________________
કુંભનુ’ સિ’હાસનનારોપણ ઈ
૧૯૧
રાયને સરળ હૃદયવાળા જાણ્યા. પ્રાભુરાયે, પાંચ દિવસ તેના આતિથ્ય સત્કાર સ્વીકારવા પૃથ્વીરાજને પ્રાર્થના કરી, સરળ હૃદય પૃથ્વીરાજે તેની તે પ્રાર્થના સ્વીકારી. પાંચ દિવસ આમેદ પ્રમાદમાં નીકળી ગયા. છઠ્ઠા દીવસે બેન અને બનેવી પાસેથી વિદાચગીરી માગી પૃથ્વીરાજ કમલમીર તરફ ચાલ્યેા. પ્રાભુરાયે કેટલાક માદક તૈયાર કર્યા જેમાં તેણે વિષ મિશ્રિત કર્યું. જે માદક પૃથ્વીરાજને આપ્યા. માદકની બનાવટમાં પૃથ્વી રાજના મનમાં સંદેહ નહોતા. કમલમેરૂની સમુર્ખ આભ્યા કે તેણે ખનેવીએ આપેલ મેાકમાંથી કેટલાક અશ ખાધેા. અકસ્માત તેનુ મસ્તક ઘુણિત થયુ. હૃદયમાં દારૂણ યંત્રણા થવા લાગી. ક્રમે અંગ પ્રત્યંગ શિથીલ થવા લાગ્યાં. અતિ કષ્ટે દેવીમાતાના મદીર સુધી ચાલ્યા. તે સ્થળથી તે એક પગલું ચાલી શકયા નહિ. મંદીરના આંગણામાં સુઈ ગયા. ત્યાંથી તેણે જીવનતેાષીણી તારાબાઇને ખબર આપવા માણસ મેકલ્યા.
પણ તે જીવનમાં હવે પ્રાણ તેાષિણી તારાખાઇને દેખવા પામ્યા નહિ. તારાખાઈ નગરમાંથી વિદાય થઈ બહાર નીકળી ન હોય એટલામાં પૃથ્વીરાજના પ્રાણવાયુ તેની કાયામાંથી નીકળી ગયા. ભારતવર્ષનું એક વિરાટ નક્ષત્ર કક્ષશ્રુત થઈ અતલ કાળ સાગરમાં નિમય થયું. સમસ્ત પ્રકૃતિ કરૂણ સ્વરે રાતી હાય એમ લાગ્યુ, સમગ્ર ભુવન જાણે એક ભીષણ ભૂ ક૨ે કપિત થયું હોય એમ કંપિત થયું. પતિપ્રાણા તારાબાઈ પ્રાણપતિને જીવતા દેખી શકી નહિ. તેણે ચિતાનળમાં પરાક્રમી પતિની વાંસે પેાતાના દેહ માત્ચા.
રાણા રાયમલ એ નિદારૂણ પુત્ર શેક સહન કરી શકયા નહિ જે પૃથ્વીરાજને મેળવી તે સ’ગનું વિવાસન દુઃખ અને જયમલને મરણ શાક, તે સહન કરતા હતા. તે પૃથ્વીરાજને નિષ્ઠુર ચમે પેાતાના ગ્રાસમાં લઇ લીધે. તે કઠાર પુત્ર શાકાનળમાં, જીવનના ઉત્સર્ગ કરી રાણે! રાયમલૈં પુત્ર પૃથ્વીરાજ વાંસે ચાલ્યા. મેવાડ રાજ્યમાં માટે હા હા કાર થઈ ગયા. સઘળા પૃથ્વીરાજના મરણથી અને રાણાના મૃત્યુથી વિલાપ કરવા લાગ્યા.
રાણા રાચમલ્લ, અગર જો કે પોતાના પૂર્વજ પિતૃ પુરૂષોના જેવા સ ગુણ સ'પન્ન નહાતા પણ તેનામાં રાજ્યાપયેગી ગુણાને વિશેષ પરિચય જોવામાં આવે છે અસાધારણ સંકટો અને વિપદા દૂર કરી ઉત્કૃષ્ટ પ્રણાલિકાથી તેણે સ્વરાજ્યનું સાશન કર્યું છે તેથી તેને એક સુક્ષ અને નીતિમાન રાજા કહીએ તેમાં અત્યુક્તિ ગણાય તેમ નથી, પ્રજા વર્ગ તેના ઉપર હૃદયની શ્રદ્ધા ભક્તિ કરતા હતા તેણે પણ પ્રજાને સંતતિની જેમ રાખી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com