________________
કુંભનું સિંહાસનનારોપણ ઈ.
૧૭૧
ગુજર, જાઉવાનપુર, કલપી વિગેરે જનપદના સામાન્ય સામાન્ય કરપ્રદ રાજાઓ, દિલ્લીવરની રાજ્ય શાસનમાં નબળાઈ જોઈ પિતાની તાબેદારીની બેડી તે નાંખી, કેવળ સ્વતંત્ર રાજા થઈ પડયા. જે સમયે, રાણો કુંભ ચીતડ રાજ્ય ઉપર અભિષિક્ત થયે, તે સમયે માળવાના રાજાએ, અને ગુર્જરના રાજાએ, પુષ્કળ બળ વિકમ મેળવી, પોતાના રાજ્યને વિસ્તાર કરવા ઉપક્રમ શરૂ કર્યા હતા. મેવાડની શ્રીવૃદ્ધિ અને ગૌરવના પરિચય, તેઓને મળવાથી તેઓની જીગીષા અને રાજ્યલિસાવૃત્તિ બમણી વધી ગઈ. તે બન્ને એકતા સૂત્રે બંધાઈ, સંવત્ ૧૪૯૬ ( ઈસ૧૪૪૦) માં એક એક વિશાળ સેનાદળ લઈ, મેવાડ ઉપર ચાલ્યા આવ્યા. રાણું કુંભને તે ખબર વેલાસર મળ્યા. તેને કેધ અને છેઘાંસા વૃદ્ધિ ભયંકર વેગે સળગી ઉઠે. તે બન્ને યવનરાજની પ્રાબલતાનું સમુચિત ફળ આપવા પુષ્કળ સેના લઈ તેઓની સામે તે આવ્યું. મેવાડના અને માળવાના સંગ સ્થળે બને સેનાઓ એકઠી થઈ. ત્યાં ઘોર યુદ્ધ ચાલ્યું. તેમાં રજપુત વીર રાણા કુંભે સંપૂર્ણ વિજય મેળવ્યું. તેણે માળવેશ્વર ખિલજી મહમદને કેદ કરી ચિતડ નગરમાં આર્યો.
પંડિતવર અબુલફઝુલે પિતાના પ્રસિદ્ધ ઈતિહાસમાં રાણું કુંભને એ જય વૃત્તાંત વર્ણવેલ છે. તે મુસલમાન હેઈ, હિંદુ રાજાના ઓદાર્થ, મહામ્ય, શાર્ચ વિગેરે ગુણોથી વશીભૂત થઈ, તેણે તેઓનાં અપૂર્વ શૌર્યના ગુણગાનને ગ્રંથમાં કહેલ છે. તેણે કહેલ છે જે, “ઉદાર ચરિત રાણે કુંભે, કઈ રીતને નિષ્કય લીધા વિના, પિતાના શત્રુ મહમદને છોડી દીધું. વળી તેને સારી રીતના પિશાક બક્ષીસ વિગેરેથી ભૂષિત કરી તેને દેશમાં પહોંચડા. હીંદુ જાતિનું ચરિત અભ્યદાહ ખરૂં.” વિનીત શત્રુને છે કે તે હીંદુ વીરને પ્રધાન ધર્મ છે.
રાણા કુંભે, રાજા મહમદને છોડી દીધે તે બાબતમાં ભદ્રગ્રંથમાં જુદી રીતનું વિવર્ણન છે. તેમાં વર્ણવેલ છે કે રાણું કે, રાજા મહમદને છ માસ કેદમાં રાખે, છેવટે તેને છોડી દીધું. તેણે વિછત યવનરાજને મુકુટ, વિજ્ય ચિન્હમાં રાખ્યું હતું. વિરવર બાબરે, સંગના પુત્ર પાસેથી, તે રાજમુકુટ ઉપહાર રૂપે મેળવ્યું હતું. તે હકીકત બાબરે, પોતાના જીવનચરિતમાં લખેલ છે. ટુંકામાં એ રાણા કુંભના ગૌરવનું સામાન્ય ચિન્હ નહિ પણ તે કરતાં, રણે કુંભ, પોતાના ગારવનું અસાધારણ અને વિશેષ દઢ ચિન્હ પોતાની વાંસે મુકી ગ છે. તે ચિન્હ, લાંબા કાળથી તેની ઉન્નતિની ઘોષણા કરે છે. તે સ્મૃતિ ચિન્હ કુંભ પતિષ્ઠીત વિજ્ય થંભ. ઉઠેલ મહાસાગરવત્ વિશાળ સેનાદળ લઈ મેદિની મંડળને કંપિત કરતા, ગુજરાતના અને માળવાના રાજાએ મધ્યપાટ (મેવાડ) ના ઉપર હુમલે કર્યો હતો. તેને વૃત્તાંત એ વિજ્ય સ્તંભ ઉપર વર્ણવેલ છે. એ રણસંગ્રામની ઘટના પછી અગીયાર વર્ષ ઉપર રાણા કુંભે, તે વિજય સ્તંભ બના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com