________________
૧૭૮
ટેડ રાજસ્થાન.
ત ભૂમિના અદશ્યમાં યવનનું અખંડિત દાસત્વ લખેલું હોવાથી તે ત્રણ ભાઈઓ, પરસ્પરની અમંગળ કામના કરતા, પરસ્પરના વિદ્વેષ ભાવાપન્ન થઈ ગયા. તેઓના ઘોતર ઢેષમય ગૃહવિવાદમાં રાણા રાયમલનું જીવન અત્યંત કષ્ટકર થઈ પડ્યું. તેના રાજ્યની સુખશાંતિમાં વ્યાઘાત આવી પડે. ચારે દિશા તરફ ઘોર અશાંતિ તેને ભય પમાડવા લાગી. પિતાના રાજ્યની શાંતિ સ્થાપવા, તેણે તે રાજકુમારને નિવાસીત કરવાનો નિશ્ચય કર્યો. તેને પહેલો પુત્ર સંગ તે ભયંકર અંતવિપ્લવમાંથી આત્મજીવન બચાવવા માટે દેશ છોડી બીજા પ્રદેશમાં ચાલ્યા ગયે. રાણાએ, પૃથ્વીરાજને તેના ઉત્કટ દ્વત્યને લીધે દેશ બહિષ્કૃત કર. નાને જયમલલ અકાળે આ લેકમાંથી અંતહિત થયે.
સંગ અને પૃથ્વીરાજ સહોદર ભાઈ હતા. તેઓની જનની ઝાલા વંશની પુત્રી હતી. જયમલ તેઓને ઓરમાન ભાઈ થાય. ચેહાણ વંશીય પૃથ્વીરાજ સાથે શિશદીય પૃથ્વીરાજનું વિશેષ સારશ્ય માલુમ પડે છે. ચેહાણ વંશીય પૃથ્વીરાજની વીરતા જેવી શિશદીય વંશના પૃથ્વીરાજની વીરતા હતી. એ બન્નેમાં એવું સારશ્ય જોવામાં આવે છે કે એક રાજાને બીજા રાજાની પ્રતિકૃતિ માનવામાં આવે તે કાંઈ અત્યુક્તિ થાય તેમ નથી. શિશદીય પૃથ્વીરાજના વીર ગુણ ઉપર મેવાડવાસીઓ એટલાબધા મુગ્ધ હતા કે મેવાડની અધોગતિમાં તે વીર પુરૂષનાં ચરિત સંભારી તેઓ આનંદિત થતા. સંગ અને પૃથ્વીરાજમાં બહુ વસાવ જોવામાં આવે છે. સંગનું ચરિત, પૃથ્વીરાજના ચરિતથી વિપરીત હતું. બને વીર અને સાહસી હતા. પણ સંગનું સાહાસકય, વિવેક દ્વારા નિયમિત હતું. પૃથ્વીરાજ નિરંતર યુદ્ધ માટે ઉત્સુક હતા. તે એક ક્ષણ ખડગને મીયાનમાં નાખવા હર્ષ માનતો નહી.
તે ખડગની મદદે, પોતાના પ્રારબ્ધન માગ નિષ્કટક કરવા પ્રતિજ્ઞાવાળે હાઈ બોલતે જે “વિધાતાએ મેવાડના શાસન કર્તાને અધિકાર સોંપવા મને સર છે.” સંગ રાજયમાં જેષ્ટ પુત્ર હતો. અગ્ર જન્મતાના અધિકારે તે, ચિતોડના સિંહાસને બેસવાને પાત્ર હતા. ઉદ્ધતસ્વભાવ પૃથ્વીરાજના માટે તે પાત્રતા, તે ભેગવી શકે નહિં. ચિતોડના સિંહાસને કોણ બેસે, તેના માટે રાણાના પુત્રમાં વિવાદ ચાલ્યા. પ્રત્યેક કુમાર, પિત પિતાનું હિત સાધવા તપર થયા
એ પ્રમાણે વિવાદ કરતા રાજકુમારે, પિતાના કાકા સૂર્યમલ પાસે, રાજ સિંહાસનના અધિકારના હક માટે તર્કવિતર્ક કરતા હતા. એટલામાં મોટે રાજકુમાર સંગ ધીરે ધીરે બોલ્યો. “ ન્યાય મતે હું જ મેવાડના દશ હઝાર નગરને ઉત્તરાધિકારી છું, પણ તમે મારા સ્વાર્થના વિધી થયા છે.” આ એયે, એ વિવાદની મીમાંસા સહેજે થાય તેવી નથી; ત્યારે જે તમે, નાહરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com