________________
૧૮૦
ટાડ રાજસ્થાન.
કહાઢતા હતા. એટલામાં કેટલાક રજપુતાએ આવી તેને અસશસ્ત્ર એક ઘેાડા સાથે આપ્યાં તેની સાથે લઇ તેઓ શ્રીનગરના કરીમચાંદનામના એક સરદાર પાસે ગયા કરીમચાંદ પરમાર વંશીય રજપુત રજપુત હતા. તે દસ્યુ વ્યવસાયી સરદાર હતા. સંગ તેના દળભુક્ત થયા તેણે તેની વૃત્તિનું અવલંબન કર્યું. લુટના વ્યાપાર પુરી કરી એક રાજ સંગ પોતાના ઘેાડા ઉપરથી ઉતરી એક વડલા નીચે બેઠા ત્યાં વિરામદાયિનિ નિદ્રાદેવીએ તેની ચક્ષુના આશ્રય કયે પાતાના મીયાન સાથેની તલવાર ઉપર પોતાનું મસ્ત મુકી તે નિદ્રાદેવીને વશ થઈ ગયા, તે વૃક્ષ નીચે જયસિંહૈં માલિય અને જૈમુસિદિલ નામના બે વિશ્વસ્ત નાકરા પેાતાની રસોઈ કરતા હતા. તેઓના ત્રણ ઘેાડા પાસેના મેદાનમાં ચરતા હતા. સૂર્યની તિક્ષ્ણરસ્મિ, વડલાના ભેદ કરી, સંગના મુખ ઉપર પડતી હતી. તે રૌદ્ર તાપના અનુભવ કરતા એક મોટા ભુજંગ આવી, સંગના મસ્તક ઉપર પોતાની ફણ વિસ્તારવા લાગ્યા. તેની કૃષ્ણ ઉપર એક જાતનું પંખી ઉંચેથી ચિત્કાર કરવા લાગ્યું. શકુન જાણનાર મારૂ નામના એક ભરવાડે તે સઘળા વ્યાપાર જોયા. સંગને ઉઠેલા જોઈ તેણે તેની પાસે સવિસ્તય કહી દીધું જે “ આપ રાજસન્નમાન પામશે” કરીમચાંદે સંગની સઘળી હકીકત સાંભળી પાતાની પુત્રી તેના કરમાં આપી. જ્યાં સુધી સંગને પિતૃ સિંહાસન ન મળ્યું ત્યાંસુધી કરીમચાંદે સગને મેટા આર્થી પેાતાના મહેલમાં રાખ્યા.
ત્રણ ભાઇઓના વાદ વિવાદના ખબર થોડા સમયમાં રાણા રાયમલના કાને પહોંચ્યાં. તેણે સાંભળ્યુ જે ઉદ્ધૃત સ્વભાવ પૃથ્વીરાજના કઠોર વ્યવહારે તેના ખરા ઉતરાધિકારી નાશ પામવાની સ્થિતિમાં આવી ગયા છે; તેથી તે પૃથ્વીરાજ ઉપર અત્યંત કાધાયુક્ત થયા તેણે પૃથ્વીરાજને પેાતાના રૂબરૂ ખેલાવ્યા તણે તેના અન્યાયચરણ માટે પુષ્કળ તિરસ્કારથી કહ્યું જે ‘તું મારા રાજ્યથી દૂર થઈ જા.” તું એવો ઉદ્ધત સાહસી અને કલહ પ્રિય છે, જેથી આત્મ જીવિકા ચલાવી શકીશ.” તેજસ્વી પૃથ્વીરાજે પિતાના તિરસ્કાર ધીર ભાવે સાંભળ્યેા; તે ખીલકુલ ગભરાયે નહિ. માત્ર પાંચ જન અશ્વારોહીને લઇ તેણે પિતૃ રાત્ર્યને પરિત્યાગ કર્યા અને ગદવારના પેટાના ખાલીય નામના નગર તરફ ચાલ્યે.
* રાણા કુંભના શોચનીય વધથી મેવાડમાં સુખ શાંતિ નાશ પામી હતી. વળી રાજકુટુખમાં અંદર અંદર કલહ હોવાથી રાજ્યમાં અરાજકતાના પ્રાદુભાવ થયેા. તેથી મેવાડમાં એક એક પ્રદેશ રક્ષામાં રહી શકે તેમ રહ્યા નહિ. વિશેષ કરી ગદ્યવાર જનપદ રક્ષામાં ન રહે એવી સ્થિતિમાં હતા. ગઢવાર આરાષલ્હીની પાસે સ્થાપિત આરાવહી પર્વત નિવાસી મીન લાકે ગદવારમાં આવી, તેના નાશ કરવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com