________________
. ૧૭૪
ટડ રાજસ્થાન.
બાઈને પર હતો મીરાંબાઈ રૂપ લાવણવતી અનેધમનુરાગિણી રજપુતાણી હતી. એ સઘળા ગુણેમાં તે સમયની કઈ રાજકુમારી તેની સમાન નહોતી. મીરાંબાઈ પરમ વિદુષી હતી. કવિતા રચનામાં તેની અપુર્વ સત્તા હતી. તેણે કૃષ્ણ વિષયે અનેક સારગર્ભ કવિતા રચેલી છે. વિષ્ણુવિષચક, તેની કવિતા હોઈ વૈષ્ણ
માં વિશેષ સમાદત છે. હાલ પણ અનેક રાજકુળમાં કાવ્યાનુરાગિ, મીરાંબાઈની કવિતા બલાતી સંભળાય છે આજ અનેક વૈષ્ણ, તેની કવિતાનું ગાન કરતાં પ્રેમાનંદે પુલક્તિ થઈ પડે છે. વિદ્વાને તેની કવિતા રચના શક્તિની સારી પ્રશંસા કરે છે. રાણે કુંભ પણ કવિ હતા. મીરાંબાઈ રાણા કુંભ પાસેથી કવિતા રચનાશક્તિ પામી કે રાણે કુંભ મીરાંબાઈ પાસેથી કવિતા રચવાની શક્તિ પાપે તે બાબતમાં કાંઈ નિશ્ચિત કહેવાતું નથી. ધર્મનિષ્ટ વિદુષી મીરાંબાઈની જીવની પ્રકૃતિ ઉપન્યાસના સેંદર્ય ભરેલી છે. યમુનાપુલિનથી તે દ્વારકાપુરી સુધી ભગવાન શ્રી કૃષ્ણનાં જેટલાં મંદિર છે, તે સઘળાં મીરાંબાઇએ જોયેલાં છે. એવા પુરૂષ સુલભ્ય
વ્યવહારથી, તેના ચરિત સંબંધે જુદી જુદી જાતની કલંક કહાણી કહેવાતી સંભ ળાય છે. પણ તે સઘળી કલંક કહાણુઓ જુઠી અને તેને પવિત્ર ચરિતને અગ્ય છે.
રાણે કુંભ, વીર અને પ્રેમિક હતે. આદિરસના અને વીર રસના અપુર્વ મિશ્રણથી તેનું હૃદય ભરેલું હતું. રાણાએ એક રજપુત કુમારીનું અપહરણ કર્યું હતું. ઝાલાવાડ જનપદના એક અધિપ સરદારની તે પુત્રી હતી. કુંભના એ દુવ્યવહારથી શિશદીય અને રાઠોડ રજપુત વચ્ચેનું એકતાસૂત્ર તુટી ગયું. ફરી બને વંશો વચ્ચે પ્રાચીન વેરભાવ ઉદ્દીપિત થયે. અપહરણ કરેલ રાજ પુત્રી પહેલાં એક રાઠોડ સરદારને આપી હતી. પ્રેમવિમૂઢ રાઠોડ સરદારે પોતાની જીવન શ્રેણિને મેળવવા અનેક ચેષ્ટા કરી પણ તેના દુર્ભાગ્યવશે તે વિફળ નિવડી. તે પણ તેણે તે ખુબ સુરત પ્રાણક્ષિણની આશાને જલાંજલિ આપી નહિ. કાયમ મુંદરના મહેલના મધ્યના એક એકાંત ચુંબરમાં બેસી તે તે સુંદરીના ખુબસુરત પણાનું ધ્યાન કરતો હતો. એક સમયે તે અધીર થઈ પડયે તો પણ તેણે તે મોહ કરી ચિંતાને છોડી નહિ. રાત્રી દીવસ તે કુંભ મેરૂના મહેલ તરફ જોયા કરતે હતે. ઝાલાવાડ રાજકુમારીએ રાજપુત્ર રાઠોડને પહેલાંથી હદય આપ્યું હતું, મોટા કુળમાં તેને વિવાહ થયે. પણ તે બાલ્યપ્રણ્ય ભુલી ગઈ નહોતી. તેના બાપે તેને, અનર્થકર અથલેભને વશ થઈ પ્રણયપાત્રના એક પ્રચંડ પ્રતિદ્રઢીના હાથમાં સોંપી. તેણે દુહિતાના સુખ દુઃખને વિષય જ નહીં રજપુત કુમારી પણ ચિંતામાં નિમશ થઈ પોતાના અદૃષ્ટને હઝારે ધીક્કાર આપવા લાગી. એ રીતે ઘણા વર્ષો વ્યતીત થયાં. વિરહ વિધુર રાઠેડ રજપુત હઝારે પ્રયત્નોથી પણ પિતાની ચિતવિનેદીનીને પાપે નહિ. એકવાર તે કુંભ મેરૂના પશ્ચિમના પડખે રહેલા નિબિડ અરણ્યના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com