________________
રેડ રાજસ્થાન,
વિષ વન્ડિથી એકલી સ્ત્રી શી રીતે બચી શકે. તે થોડા સમયમાં સરદારોના હાથમાં પડી મરણ પામી.
અકબર ઉપર જય મેળવ્યા પછી ચિતડના સરદારે અને સામતે અંતવિપ્લવમાં મગ્ન થયા. એ અનર્થકર ઘરકજીયાથી રાજ્યમાં મોટી વિશૃંખલતા થઈ ગઈ. ચિતોડની એવી વિશંખલ અવસ્થા જાણી અકબર પિતાને અસહા અપમાનને બદલે લેવા વિષમ વ્યસ્ત થયે. એક વિશાળ સેના લઈ તે ચિતોડની વિરૂદ્ધ આવી પહોંચ્યું. તે સમયે તેની ઉમ્મર પચીસ વર્ષની હતી. તેના શરીરમાં પુષ્કળ બળ હતું, તેના હૃદયમાં પ્રચંડ ઉત્સાહ હતો. તેના અક્ષણ પ્રતાપે, સઘળું ભારતવર્ષ તેના પગ પાસે પડેલું, અનેક દુર્જય કિલ્લાઓ તેના પરાક્રમથી વિધ્વસ્ત થયા. અનેક રજપુત રાજાઓ હાથ જોડી તેની સામે ઉભા રહ્યા, ત્યારે મેવાડ રાજ્ય શા માટે હાથ જોડી ઉભું ન રહે. મેવાડને દપ શા માટે અખંડીત રહે! મેવાડના રજપુતો શા માટે તેની વક્યતા ન સ્વીકારે, મોગલ સમ્રાટની સેના મેવાડમાં પેઠી. ચિતડથી થોડે દુર મોગલ સેનાની છાવણી થઈ. તે સ્થળે મમર પ્રસ્તર નિર્મિત એક ઈંડાકૃતિ સ્તંભ પ્રતિષ્ઠિત છે. તે સ્તંભનું નામ જ “અકબરકા દીવા” એવું છે.
ભટ્ટગ્રંથમાં લખેલ છે જે મેવાડને સર્વ નાશ કરવા ભયંકર ભૂતિ ધારણ કરી જે અકબર ચિતોડ ઉપર આવ્યા તેવામાં કાપુરૂષ ઉદયસિંહ ચિતડ છે ચાલી નીકળે. પણ તેમ થવાથી ચિતડપુરી રક્ષક શુન્ય થઈ નહિ. ચિતેડને અધમ અધીશ્વર ચિતડ છેડી પલાયન કરી ગયે ખરે પણ ચિતોડના નામની એવી મોહિની માયા હતી જે ત્યાંથી સાહસિક અને વિક્રમશાળી રજપુતે નીકળી અકબરની સામે યુદ્ધમાં ઉતર્યા. ભિન્ન ભિન્ન સ્થાનથી સરદાર સામત સેના દળ લઈ ચિતેડ રક્ષવા ઉભા રહ્યા. વીરવર સહીદાસ ચંદાવત્ વંશને હાઈ અનેક તેજસ્વી અને સાહસિક સન્યને લઈ ચિતોડના તેરણદ્વારે ઉભે રહયે. માદેરીયાપતિ રાવત દુદે સંગાવતને લઈ રણાંગણમાં આવી કુદી પડયે દિલ્લીશ્વર મહારાજ પૃથ્વીરાજના બે વંશધરે ઉત્સાહ સાથે રણાંગણમાં ઉતર્યો. તે સઘળા જનપદ મેવાડના શાસનાધિત હતા એ શીવાય અનેક વિદેશીય રજપુત મેગલ સમ્રાટની સામે ચિતેડમાં આવ્યા હતા. તેઓમાં દેવલપતિ વાઘજીને વંશધર. ઝાલેરપતિ શનિગુરૂરાવ, ઈશ્વરદાસ રાઠોડ. કરમચાંદ કચ્છવાહ વિગેરે વિશેષ પ્રસિદ્ધ હતા.
હીંદુ મુસલમાનનું ઘર યુદ્ધ ચાલ્યું, ભીમ પરાક્રમવાળા યવન સૈનિકે. એ શ્રવણ ભરવ વિનાદ કરી રણભૂમિને કંપાવી ઉત્કટ જયનાદે ચિતેડના સૂર્યદ્વારના સુખ
મહાત્મા ટોડ કહે છે જે તે સ્તંભ હાલ પુણવયે વિરાછત છે. તે ઉચે ત્રીશ ફીટ છે. નીચેથી તે ઉપર જવા તેના માટે પગથીયાં છે. તેમાં એક મોટા પાત્રમાં દીવો થતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com