________________
મહા કવિ ચંદ બારોટ પ્રણીત ઐતિહાસીક વિવર્ણવી. ૧૩૫ તેઓ તે બાલિકાના પરાક્રમની પ્રસંશા કરવા લાગ્યા. તે સમયે તે મકાઈના - ત્રમાંથી એક માટીનું ઢેકું રાજકુમારના ઘોડાને પ્રચંડ વેગથી વાગ્યું. તે ઢેકું વાગતાં ઘડે પૃથ્વી ઉપર પડી ગયો. વિસ્મય સાથે તેઓએ તે ક્ષેત્ર તરફ દ્રિષ્ટ કરી ત્યાં તેઓએ જોયું તો તેજ બાલિકા માંચડા ઊપર ઊભી રહી માટીના ઢેફાં મારી પંખીઓને ઊડાડે છે. તેઓને ખાત્રી થઈ જે તે બાળાએ ફેંકેલ ઢેકું ઘેડાના પગમાં વાગ્યું અને તેથી તેને પગ ભાંગે. તે બાળાએ પિતાની તકસીર જાણી અને તે પિતાના દોષની માફી માગવા રાજકુમાર પાસે આવી. તેની નિર્ભીકતા, સત્યતા અને શીળતાને જોઈ, તે સઘળા અતિશય ચસ્તકૃત થયા. સામાન્ય કૃષકની પુત્રી શું એવા ગુણોથી અલંકૃત હોય ! તે સ્ત્રીએ તેની તકસીર કબુલ કરી અને છેવટ તે ખેડુત પુત્રીના સંબંધે રાજપુત્રના હૃદયમાં વિષમ સંદેહ પેદા થવા લાગ્યું.
મૃગયા વ્યાપારની સમાપ્તિ કરી, અરિસિંહ, પિતાના સોબતીઓ સાથે પિતાના ઘેર આવ્યા. રસ્તામાં ફરીથી તે બાળા તેઓની નજરે પડી તે સમયે, તે કૃષક પુત્રી, માથે દુધનું વાસણ લઈ બે હાથે ભેંશના બે બચ્ચાને હાંકી ચાલતી હતી. અરિસિંહને એક સોબતી, તે કૃષક પુત્રીના માથેનું દુધનું વાસણ જમીન ઉપર પાડવા તેની સામે ચાલ્યું. તરૂણના જાણવામાં તે આવ્યું, રાજસોબતીને પોતાની પાસે આવતો જોઈ તેણે ભેંસના બચ્ચાને તેના ઘોડાના પગમાં આવી પડે તેમ ધકેલ્યું. તેથી તે રાજસેબતી ઘોડા સાથે પૃથ્વી ઉપર પડયે. અનુસંધાનદ્વારા રાજપુત્રને માલુમ પડ્યું જે ચંદૃના કુળના એક દીને રજપુતને ઘેર તે છોકરીને જન્મ છે. રજપુતની દુહીતા સાથે શું રજપુતને વીવાહ ન થાય! બીજા દીવસે તે પિતાના સોબતીઓ સાથે તે પ્રદેશમાં ગયા. ત્યાં તેઓ તે તરૂણીના પીતાને મળ્યા. રાજકુમારને અભીપ્રાય તેઓએ તેને જાહેર કર્યો, તરૂણને પિતા, તે રજપુત સાથે રાજભુવનમાં આવ્યો. રાજકુમારે તેની કન્યાનું પાણી ગ્રહણ કરવાનું તેને કહ્યું. તે રજપુત રાજપુત્રના પ્રસ્તાવ ઉપર અસંમતિ આપી. પોતાની આશા પૂર્ણ ન થવાથી, અરીસિંહ ખિન્ન વદનવાળો થયો, પણ ભવિતવ્યતાના ગુઢ લેખનું કઈ ખંડન કરી શકે તેમ નથી, તે રજપુત વૃદ્ધ ઘેર આવી સઘળી હકીકત પિતાની પત્નીને કહી સંભળાવી. તેની પત્ની વિશેષ અક્કલવાળી હતી. સ્વામીનું અજ્ઞાનચિત કાર્ય જોઈ તેને અત્યંત ઠપકો આપવા લાગી ને વળી થછે, કમરની માફી માગવા તેણે પિતાના પતિને કહ્યું. પત્નીને ઠપકાથી વૃદ્ધ રજપુતને જ્ઞાનનો ઉદય
. . તે રાજકુમારને મળે, અને પિતાની પુત્રીને તેના કરમાં આપવા સંમત થયો.
- તે ચહાણ કુળની એક શાખા છે.
ચલા -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com