________________
૨૨૮
ટેડ રાજસ્થાન, 5.
રાજધર્મ વિહીન અકર્મણ્ય ઉદયસિંહના હાથમાં મેવાડને શાસન દંડ અર્પિત છે. બાપા, સમરસિંહ હમીર વિગેરે રાજનિતિજ્ઞ રાજાઓએ જે શાસન દંડ હાથમાં લઈ મેડની આબાદી કરી હતી, આજ તે મેવાડે મૂખ અધમ કા પુરૂષ ઉદયસિંહના હાથમાં પાણું. ઉદયસિંહના રાજ્યમાં મેવાડનાં, દુઃખ વધી ગયાં. શિશોદિવ્ય કુળની અધિષ્ઠાત્રી દેવીએ પ્રતિજ્ઞા કરેલી હતી જે બાપ્પારાઓળના વંશધરો જ્યાં સુધી તેની આજ્ઞામાં રહેશે ત્યાં સુધી તે ચિતેડપરી છોડી જાશે નહિ. બાપારાઓળના વંશધરે ત્યાં સુધી તેના તૃપ્તિ વિધાન . માટે પોતાના શેણિત તેને આપણે ત્યાં સુધી તે ચિતોડપુરી છેડી જાશે નહી.
આ ત્રીજીવારના ચિતોડનાઘેર સંકટમાં કયા રજપુત આવી ચિતોડને ઉદ્ધાર કરે ! અકબરના વિરૂદ્ધ કઈ ચિતોડમાંથી નીકળ્યું નહિ, કોઈએ ચિતેડની રક્ષા કરી નહિ. તે ભીષણ રંગ સ્થળમાં આવીને કેઈ ઉભું રહ્યું નહિ. ટૂંકામાં ચિતોડને દારૂણ અધઃપાત થયે. ચિતોડને સ્વાધીનતા સૂર્ય કાયમ માટે અસ્ત પામ્યું. તે મેહ કરી મહામાયા કયાં ચાલી ગઈ. જે ગુઢ ભાગ્ય સૂત્રથી ચિતડ રાજ શાસન સાથે ગિતહોટ કુળ બંધાએલ હતું. તે ભાગ્ય સૂત્ર કાયમ માટે તુટી ગયું. જે મહાદેવીએ, નિદ્રિત સમરસિંહને જગાડને ગભીર નિશીયકાળે કહ્યું હતું જે હીંદુનું ગૌરવ લુપ્ત થયું છે, જે મહાદેવી, ચિંતાકુળ લમણસિંહના સમક્ષ આવી બોલી હતી જે “બાર રાજબળિ માગું છું.” તે મહાદેવ, આજ ચિતોડને કીલે છોડી ચાલી, તેની સાથે રજપુત જાતીની વીરતા દેવી પણ અંતહિત થઈ.
જે ચિતોડ અજેય થઈ લોકમાં પ્રસિદ્ધ હતું. આજ તે અજેય પણ વિલય થયું, તે ચિતડ આજ ધણી વિનાનું થઈ ગયું, સ્વાધીનતા અને રાજ ગૌરવનું 'લીલા નિકેતન જે ચિતોડ હઝાર વર્ષથી ભારતની બીજી સમૃદ્ધ નગરીના શિષ રથાને જઈ બેઠું હતું. તે ચિતોડ આજ વન્યસ્થાપક કુળનું નિવાસ સ્થાન થઈ પડ્યું છે,
અકબરે, ચિતડ ઉપર બે યુદ્ધ યાત્રા કરી, પણ ફેરીસ્તા ગ્રંથમાં તેની એક યુદ્ધ યાત્રાનું વર્ણન છે, જે હુમલાથી ચિતોડને કેવળ સર્વનાશ થયો છે તે હમલાનું વિવરણ ફેરીસ્તામાં છે. પણ જે યુદ્વયાત્રામાં અકબર દલિત પરાજીત અને વિફળ મને રથ થયે છે તે યુદ્ધ યાત્રાનું તેમાં વર્ણન નથી. પરાજયરૂપ અવમાનનાથી પિતાનારાજે ચક્રવર્તીને ઉદ્ધાર કરવામાટે મુસલમાન ઇતિહાસલેખકેતે ઘટનાનેલેખ કર્યો નથી, ભટ્ટ ગ્રંથમાં અકબરના પહેલા હુમલાનું વર્ણન છે. ઉદયસિંહની વીર ઉપપત્નીના વિક્રમે અને બાહુબળેદિલીવરને તે પહેલા હુમલાને ઉદ્યમ નિષ્ફળ ગયે. સમ્રાટ અકબર, પિતાની વિચિની કે ચિડ ઉપર. આ કાપુરૂષ રાણો પહેલાં તે તેને હુમલે રોકવા સાહસો થયા નહિ. સરદારની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com