________________
રાણા સંગ્રામસિંહનું સિંહાસન પણ. ઈ.
૨૧૩ રાણે વિક્રમજીત ચિતેડના સિંહાસને ફરી બેઠે. બેહદ દુઃખ કષ્ટ વેદના ભોગવી તેણે પોતાનું રાજ્ય મેળવ્યું. પણ તેથી તેના ચરિત્રમાં કોઈ ફેરફાર થયે નહિ. ઘેર સંકટમાં પડવાથી પણ તેને જ્ઞાન આપ્યું નહિ થોડા સમયમાં તેને કઠોર ભાવ ફરી ઊઠ્ઠીપિત થશે. તે પિતાના સરદારે ઉપર અત્યાચાર કરવા લાગ્યો.
કેમે તેની દુષ્ટવૃતિ એટલી વધી ગઈ જેને પિતાની પદમર્યાદા ભુલી જઈ પ્રકૃતપશુના જે વ્યવહાર કરવા લાગે. જે કરીમચાંદે, તેના પિતાને વિપદ કાળમાં આશ્રય આપે હતું. જે વાદ્ધક્ય અવસ્થામાં આવી આ જગતમાંથી વિદાય થવા તૈયાર હતો. તે વૃદ્ધ સર્વ સંમાનાઈ કરીમચાંદને તેણે સભા સ્થળે પ્રહાર કર્યો એ અન્યાય અને અસભ્ય અવમાનનાથી કેવળ તપ્ત થઈ સભા સીન સરદાર, પોતપોતાના આસન ત્યાગ કરી ચાલ્યા ગયા. તેમાં સામંત શિરોમણી ચંદાવત્ વીર કર્ણ જીએ ઉઠતી વખતે સઘળાને અને રાણાને કહ્યું. ભાઈઓ, આજ સુધી આપણે માત્ર પુષ્પ સુંઘતા આવ્યા છીએ. હવે આપણે તેના ફળનું આસ્વાદન કરીએ છીએ, ત્યારે અપમાનિત કરીમચાંદ છે “ આવતી કાલે તેના ફલને સ્વાદ મળશે.” તે સઘળાએ સભાને છેડી દીધી.
રાજા, રાજપુતને આરાધ્યદેવ-રાજા બાળક હેઈને પણ રજપુતો પાસેથી દેવભાવની પૂજા પામે છે. તે તેઓના પવિત્ર ગ્રંથનું મહા વાક્ય છે. એ મહા વાક્યની અવહેલા તેઓ કરેતે તેઓના આ લેકના અને પરલોકના સુખના માર્ગમાં કાંટા પથરાય છે. અગર કે રાજા દુરાચારી હોય, અગર કે તેનાથી રાજ્યનું અનિષ્ટ થાતું હોય તે પણ તેની પ્રજા, તેને સામાન્ય માનવન ગણતા અસાધારણ દેવ ગણે છે. રજપુતના વિધાન ગ્રંથમાં એવા ઘણા દાખલા મળી આવે છે.
રેષપરિતત સરદારે રાજસભા છે પિતાના ઘેર આવ્યા. તેઓ વીરવર પૃથ્વીરાજની ઊપપત્રિીના પુત્ર વનવીર પાસે ગયા. તેને સઘળો વિષય તેઓ એ જાહેર કર્યો. તેને ચિતેડના સિંહાસને બેસારવાનું તેઓએ તેને કહ્યું. વનવીરે, પહેલાં તેઓને પ્રસ્તાવ કબુલ કર્યો નહિ. રાજાને પદષ્ણુત કરી, તેના ઠેકાણે સિહાસને બેસવાનું તેને અનુચિત લાગ્યું. પણ મેવાડની ચાલતી અવસ્થાને વિષય તેણે સારી રીતે ધ્યાનમાં લીધે ત્યારે તેણે જોયું કે સરદારના કહેવા પ્રમાણે ન કરવાથી મેવાડનું પુરૂં અનિષ્ટ થાશે. ત્યારે તે ચિતડ સિંહાન ગ્રહણ કરવા સંમત થે. હતભાગ્ય વિક્રમજીત સિહાસન ભ્રષ્ટ થયે. એ ઘોર અપમાન પછી થોડા સમયમાં તેના જીવનનાટ્યની જવનીકા પી. વનવીર ચિતોડના સિંહાસને બેઠે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com