________________
૨૦૦
ટર્ડ રાજસ્થાન.
કસર રાખશે નહિ, તે વિશ્વાસ સંગના પક્ષમાં કાળરૂપ થયે, એ વિશ્વાસના ઉપર આધાર રાખી તે ઉત્સાહ સાથે અપેક્ષા કરતા હતા. એટલામાં સંધિપ્રસ્તાવ લઈ બાબર પાસેથી એક દૂત તેની છાવણીમાં આવ્યું. સંગે તેને આદરથી ગ્રહણ કર્યો. પણ તેના આવવાનું પ્રકૃત કારણ તે સમજી શકો નહિ જ્યારે તે સંધિને પ્રસ્તાવ કર્યો, ત્યારે સંગ્રામસિંહ અતિશય વિસ્મિત થયે. તેણે કઈ સમયે ધાર્યું ન હોતું, જે બાબર સંધિને પ્રસ્તાવ કરશે. તેણે દૂતને પુછયું “ તમારો સામ્રાટ શા શા નિયમથી સંધિની પ્રાર્થના કરે છે ” દ્વતે વિનમ્ર વચને કહ્યું “તે આપની ઉપર નિર્ભર કરે છે. શિલાદિત્ય નામને એક તયાર રજપુત રાઈસેનના શાસન કર્યું નિજીત હતે સંગ્રામસિંહ તેના ઉપર અત્યંત પ્રીતિ રાખતો. અને પ્રોજનીય કાર્ય સંપાદન કરવા તેની તે સલાહ લેહ સંધિ બંધનના સમયે રાણાએ તેને બોલાવ્યો. અને શા શા નિચમે, સંધિ સ્થાપવો એ બાબતમાં તેની સાથે તેણે વિચાર કર્યો. અનેક તર્ક વિતર્ક થયા પછી સ્થિર થયું જે દિલ્લી અને તદંતભુક્ત પ્રદેશ બાબરના કબજામાં રહે અને બીયાનાની પ્રાંતવાહિની પીલાખાલ નદી, મેગલ રાજ્ય અને મેવાડ રાજ્યની સીમા તરીકે રહે. અને તે સિવાય રાણાને, બાબર, પ્રતિ વર્ષ અમુક રકમને કર આપે ” બાબરના જીવનવૃતમાં આ વિષથ પ્રકટિત નથી. તે હકીક્ત આપણને ભટ્ટ ગ્રંથે થકી મળી આવે છે, એટલે કે તે વૃત્તાંતને અનેક લોકો અવિશ્વાસ્ય ગણે છે, ટુંકામાં તે સંધિ સ્થિરીકૃત થયે નહિ. એક સ્વદેશ વૈરી સજાતીય દ્રોહી વિશ્વાસ ઘાતક નરાધમના કુટિલ દૂરાચરણથી તે સંધિ સંબદ્ધ થયે નહિ, તે નરાધમ વિશ્વાસ ઘાતક સજાતી દ્રહી તયારવંશીય રજપુત શિલાદિત્ય.
બાબરે જે સંધિ કરવાને દૂત મોકલ્યો હતો, તે સંધિ સ્થિરીકૃત થયે નહિ. એટલે કે બંને સેનાદળ યુદ્ધ માટે તૈયાર થયું. ૧૬મી માર્ચે યુદ્ધ ઘોષણા પ્રચાર કરી, રજપુતો ટોળાબંધ સુશંખળભાવે, પ્રચંડ વિકમ સાથે અગ્રસર થઈ તાતાર સેનાની દક્ષિણ બહુ ઉપર હુમલો કરવા લાગ્યા અને દળ વચ્ચે, લાંબો સમય યુદ્ધ ચાલ્યું. રણોન્મત તુરંગ માતંગ વગેરેના ભયાનક અવાજથી રણસ્થળ કંપિત થયું, મધ્ય મધ્યે તોપના અવાજ ગગન મંડળમાં જઈ તે ભૂમિને વિકપિત કરતા હતા, તોપના ધુમાડાથી રણાંગણ ગાઢ અંધકારથી છવાઈ ગયું. તે અંધકારને ભેદી તોપના ગોળાઓ રજપુતે ઉપર પડવા લાગ્યા. ગોળાઓના ભીષણ પ્રહારથી હઝારે રજપુત વીર યુદ્ધ સ્થળે પડયા. તે પણ રાણે સંગ્રામસિંહ નિરૂત્સાહ થયે નહિ, યવનેના ગળાના પ્રહારે, તેના અનેક સવારે મરણ પામ્યા.
ગ્રામસિંહ મહોત્સાહ સાથે શત્રુદળનો વ્યુહ ભેદી નાંખવાના અભિપ્રાયે ભીમ વિકમે અગ્રેસર થયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com