________________
રાણું સંગ્રામસિંહનું સિંહાસનારે પણ. ઈ.
૧૯ દીવસ ચાલ્યા ગયા પણ કાંઈ ફળદય થશે નહી. પછી બાબરે તુચ્છ માનવી શક્તિને ભરૂસ છોડી દીધું. અને એંશી ક્ષમતાનું આખુલ્ય મેળવવાની આશામાં આત્મકૃત પાપરાશિનું પ્રાયશ્ચિત કરવાને તેણે સંકલ્પ કર્યો. તે પ્રાયશ્ચિત કેવી રતનું સંસાબિત થયું તેનું વિસ્તૃત વિવરણ, બાબરની આત્મજીવનમાં સુંદર ભાવે પ્રકટીત થયેલ છે.
વિધિપૂર્વક પ્રાયશ્ચિત થયું. બાબરે મનમાં વિચાર્યું છે તેનું અભિષ્ટ સિદ્ધ થાશે પણ તેથી વિપરિત નીવડ્યું “હવે હું સુરાપાન નહિ કરું” એમ કહી તેણે સુરાપાનના પાત્રો જમીન ઉપર ફેંકી દીધાં. તેથી તેના સૈનીક માણસે વિશેષ અનુત્સાહમાં આવ્યાં. તેઓ યુદ્ધક્ષેત્રમાં અગ્રેસર થયાં નહિ, ત્યારે તેઓને ઉત્સાહિત કરવાને બાબર પાસે કોઈ રીતને ઈલાજ રહ્યો નહિ. છેવટે ઈસ્લામ ધર્મની દોહાઈ આપી, તેઓને ઉત્તેજીત કરવા તે ચેષ્ટા કરવા લાગ્યા. પિતાનું હૃદય અગર જો કે નિરૂત્સાહ હતું તો પણ પુરૂષચીત સાહસ અને ઉત્સાહ પકડી તેજસ્વિ ભાષણ કરી, નિસ્પૃહતાથી સિની કેને છેડે છેડે તે ઉત્તેજીત કરવા લાગ્યો. જ્યારે તેણે જાણ્યું જે સેનીકોને નિસ્પૃહ ભાવ કમે કમે દૂર થયે. ત્યારે તેણે પ્રત્યેકના હાથમાં કુરાનની પિોથી આપી મેઘ ગંભીર સ્વરે કહ્યું “પ્રતિજ્ઞા કરે” કુરાનને સ્પર્શ કરી ઈશ્વરના નામે શપથ કરી બેલે. “બને તે જય લાભ કરવો નહિ તે રણસ્થળે પ્રાણ છેડી દેવા,” સઘળાના હૃદય ઉત્સાહિત થઈ ગયાં. સઘળા બાબરના પ્રસ્તાવ સંમત થયા. ઉત્સાહથી તેઓ ભીમનાદ કરી ઉઠયા. સૈન્યને ઉત્સાહ જોઈ બાબરે સેનાનિશ તોડી નાખે ક્ષણ માત્ર વિલંબ ન કરતાં, તે સૈનીકે સાથે આગળ વધે, પણ તે વધારે આગળ વધી શકે નહિ, રણોન્મત્ત રજપુત ટોળે ટોળે આવી તેની તોપોની સંમુખ થઈ તાતાર સેનીક ઉપર હુમલો કરવા લાગ્યા.
બાબરને તે સ્થળે સેનાનિવેશ કરવાની ફરજ પડી બાબરે પિતાની આવસ્થા તે સમયે નિરાપદ ગણિ નહિ. બાબરે પિતાની તપ, સુશૃંખલામાં ગોઠવી દીધી. તેનું વિશેષ ભાગ્ય થઈ પડ્યું જે સંગ્રામસિંહે બાબર ઉપર તેવી અવસ્થામાં હુમલો કર્યો. વિપન્ન શત્રુ ઉપર હુમલે કરવો એ સંગ્રામસિંહ જેવા વિર પુરૂષને
ગ્ય નહોતું. તેવી રીતથી હુમલો કરવામાં સંગ્રામસિંહનું મોટું અનિષ્ટ થયું. તેણે બાબરને વિપન્ન થયેલે જાણે યુદ્ધ કાર્યમાં વિલંબ કરવા માંડી તેથી જ તેને સર્વ નાશને માર્ગ મોકળો થયે. તેથી જ તેના દુશ્મને ક્રમે ક્રમે બળવાન થઈ ગયા, સંગ્રામસિંહનું સિન્ય આળસ અનાદર અને ઉપેક્ષામાં રહ્યું, ઉદાર હદય સંગ્રામસિંહે. તેના સેન્યની તે ગતિ જોઈ નહિ, સંગ્રામસિંહને સંપૂર્ણ વિશ્વાસ હતે જે શત્રુઓ સેગણ આયોજન કરશે પણ રજપુતો પ્રાણ આપી યુદ્ધ કરવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com