________________
૧૮૬
ટાડ રાજસ્થાન.
ગયું. આવીશ જખમમાંથી સતતધારે રૂધિર વહેવા લાગ્યું તાપણ તેને વિરામ નહેાતા. તાપણ તેને શાંતિ નહોતી. ક્રમે અંગ પ્રત્યગ શિથિલ થઈ પડયું. તેને મૂર્છા આવવાનાં પૂર્વ લક્ષણ જણાઈ આવ્યાં. તે સમયે પૃથ્વીરાજ એક હજાર સેનાદળ લઇ તેની સાથે મળી ગયા. તેણે રાણાને યુદ્ધક્ષેત્રમાંથી અતરિત ક અને પોતે શત્રુની સામે થયેા. ભયંકર પ્રતિયેાગી સૂર્યમહૂને શેષતા પૃથ્વીરાજ સૈનિકને કાપતા કાપતા યુદ્ધક્ષેત્રમાં વિચરવા લાગ્યા. સૂર્યમટ્ટ થાડા સમયમાં તેની સામે આવી ચડયા, ત્યારે પૃથ્વીરાજે પ્રચંડ આસ્ફાલન કરી તેને પકડયા અને વચ્ચે દ્વંદ્વ યુદ્ધ થયું. સૂર્ય મØનું શરીર અનેક ક્ષતથી શિથિલ થયું, તાપણ તે યુદ્ધમાંથી નિવૃત ન થયે... અનેક ક્ષણ અન્ને પક્ષમાં ભચકર સંગ્રામ ચાલ્યુ અને દળના ઘણા સનિકા મરણ પામ્યાં; પણ કોઇ પક્ષમાં ય પરાજ્યના ચિન્હ જોવામાં આવ્યા નહિ. ત્યારપછી સઘળાએ રણાભિનચવડે કેવલ કલાંકત થઇ હો દિવસે યુદ્ધનું કાર્ય છેાડી દીધું.
વીરવર પૃથ્વીરાજ, તે દિવસે પેાતાના કાકા સૂ મહના દર્શન લેવા, તેના ત'બુમાં આવ્યેા. એ સમયે તે બન્ને વચ્ચે જે વાર્તાલાપ ચાલ્યા તે સાંભળવાથી રજપુત આય વીરનું મહાત્મ્ય વખાણ્યા વિના ચાલે તેમ નથી. જગતના ઇતિહાસમાં એવી રીતનું કાઇ જાતિનું મહાત્મ્ય જોવામાં આવતું નથી. તે દિવસની વાત સાંભળવાથી હાય ! હૃદય ફાટી જાય છે. પૃથ્વીરાજ, કાકાના પટમ:દિરમાં આન્યા ત્યાં તેણે જોયુ જે સૂર્યંમદ્ય એક સામાન્ય શય્યા ઉપર સુતા છે તેની કાચા લાહીથી ખરડાયેલી હતી. એક વાળંદ તે જખમ ધાઈ તેના ઉપર પાટા માંધતા હતા. જે ભત્રીજો તેના પ્રચંડ પ્રતિયેાગી, જેનાથી તે આ દુર્દશાને પામેલ છે. જેને રણુ સ્થળે પાડી દેવા તેણે હઝારા ચેષ્ટા કરી હતી. તેને આજ સંમુખે આવતા જોઇ વીરવીર સૂર્ય મલ્લુ સખ્યામાંથી બેઠા થયે. અને તેને તેણે યથેાચિત માનસ ભ્રમે ગ્રહણ કર્યા. ખન્નેના આકાર ચેષ્ટા ઇંગિત વીગેરેથી એવું માલુમ પડતું હતું જે, તેએ બેના વચ્ચમાં કોઇ દિવસ વિરોધ થયેા નથી.
સૂર્ય મલ્લે, પેાતાના ભત્રીજાને આસન ઉપર બેસવા કહ્યું પૃથ્વીરાજ આસન ઉપર બેઠા. તે બન્ને વચ્ચે ત્યાર પછી વાત ચાલી.
પૃથ્વીરાજે પુછ્યું, કાકા આપના જખમે કેમ છે ?
સૂર્ય મલ્લે કહ્યું બચ્ચા દીકરા ! તુને જોઇ એટલા બધા આનદ થાય છે જે હું નિહાયત તનદુરસ્ત છું.
પૃથ્વીરાજે કહ્યું-કાકા ! હું દીવાનજીને મળ્યા નથી, આપના દર્શન લેવા જલદીથી અહી આવ્યા છું. અત્યંત શ્રુષિત થયે , કાકા! કાંઈ ખાદ્ય દ્રશ્ય આપશે?
* રાણાને એકલિ`ગ ભગવાન મહાદેવના દીવાનના ઈલ્કાબથી સહુ ખેાલાવતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com