________________
રાણા સંગ્રામસિંહનું સિંહાસના પણ ઈ.
૨૦૯ પણ યમરાજ જેવા કેટલાક રજપુત જીવિત હતા, જ્યાં સુધી દેહમાં પ્રાણ હોય
જ્યાં સુધી નસેનસમાં લેહી વહે ત્યાં સુધી પ્રાણથી પણ વિશેષ ગણી ચિતડપુરીને યવનના કબજામાં જવાદે તેવા તે નહતા. જોતા જોતામાં વિરવર દુગરાવ, સતુ, દ૬, કેટલાક સૈનિકે અને સામંતો સુરંગના મુખ ઉપર આવી ઉભા રહ્યા. અચળ અટલ અને દુદય હિમાલય પર્વત જેવા થઈ તેઓ ત્યાં ઉભા રહ્યા. તેઓના દેહમાં જ્યાં સુધી જીવન હોય ત્યાં સુધી ત્યાંથી તેઓને કઈ ખસેડે તેવું ન હતું, ભયંકર પરાક્રમ વાળા યવને તે દીશા તરફ ધસ્યા. પણ વિરવર દુગરાવ અને તેના સંગી સેનિ કેની સંપૂર્ણ ચેષ્ટાથી યવનેને મનેરથે વ્યર્થ ગયે. પણ થોડી સંખ્યા વાળા રજપુતો, બહ સંખ્યાવાળા યવનેને શીરીતે અટકાવી શકે? વિસ્મય કર યુધ્ધ કરી યવનોને હેરત પમાડી છેવટે તેઓ તે કીટ્ટાના તુટેલા અંશ પાસે પડયા. રણન્મત યવનએ સિંહનાદ કર્યો અને તીવ્ર વેગે તે તુટેલા ભાગ પાસે આવી પહોંસ્થા. અકસ્માત્ સઘળું સ્તબ્ધ થઈ ગયું અકસ્માત્ સઘળાની મંત્રથી રૂદ્ધ ઔષધી ભુજંગની જેમ સઘળું સ્થિર થઈ ગયું. તેઓએ જોયું કે એક છુટાકેશવાળી ભીમરૂપિણે રજપુત ગ્રી યોદ્ધાના વેશમાં પ્રચંડ ઘોડા ઉપર બેસી ત્યાં આવી.
તે રજપુત સ્ત્રીનું નામ જાહરબાઈ–રાઠોડ કુળમાં ઉત્પન્ન થયેલ, શિશદીય રજપુતની રાજ મહીષી હતી. વીર નારી નરહરબાઈ રણચંડી વેશે, તે દ્વાર રોકી ઉભી રહી. કુમે યવનોને આગળ આવતા જોઈ વીરનારી તેઓની સામે થઈ. તેના હાથના ભાલાના દારૂણ પ્રહારે અનેક યવનવીરો ભૂતળશાયી થયા. પણ સઘળું વૃથા ગયું, દેખતાં દેખતાં યવને ભીમ વેગે આવી તેના ઉપર પડયા. તે પણ વીરેંદ્રા રજપુત રા કઈ રીતે નિરૂત્સાહ થઈ નહિ. તે યવનોની સાથે પ્રાણ આપી ચેષ્ટા કરવા લાગી. આજ આર્યનારી એકલી માત્ર થોડાજ મદદગાર સાથે હતી. પ્રચંડ વીકમવાળા યવન સાથે યુદ્ધ કરવા લાગી. દુરે બહાદુરશાહ, હાથી ઉપર બેસી, વિસ્મય વિસ્ફારીત નેત્રે. તેનું યુધ્ધ જેતો હતો. રજપુતાણનું અદભૂત વીરત્વ જોઈબહાદુરશાહ ચમકી ઉઠયે. આ શું શકિત સ્વરૂપે દનુજને દળવા આવી ! પણ સઘળું નિષ્ફળ ગયું. છેવટે ચિતડ રક્ષાને કોઈ ઉપાય ન દેખતાં વીરનારી જરહરબાઈ પિતાના ઘોડાને તીવ્ર વેગે ચલાવી શત્રુના દળમાં પડી, અને દેશના કલ્યાણ માટે પિતાના જીવને તેણે ઉત્સગ કર્યો,
મહાશકિતની શકિત વ્યર્થ થઈ ગઈ! આજ ચિતોને શુભ ગ્રહ નથી આ સંકટમાં હવે ચિતોડપુરીની કોણ રક્ષા કરશે ! સરદારોએ, તે સમયે એક વાર ચિતોડના ભવીષ્યભાગ્યગગન તરફ જોયું. તેઓને માલુમ પડયું જે હવે ચિતોડની આશા નથી. જાણે ચિતોડના ઊંચા કિલ્લા ઉપરથી કોઈ બેલતું હોય તેમ લાગ્યું જે “ રાજબળી આપવાની ગોઠવણ કરો” સરદાર લોકો હતાશ ૨૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com