________________
૧૭૨
ટૅડ રાજસ્થાન.
વવાને આરંભ કર્યો. અને ત્યાર પછી દશ વર્ષે તેનું નિર્માણકાર્ય સંપૂર્ણ થયું. એ વિજય સ્તંભ પૂણવયમાં ઘડાઈ આજ પણ મરૂની સામે તે ઘણાની દ્રષ્ટીએ જુએ છે. તેનું સઘળું નિર્માણકાર્ય દશ વર્ષમાં સમાપ્ત થયું. તે રાણું કુંભની ચાલા - કી અને તીક્ષણ બુદ્ધિ સૂચવે છે. એ વિજયસ્તંભ અટલ અને અચળ ભાવે રહી હાલ મેવાડના રાજાઓની ખ્યાતિ ઘોષણા કરે છે.
રાણા કુંભની ઉદારતા અને મહત્તાથી વશીભૂત થઈ, માળવરાજ તેની સાથે બંધુતાના સૂત્રે બધા ભટ્ટ ગ્રંથમાં લખેલ છે જે ઝુનઝુનું નામના સ્થળે દિલ્લીશ્વરની સેના સાથે, રાણા કુંભનું એકવાર યુદ્ધ થયું તે યુદ્ધ વ્યાપારમાં માળવરાજ મહમદ રાણા કુંભને મદદ આપી તે યુદ્ધમાં રાણા કુંભે જય મેળવે. તે સમયે દિલ્લીની સત્તા એટલી બધી કમ થઈ ગઈ હતી જે મસીદમાં મુલ્લા લોકે, ફરી દીલીશ્વર સારી સત્તા પામે તેના માટે મસજીદમાં ઈબાદત કરતા હતા, એકલા માલવ રાજાએ, દિલ્લીના ઘોરી સુલતાનને હરાવ્યો હતો.
વિદેશીય લોકોના હુમલામાંથી મેવાડને બચાવવા, જે ચોરાશી કિલ્લા, તે પ્રદેશમાં બન્યા હતા. તેમાંથી બત્રીશ. કીટ્ટો, એક માત્ર કુંભારાણાએ બનાવ્યા હતા. તેઓમાં, પિતાના નામથી ખ્યાત થએલું કુંભ મેરૂ અત્યંત પ્રસિદ્ધ છે ચિતોડના સઘળા કિલ્લામાં કુંભમેરૂ કી અત્યંત શ્રેષ્ઠ, મેવાડ પ્રદેશમાં કમળ મેરૂ નામનો એક કીલ્લો છે. પાર્વત્ય ભીલ લોકોના કબજામાં તે ઘણા કાળ સુધી રહ્યો. મહારાજ ચંદ્રગુપ્તના વંશમાં સંપ્રીત નામનો એક રાજા પેદા થયો છે, તેણે તે પ્રાચીન કિલે બનાવ્યું છે. સંપ્રીત જૈન મતાવલંબી રાજા હાઈ ઈ. સ. ના બીજા સૈકામાં રાજ્ય કરતે હતો. એ પ્રાચીન કિલ્લામાં સ્થાને સ્થાને જે જૈન મંદિરે જોવામાં આવે છે તેથી તે સમયની કારૂકાર્યની ચાતુરી સ્પષ્ટ રીતે માલુમ પડે છે. કુંભમેરૂં નામના કિલ્લાનું પ્રધાનદ્વાર હનુમાન દ્વારના નામે પ્રખ્યાત છે. ત્યાં વીરવર હનુમાનની એક પ્રચંડ પ્રતીમૂતિ રક્ષક તરીકે વિરાજે છે. નાગરકેટને જય કરી રાણા કુંભે તે નગરનાં સુંદર દરવાજાઓ સાથે આપ્યા હતા. તેની સાથે ત્યાંથી તેણે હનુમાનની મૂર્તિ આણી હતી.
આબુ પર્વતના એક શિખર ઉપર પ્રાચીન પ્રમાર રજપુતોએ એક કીલ્લો બાંધે છે. રાણે કુંભે, તેમાં એક સારી હવેલી બાંધેલી છે. ઘણું કરીને તેજ હવેલીમાં જ્યારે ત્યારે તે રહેતા હતા. તે હવેલીમાં અસ્ત્રાગાર અને રક્ષકશાળા હાલ પણ રાણા કુંભના નામે પરિચિત અને પ્રસિદ્ધ છે. રાણા કુંભ, પિતાની પ્રજાને પ્રીતિપાત્ર રાજા હતો. તેનું પ્રમાણ, મેવાડવાસીના અનેક કાર્યથી મળી આવે છે, આબુ પર્વતના કુટ ઉપર રહેલા તે કીલ્લામાં કેટલાંક મંદિરે જોવામાં આવે છે, તેમાં એક મંદિરમાં રાણા કુંભની અને તેના જનક પ્રસ્તરની એક એક પ્રતિમૂર્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com