________________
રાણા પ્રતાપસિંહનું સિંહાસના રેહણ
૨૪૧
વિરપુજ્ય બાપારાઓળને વંશધર શું યવનની પાસે મસ્તક નમાવે ! સ્વાધીનતા પહારી હીંદુપી પાપીણ સ્વેચ્છ પાસે શું તે અનુગ્રહની વાસના રાખે, તેના અદમ્યઉધોગ પ્રતિરોધ નકરી શકવાથી અકબરે, તેની સાથેસંધી કરવાનાઘણ કહેશે. મોકલ્યા. પણ વીરહુદય પ્રતાપસિંહે તે સઘળા અગ્રાહ્ય કયાં અને તેને કહેવરાવ્યું; “ શું સંધી ! સ્વાધીનતાપહારી મેગલ ચેરની સાથે શું સંધી ! એ સંધિનો, અર્થ કેવો ! તેને અર્થ તે દાસત્વ! તેને અર્થ તો પરાધીનતા કે બીજો ! ” ટુંકમાં તેણે સંધિને પ્રસ્તાવ સ્વિકા જ નહિ. તેના સ્વદેશીય રજપુતેએ, પોતાની બેન દીકરી વિગેરેને મેગલ સમ્રાટને પરણાવી, તેની મોટી મહેરબાની મેળવી હતી. પ્રભૂત બળશાળી તાતારાજ અકબરને સંધિ પ્રસ્તાવ પ્રતાપસિંહે કબુ નહિ. જે રજપુતોએ દીલ્લીશ્વરને પિતાની દીકરી બેન વિવાહમાં આપી, સંબંધ સુત્રે બંધાયા હતા, તેઓની સાથે પ્રતાપસિંહે પિતાનું સંબંધ સુત્ર છેદી નાખ્યું.
ઉંચાપદની આશાથી અને પુષ્કળ ધનની આશાથી અગરજે કે ઘણા રજપુત રાજાઓએ યવનને પક્ષ પકડ્યું હતું, તે પણ નિઃસહાય પ્રતાપસિંહ તેથી નિરાશ થયે નહિ. પ્રતાપસિંહને ઉચું આનુકુલ્ય મળ્યું હતું. પૃથ્વી પાળ હેઈ, પુષ્કળ ધન અને પ્રભનવડે જે આનુકુલ્યને મેળવી શકતા નથી. તે પ્રતાપસિંહ અનુકુઢ્ય પામ્યું. તે આનુકુલ્ય સ્વર્ગીય અને પવિત્ર હતું. તે પવિત્ર હૃદયની સહાનુભૂતિ તેના અનુરક્ત સરદાર અને સામતિએ તે પવિત્ર સહાનુભૂતિ પ્રકાશ કરી હતી. તે આનુકુય આપ્યું હતું. એ સરદારો અને સામંતને પ્રતાપસિંહના હાથથી કાઢી લેવા કુરચરિ અકબરે તેઓને પ્રલેભન દેખાડયાં હતાં, કેટલાકને તેણે પુષ્કળ ધન સંપતિ આપવાનું કહ્યું હતું. કેટલાકને એક એક જનપદના અધીશ્વર બનાવી દેવાનું તેણે કબુલ કર્યું હતું. પણ તેનું સઘળું થઈ ગયું. કે તેના પ્રલોભન ઉપર લાચાયું નહેિ. તે ચંડ પુત્ત અને જયમલ્લના વંશધરો પુષ્કળ વિપતિઓ ભેગાવી પ્રતાપસિંહના પક્ષમાં ઉભા હતા. તેના પક્ષમાં રહી તેઓએ તેનાં હૃદયનાં શોણિત આપ્યાં. '
ચિતડપુરીનું જે કાંઈ સંદર્ય હતું. જે કાંઈ રમ્યત્વ હતું તે મોગલ સમ્રાટ અકબરના વિશ્લેષાનળમાં ભસ્મ થયું. ચિતેડની એવી દશામાં, ચિતડને ભટ્ટ કવિઓ ભૂષણહીન, “ વિધવા રમણ ” ના વર્ણને વર્ણવે છે. જનનીનાપરલોક પ્રાપ્તિ ઉપર શોકાત પુત્ર જેમ શેક ચિન્હ ધારણ કરી સુકુળ પ્રકારનાં સુખ ત્યાગ કરે છે તેમ સ્વદેશ પ્રેમી પ્રતાપસિંહે જનની જન્મભૂમિ પરાધીનતા માટે સઘળાં ગુખો છેડી દીધાં. પ્રતાપસિંહ જે સોનાના અને રૂપાના પાત્રમાં પાન ભજન કરતે, તે પાત્રો તેણે ફેંકી દીધાં. તેના ઠેકાણે વૃક્ષના પત્રના પાત્ર તે
૩૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com