________________
કુંભનું સિંહાસનારેપણુ ઈ
૧૮૧ ગદવારની રાજધાની નાંદોદમાં જે રાજકીય સેનાદળ રાખેલ હતું, તેની તે પર્વતવાસીઓએ ગણત્રી કરી નહિ. તે સેનાદળ મીન લોકની ગતિને રોધ કરી શકયું નહિ. પૃથ્વીરાજના જાણવામાં તે હકીકત આવી. પૃથ્વીરાજે છેડે સમય નાંદેદમાં ગાળવાને વિચાર કર્યો. પિતાનાં પ્રયજનીય દ્રવ્યે લેવા માટે તેણે ત્યાંના ઉંઝા નામના વાણીયાના ઘેર પિતાની વીંટી ઘરેણે મુકી. દેવને વિચિત્ર મહિમા, ઉઝાએ પૃથ્વીરાજને ઓળખે નહિ, પણ થોડા સહવાસમાં તેણે પૃથ્વીરાજને ઓળખી કહાયે. ઉઝાએ, પૃથ્વીરાજને સઘળી જાતનું અનુકુલ્ય આપવા પ્રતિજ્ઞા કરી. પૃથ્વીરાજે તે વણિક ઉઝાને પિતાના દળમાં દાખલ કર્યો. તેના પરામર્શન અનુસારે તેણે મીન લેકોનો નિગ્રહ કર્યો અને ગદવાર જનપદમાં શાંતિ સ્થાપી. પૃથ્વીરાજ વીર સાહસી અને તેજસ્વી હતું. તેના પિતાએ તેના પ્રકૃત ગુણનો સંપૂર્ણ વિચાર કરી તેને નિર્વાસિત કર્યો હતો. તે અવસ્થામાં તેને પુરૂષાર્થ નાશ પામે નહોતો. તે નિશ્ચય જાણતો હતો જે રાજકુળમાં જન્મ લઈ પોતાના પુરુષાર્થની મદદે અસંખ્ય વિદને અને આ દુર કરી તે રાજ સિંહાસન મેળવી શકશે. દુરાચાર મીન લેકોના કરાળગ્રાસમાંથી ગદવાર જનપદને પચાવવા પૃથ્વીરાજ એગ્ય અવસરની રાહ જોતો હતો.
જે સમયે પૃથ્વીરાજ નાદનગરમાં આવી પહોંચ્યો, તે સમયે રાવત ઉપાધિધારી મિનાધિપ, તે નગરમાં પિતાનું શાસન ચલાવતા હતા. તે એ પ્રતાપશાળી થઈ ગયું હતું કે, અનેક રજપુત તેના તાબામાં નેકર થઈ રહેલા હતા. ઉઝાની મંત્રણાના અનુસારે પૃથ્વીરાજે તે મીનાધિપનું આધિપત્ય સ્વીકાર્યું. પિતાની ખરી જાત વિગેરે છુપાડી, તે મીનધિપની સેવા કરવા લાગ્યા. અને શા ઈલાજથી, ગદવાર જનપદનો ઉદ્ધાર થાય તે ઇલાજે તે શોધવા લાગે સભાગ્ય વશે, તે ઈલાજને સુગ પોતાની મેળે પૃથ્વીરાજની પાસે આવ્યો. મીનલોક આહેરીયા નામને મહોત્સવ પાલતા હતા. તે મહોત્સવમાં નોકરો થોડા જ સ્વાધીનતા પામી પિતાના ઘેર જઈ કુટુંબને મળતા હતા. પૃથ્વીરાજને પણ શેડે સમય સ્વાધીનતા મળી, તે અવસરમાં પોતે પિતાના અભીષ્ટ સાધવામાં તત્પર થયે. નગરની બહાર આવી તેણે પોતાના અનુગત રજપુતોને બોલાવ્યા. તેણે તેને પોતાનો અભિપ્રાય જાહેર કર્યું. જેમાં તેણે મીનરાજને પકડી પાડવાનું કહ્યું, જેવું તેનું કહેવું સાંભળ્યું કે તેના અનુચર રજપુત મીનાધિપ ઉપર પડયા. થોડા સમયમાં નગરમાં હાલક લેલક થયું. મીનલોક તથા નગરવાસીઓ રજપુતોના હુમલાથી ત્રાસ પામી પલાયન કરી ગયા. પૃથ્વીરાજનગરની બહાર ઉભા રહી તે વ્યાપાર જોતો હતો. જોતા જોતામાં તેફાને ભયંકર સ્મૃતિ ધારણ કરી. તે તોફાનમાંથી બચવા માટે ઘોડે ચઢી મીનરાજ નગરની બહાર નીસર્યો. પૃથ્વીરાજે તેને પકડી પાડ. પૃથ્વીરાજના ભાલાથી તે હણાયે દુત મીનરાજની દુરાકાંક્ષા પાપડ નહીં, તેનું તે ઉપયુક્ત ફળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com