________________
૨૩૨
ટીડ રાજસ્થાન
જગવત ગાત્રનાદા યાદના અપલાપ થાય તેવું હતુ`. એવી અવસ્થામાં પુત્તનુ‘ જીવન એવું મુલ્યવાન હતુ. જે તેને ઉક્તગેાત્રના મુળ પુરૂષના દાનેાદક આપનારે ગણુતા હતાં. પુત્તની મા વીર જનની હતી. તે પુત્રની જીગન રક્ષા કરતાં ચિતાડની ગારવ રક્ષા અધિક કીંમતવાળી ગણતી હતી. તેણે પીળા કપડા પહેરી. ચીતાડના માટે જીવન આપવાનું તેણે તેને કહ્યું. તે વીરવનીતા અને વીરમાતા હતી. પેાતે પણ વીરસી હતી પુત્રના મૃત્યુ ઉપર વીપુલ જગવત કુળ અનંતકાળના માટે લેાપ પામી જાશે, એવી ચીંતા તેના હૃદયને વ્યાકુળ કરતી નહોતી, પુત્રે માતૃ ભૂમીના માટે જીવનાત્સગ કરવા તે તેને મહામત્ર હતા, એ મહામંત્રથી આસ્વસ્ત થઈ. પાતાના હૃદયનનને રાંગણમાં જીવન આપવા તેણે આદેશ આપ્યા. આદેશ આપ્યા એટલુંજ નહિ પણ તે આદેશ પાળવામાં પાતે પણ ચત્નવાળી થઈ. પેાતાના સુકુમાર અંગે પણ તેણે કઠણ લાખંડ અખ્તર પહેર્યું. વળી અસ્ત્રશસ્ત્ર વીગેરે લઈ રણાંગણમાં લડી જીવનના ત્યાગ કરવાની તેણે ગોઠવણ કરી. તે સમયમાં, તેના હૃદયમાં એક ચિંતાના ઉદય થયા. તેના ઘરમાં પુત્રવધુ ખાળિકા હતી. તેને ઘરમાં રાખી, પેાતાની અને પેાતાના પુત્રની ગેરહાજરીમાં વાંસેથી કૈલવારપતિના શુભ યશ કલિકત થાય એવી તેના હૃદયમાં ચિંતા હતી. પુત્તની વીર જનનીએ તે ખાળિકાને પણ રણુસજ્જાથી સજજીત કરી, આસ્તે આસ્તેતેના સઘળાં અલકાર લઈ તેના સુકુમાર દેહ ઉપર કઠણ લોઢાનું બખ્તર પહેરાવ્યુ, તેના હાથમાં એક શુળ આપી તે વીર ગવે તેની સાથે પર્વત થકી ઉતરી. તેવીર સ્ત્રીનું જ્વલંત ઉદાહરણ અનુસરી અનેક રજપુત મહિલાઓ રસજ્જનથી સજજીત થઈ યુદ્ધમાં ઉતરી તે સઘળીએ શ્રવણ ભયંકર રણવાદ્ય વગડાવતી વગડાવતી યવન સેના સાગરમાં કુદી પડી. ચિતાડના વીરપુરૂષો મુગા થઈ ગયા. વજાહતના જેવા અચળ થઇ સ્તબ્ધ થઇ ગયા. વિસ્મય વિસ્કારીત નિશ્ચળનયને તે તે સ્ત્રીઓના તરફ જોવા લાગ્યા. જેએ કોઇ દીવસ અંતઃપુરની છાયાને છોડે નહી. આજે તેઓ સઘળી મમતા સ્નેહ વીગેરેને છોડી દઇ રણતુરંગ ઉપર બેસી. સ્વદેશના ઉદ્ધાર માટે યવનની વીરૂદ્ધે આવી. વીરવર પુત્તની વીરજનની શુર પુત્રવધુને લઇ ખીજી રજપુત સ્રીઓની સાથે રણાંગણમાં પડી, અનેક યવનેાને કાપી નાખવા લાગી, છેવટે પાપી યવનાના હાથથી આત્મરક્ષણના કાંઇ ઉપાય ન દેખતાં, પાત પેાતાની તલવારના ઘા ખાઇ તે સ્રીઓએ રાંગણે પ્રાણના ત્યાગ કર્યા
પેાતાની પુત્રીઓને, કન્યાઓને, બેનાને, અને વનિતાને, ચિતાડના ઉદ્ધાર માટે, રણક્ષેત્રમાં પ્રાણ આપતાં જોઇ ચિતાડના વીર પુરૂષાએ, સંસારિક સ્નેહ મમતા છોડી, એકદમ ઉન્મત થઇ રણાંગણમાં ઉતરવાને વીચાર કર્યો. તે કુદીને શત્રુની સેના પાસે આવ્યા. વિશાળ મોગલ અનીકીની ઉર્દૂલ સાગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com