________________
ટોડ રાજસ્થાન.
૧૯૦
નિષ્ઠુર અને અવૈધ આચરણ કરતા હતા.
કાઇ કાઈ વાર, તે તેના ઉપર ગાળના વરસાદ વરસાવતા હતા. કોઈ કાઇ વાર તેને તે પ્રહાર કરતા હતા. કાઈ કોઈ વાર તેનેતે, પૃથ્વી ઊપર ધુલિ શય્યામાં સુવાડી રાખતા હતા. રાજનદિનીનું આટલું બધુ દુઃખ જોઇ દુરાચાર પ્રાભુરાયનુ હૃદય, દયા પ્રવણ થાતું નહિ. સુકુમારી રજપુત પુત્રી અનેક અનુનય વિનય કરતી હતી. કુપથ થકી પ્રાણપતિને ફેરવવા અનેક ચેષ્ટા કરતી હતી. પણ સઘળુ તેનુ નિષ્ફળ ગયું. તે કોઈ પણ ઇલાજથી તેને, દુગમાંથી ફેરવી લાવવા સમર્થ થઈ નહિ. છેવટે લાઈલાજ અને લાચાર થઇ સઘળી હકીકતના એક પત્ર તેણે પૃથ્વીરાજને લખ્યા.
પ્રિયતમ બહેનનો પત્ર પૃથ્વીરાજે આદ્યાપાંત વાંચ્યા. તેનું હૃદય એકદમ નિદારૂણ દુઃખ અને ક્રોધથી ભરાઈ ગયું. દુત પ્રાભુરાયના દુરાચરણનું ઉપયુકત પ્રાયશ્ચિત કરાવવા, તે શીરાઇ તરફ ચાલ્યા, અડધી રાત્રીએ અનેવીના મહેલ પાસે પહોંચ્યા. પ્રવેશદ્વાર બંધ હોવાથી, પૃથ્વીરાજનીસરણીની સહાયે મહેલને પ્રાચીર ઓળંગી પ્રાભુરાયના શયનાગારમાં પેઠા. શયનાગારમાં પેસી તેણે, પોતાની પ્રિયતમ બેનની શોચનીય દશા જોઈ. તેણે જોયુ કે તે પૃથ્વી ઉપર સુતી છે. તેની આંખમાં નિદ્રા નથી, મુખ ઉપર લાવણ્ય નથી. રજપુત બાળા અનગળ રૂવે છે, સ્નેહમય ભ્રાતાને પાસે આવેલા જોઇ, સરલ રજપુત માળાનું હૃદચ ઉથલી પડયુ. તે રૂદ્ધ કંઠે રાવા લાગી, પૃથ્વીરાજે તેને આસ્વાસન આપ્યું. પેાતાની તલવાર પ્રાભુરાયના ગળા ઉપર મુકીને તે ગર્જના કરવા લાગ્યા. પણ પતિવ્રતા રજપુત ખાળા ભાઇના ચરણમાં પડી, રાતી રાતી ખેાલી, હું માંગી લઉં છું, હું માંગી લઉં છું; મને વિધવા ન કર ! વિધવા થવા મેં તને ખેલાવ્યા નથી. જાગીને પ્રાભુરાયે પણ પૃથ્વીરાજ પાસે પ્રાણભીક્ષા માગી. પૃથ્વીરાજે તેને કહ્યું, જો તમે મારી બેનની મોજડી તમારા માથા ઉપર મુકે, જો તમે તેને પાદ સ્પર્શ કરો, તા હું તમને ક્ષમા આપું; તેજ તમારૂ' જીવિતદાન
મારા
હું કરૂ. પ્રાભુરાયે તેમ કરવાનુ કબુલ કર્યું. ત્યાર પછી પૃથ્વીરાજે ક્ષમા આપી. તેને બધુ ભાવે હૃદયમાં ધારણ કર્યો, તેના ક્રાય પ્રશમીત થયા. તેની જીઘાંસા અસ્ત પામી. પૃથ્વીરાજનું હૃદચ પ્રેમાનંદે ભરાઈ ગયું. તેણે જાણ્યું જે પ્રાભુરાય સઘળું અપમાન વિસરી ગયા છે. પણ તે તેના ભ્રમ નીવડયા. તે બ્રૂમેજ તેના સર્વ નાશ કર્યો. તે ભ્રમમાંજ તેનું અમૂલ્ય જીવન અકાળે નાશ પામ્યું. તે પ્રાભુરાયને એળખી શકયા નહિ. તે દુરાચારી કપટી કુટીલ વિશ્વાસઘાતક છે એમ તે વિચાર કરી શકયા નહિ. પ્રાભુરાયના માખીક સમાન અને સમાદરમાં ભાળવાઈ તેણે પ્રાણુ* ચાહાણ વંશની એક શાખા દેવળ કુળમાં પ્રાભુરાયને જન્મ થયા હતા. તેનું ખીજાં નામ જયમલ હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com