________________
૧૮૮
ટોડ રાજસ્થાન. શ્યમાં તેના સિનિક અને ઘોડાઓ સંતપ્ત થયા. સૂર્યમલ્લ એકવાર તે ગંભીર પ્રદેશમાં રાત્રીએ સારંગદેવની સાથે બેશી અગ્નિ સેવન કરતો હતો તેની સાથે યુદ્ધ વિષયક વાત ચલાવતા હતા તે સમયે અસંખ્ય ઘેડાના ચરણના અવાજ અને હિષારવ તેઓના સાંભળવામાં આવ્યાં તે સમયે સૂર્યમલ સારંગદેવની સામે જોઈ છે. હવે કેઈ નથી. ! આ પૃથ્વીરાજ આવે છે એટલામાં વીરવર પૃથ્વીરાજ પિતાના દળ બળ સાથે ત્યાં આવી પહોંચ્યા થોડા સમયમાં મટી ગડબડ થઈ ઉઠી અસ્ત્રના ઝણકારથી અને શુરવીરતાના નાદથી વનભૂમિ કંપિત થવા લાગી. પૃથ્વી રાજે છલંગ મારી કાકા પાસે આવી કાકા ઉપર હુમલો કર્યો તેના માત્ર એક આઘાતથી સૂર્યમલ્લ પૃથ્વી ઉપર પડત પણ સારંગદેવની રક્ષાથી તેમ થયું નહિ. સારંગદેવે તીરસ્કાર સાથે પૃથવીરાજને કહ્યું “હાલ તે અગાઉના વીશ અસ્ત્રાઘાત કરતાં એક મુષ્ટિને આઘાત અધિક છે. તે સમયે સૂર્યમલ્લ યુદ્ધમાં ઉતરી શકે નહિ યુદ્ધ બંધ રાખવાનું કહી તે નમ્ર વચને પૃથ્વીરાજને બોલ્યો “ દીકરા ! અગર જો કે હું મરણ પામું તે પણ મને કાંઈ નુકશાન નથી. મારા પુત્ર રજપુત છે દેશમાં લુટ ફાટ કરી, તેઓ પોતાની જીવિકા ચલાવશે પણ તારે નિપાત થાશે તે ચિતોડની કેવી દશા થશે. તેમ થવાથી મને કલંક બેસશે. હું પછી કોઈની પાસે શું મુખ દેખાડું, મારા નામ સાથે કાયમ અપયશ ગુંથાયે રહેશે. .
યુદ્ધ અટકી ગયું કાકાએ અને ભત્રીજાએ પોતપોતાની તલવાર મીયાનમાં નાંખી થોડા સમયના માટે કઠોર પ્રતિધ્વંદ્વીતા તેઓ ભુલી ગયા ત્યાર પછી પૃથ્વીરાજે પિતાના કાકાને ધીર નમ્ર વચને પુછયું. કાકા! જ્યારે હું આવ્યું ત્યારે તમે શું કરતા હતા? સૂર્યમલ્લે નેહ સાથે ઉત્તર આપે–દીકરા ! શું કરીએ અનર્થક ગપ મારી
વાત કહાડતા હતા. પૃથ્વીરાજ–મારા જે શત્રુ તમારે માથે ગાજે છે તે શીરીતે તમે નિ
* શ્ચિંત રહી રાત્રી દીવસ કહાડે છે. સૂર્યમલ–દીકરા ! તે મને નિઃબલ કરી દીધે જ્યાં ત્યાં માથું મુકવાનું
સ્થળ જોઈ ત્યાં રહી નિશ્ચિત રહું છું. ત્યાર પછી બંને ક્ષત્રિએ થોડો સમય મુંગા રહ્યા સિન્ય, સામંત વિગેરે રણશ્રાંતિ દૂર કરવા ગોઠવણ કરવા લાગ્યા. થોડા સમય પછી પૃથ્વીરાજે સૂર્યમલ્લને કહ્યું કાકા ! મેં સાંભળ્યું છે જે આ સ્થળની પાસે કાળીકા છે તે જાગતી જેધ છે. મનમાં મેં સ્થિર કર્યું છે જે આવતી કાલ ત્યાં જઈ જગજનનીની પુજા કરીએ. તમે મારી સાથે આવશે. અથવા તમે ન આવે તો સારંગદેવને મેકલશે.
રાયમલ્લે થડે સમય વિચાર કરી કહ્યું બચ્ચા ? શરીર અત્યંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com