________________
કુંભનું સિંહાસનારોપણ ઈત્યાદિ.
૧૮૫ દળ સાથે તેના દળ સંગે મળી ગયો. તેઓને જોઈયવનના મનમાં પ્રથમ સંદેહ ઉત્પન્ન થયે નહિ એટલે કે પૃથ્વીરાજને પિતાનું અભિષ્ટ સાધવા સુગ મળે. તાજીઆ કમે કમે મહેલની પાસે થઈ નીકળવા લાગ્યા. તે મહેલની ગ્યાલરીમાં યવનરાજ પિતાને પહેરવેશ પહેરતો હતો અપરિચિત ઘોડાસ્વારને જોઈ તેના મનમાં અનેક તર્ક વિતર્ક થયા, કેમ, તેના હૃદયમાં વિષમ સદેહને આવિર્ભાવ થયો. એટલામાં વીરનારી તારાબાઈએ તેના ઉપર એક બાણ ફેંકયું. તે કાળે પૃથ્વીરાજે પિતાના હાથનું ભયંકર શુળ તેના ઉપર નાંખ્યું જેથી યવન રાજમૂતળશાયી. થશે. સઘળા લેકે આકસ્મિક ભયંકર વૃત્તાંતથી ત્રાસ પામી પલાયન કરવા લાગ્યા. પૃથ્વીરાજ પિતાના દળ બળ સાથે યવને ઉપર પડયે અને નિષ્ફર ભાવે તેઓને સંહાર કરવા લાગ્યું. કિમે તેઓ નગરના દરવાજા પાસે આવ્યા પણ તેઓ વિઘ્ન વિના તેમાં પેશી શકયા નહિ. એક રણોન્મત માતંગ, વિકટ શું. ફેરવતે દરવાજાના મુખે ઉભો હતો. તારાબાઈએ એક મોટા કુઠારથી તેની શુંઢ કાપી. નિદારૂણ પીડાથી પિત થઈ શ્રવણ ભૈરવ અવાજ કરતે તે માતંગ ત્યાંથી પલાયન કરી ગયે, ત્યારે યવને છેવટના સાહસે ઉતેજીત થયા, તેઓએ ભયંકર પરાક્રમે પૃથ્વીરાજ ઉપર હુમલો કર્યો. થોડા સમયમાં બંને દળ વચ્ચે ઘરસંગ્રામ ચા પૃથ્વીરાજ પ્રચંડ કેસરીની જેમ યવનોને દળવા લાગ્યું. કેમે યવને પરાજય પામી પલાયન કરવા લાગ્યા. પણ કયાં પલાયન કરી જાય ! આ જગમાં બેનશીબના માટે કેઈ આશ્રય નથી.
વીરવર પૃથ્વીરાજના ક્રોધાનળમાંથી તેની રક્ષા કોણ કરે? ટુકામાં યવને જે દિશામાં પલાયન કરી ગયા તે દિશામાં પૃથ્વીરાજ અને તેના સહચરો તેઓની વાંસે પડયા. એ પ્રમાણે તેડાતકને ઉદ્ધાર કરી વિરવર પૃથ્વીરાજે પોતાના વ્રતનું ઉદ્યાપન કર્યું અને તેના ફળ સ્વરૂપ સુરસુંદરી તારાબાઈને તેણે મેળવી. જે સમયે પૃથ્વીરાજ સ્વદેશમાંથી પાછા ફર્યો તે સમયે સૂર્યમલ્લ પિતાની અભીષ્ટસિદ્ધિ માટે સારંગદેવ નામના રજપુતને મળી માળવપતિ મુજાફર પાસે ગયે. યવનરાજ મુજાફરે તેની સહાયતા કરવા માટે મેવાડ તરફ એક સેનાદળ મોકલ્યું. તે સેના દળની મદદથી સૂર્યમલે મેવાડના દક્ષિણના પ્રદેશ ઉપર હમલે કર્યો. અને થોડા સમયમાં તેણે સઢી વાયુ અને નાઈ વગેરે પ્રદેશ હસ્તગત કર્યો. તેણે ચિતેડને કબજે લેવાને પણ ઉદ્યોગ કે દુધર્ષ સૂર્યમāને દારૂણ હુમલે રાણે રાયમટ્ટ સહ્ય કરી શકે નહિ. તેણે લાંબા સમય શાંતિ ભોગવી નહિ તેની પાસે જે થોડું સૈન્ય હતું તે લઈ તે રાજદ્રહીને સજા કરવા ચિતડની બહાર નીકળે. ચિતેડ પાસેની ગાંભીરી નદીના તીરે બને સેનાદળ પરસ્પરના મુખીન થઈ ઉભા રહા કમે યુદ્ધ ચાલ્યું. રાણે રાયમલ્લ તલવાર બાંધી સામાન્ય સિનિકની જેમ યુદ્ધ કરવા, લાગે, યુદ્ધમાં તેના ઉપર બાવીશુ ઘા પડયા, તનું સઘળું અંગ ક્ષત વિક્ષત થઈ ૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com