવા, સલીમની સાથે યુદ્ધ યાત્રામાં ચાલ્યા. પણ વીર કેસરી પ્રતાપસિંહની મદદમાં કોઈ સામાન નહિ ! બાવીશહઝાર રજપુતો અને કેટલાક ભીલવી તેની સહાયમાં હતા. તેના હૃદયમાં અને તેના મદદનીશના હૃદયમાં લડવાને અલૌકિક ઉત્સાહ હતો. એટલી માત્ર મદદથી તે વિશાળ મોગલ સેનાનીસામે લડવા રણાંગણમાં ઉતયે. રાજકીય સેનાદળ પહેલાં તે, કાંઈપણ અટકાવ વિના આરાવલીના બહારના પર્વત પ્રદેશમાં પિઠું, ત્યાંથી તે આરાવલીના પ્રધાનગિરિ પથમાં જઈ ઉભું રહ્યું.
આરાવલ્લીના તેજકુટ માર્ગવાળા દુષ્યવેક્ષ્ય પ્રદેશમાં વીર કેસરી પ્રતાપસિંહ પિતાની સેના સાથે અતિ સાવધાન થઈ ઉભો હતા. તે પ્રદેશ ઉદયપુરથી પશ્ચિમ ભાગે આવેલ છે. લંબાઈમાં તે સ્થળ દશ યોજન હતું. વળી .હોળાઈમાં ઘણું કરી ચાળીસ કેશ હતું. તે સમચતુષ્કોણ સુવિશાળ પ્રદેશમાં કરવ, વનરાજ અને પર્વતમાળા હતી. મુદ્ર શુક નદીઓ તેમાંથી નીસરી તેના વિભાગને વિભુષિત કરતી હતી. તે ગિરિ પ્રદેશના મધ્યબિંદુરૂપે ઉદયપુરને ગણીએ તો અત્યુતિ ગણાય નહિ. ઉદયપુરના જે પડખે થઈ તે પ્રદેશમાં પેસી શકાય, તે પડખામાંજ દુર્ગમ અને વિષમ પર્વત માગી હતી. તે માગ એટલો સાંકડો, કે તેની અંદરથી બે ગાડી સાથે વા સામ સામે ચાલી શકે તેમ નહોતું. તે દુર્ગમ અને વિષમ પ્રદેશમાં ઉભા રહી. ચારે દિશાએ નજર કરાય. તે ચારે દિશામાં અબ્રભેદી ગિરિ પ્રાકાર શિવાય બીજું જોવામાં આવે નહિ, તે પ્રદેશનું નામ હલદીઘાટ. હલદીઘાટના હૃદય શોભી ઉંચા ગિરિવજના પાદ પ્રદેશમાં રાજપુત વીર સાવધાન દષ્ટિથી ચારે તરફ જોતા ઉભા હતા. બીજી તરફ ભીલલેકે ધનુષ બાણ લઈ તે પર્વતની ટોચે મેટી એકાગ્ર દષ્ટિથી ઉભા હતા, તેઓના ચરણના તળેના મોટા મોટા શિલા ખંડ રાશીકૃત પર્વતની ટોચ ઉપરથી તે પથરે કે તે શત્રુને પરાજય થાય.
તે દુર્ગ, હલદીઘાટના ભયંકર ક્ષેત્રમાં વીર પુંગવ પ્રતાપસિંહ, મેવાડના પ્રધાન પ્રધાનવીને લઈ શત્રુની સેનાની રાહ જોતો ઉભું હતું. સંવત ૧૬૩૨ ( ઇ. સ. ૧૫૭૬ ) ના વર્ષમાં શ્રાવણ માસના સાતમા દિવસે રજપુત અને મેગલની સેના પરસ્પર મળી, હલદીઘાટના ક્ષેત્રમાં સંગ્રામ કરવા પ્રવૃત થઈ યુદ્ધ ભયાવહ થઈ પડયું. સ્વાધીનતા રક્ષણ માટે માત્ર આવું યુદ્ધ ભારતવર્ષમાં અને ગ્રીક દેશમાં થયેલું છે. દુધ યવનોના કરાલ ગ્રાસમાંથી મેવાડની સ્વાધીનતા અને ગુઢતાને ઉદ્ધાર કરવા માટે પ્રતાપસિંહના મદદગારો ઉત્તમ ઉત્સાહે ઉત્સાહિત થઈ મેગલ સાથે લડવા લાગ્યા. વીર કેસરી નિર્ભક પ્રતાપસિંહ સિંહ પરાક્રમે સઘળાથી અગ્રસર થઈ યુદ્ધમાં ઉતર્યો, તેનું તે અદભુત સાહસ અને પરાક્રમ જોઈ રજપૂત સામંત સરદારો મેટા જેરથી લડવા લાગ્યા. પ્રતાપસિંહને પ્રયાસ ૩૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com