________________
રજપુતાના સ્રી વિષયક શિષ્ટાચાર.
૧૬૭
હતુ, તેની પાસે રાતાકુટ નામના એક શૈલકુટ હતા, તે દુર્ઘતા તે શૈલકુટ ઉપર એક કીલ્લા બનાવી ત્યાં સાવધ થઈ રહેવા લાગ્યા. ઉદયપુરની ચારે તરફ જે ગિરિત્રજ વળ્યાકારે બિરાજે છે તેના શિખરે રાતા કાટા ધ્વશરાશિ આજ જોવામાં આવે છે.
તે રાત કાટના ટોચના કીલ્લામાં રહી દુરાચારી ચાચા અને મૈર, પોતાના સમય સુખથી કહાડવા લાગ્યા. તેઓએ વિચાર્યું જે આ સ્થળે કોઇ જલદીથી તેના ઉપર હુમલા કરી શકે તેમ નથી. પણ દુરાચારીએએ એક વાર વિચાર ન કાજે રાઠોડ અને શિશેાદીય રાજાના પ્રચ’ડ રાષરૂપી ભયંકર દાવાનળમાં તેઓના કીલ્લા અને તેના ક્રતું વન બળીને ભસ્મ થશે. તેએને પેાતાના પાપનું. ભયંકર પ્રાયશ્ચિત કરવું પડયું તે બેહદ પાપાનુષ્ઠાનથી છેવટે તેએના સર્વ નાશ થયેા, સુજા નામના એક ચૈાહાણુ રજપુતની અનુઢા કન્યાને તે ખલ પૂર્વક પકડી કીલ્લામાં લઈ ગયા. રાષવાળા સુજો, તે ઘાર અપમાનના ખલેો લેવા, શ્રમજીવી લેાકેા સાથે છાની રીતે મળી જઈ રાતાકાટ તરફ ઉપડયા. ત્યાં જવા આવવાથી તેના કુટ માર્ગને તે વાકીગાર થયા.
એટલામાં તેણે દૂરથી રાઠોડ અને શીશાક્રિય રાજાની સેના જોઇ. તેથી કરી, તેની આશા ખમણી ઉત્તેજીત થઇ એ હાથે મુખ ઢાંકી, રોતાં રોતાં તેણે, પેાતાની હકીકત તે બન્ને રાજા પાસે કહી દીધી તે પાશવવૃતાંતની હકીકત સાંભળી સઘળાનું હૃદય નિદારૂણ ક્રોધથી ભરાઇ ગયું. તેએએ, રાતાકેટની પાસેના
.
સ્થળે દેલવારામાં દિવસના ભાગ ગાળ્યા. રાત્રીના સમયે તે તે ગિરિમૂલ તરફ ચાલ્યા. ત્યાં પછી સતર્ક ભાવે તેના ઉપર ચઢવાની તૈયારી કરવા લાગ્યા. વન વૃક્ષની શાખાએ પકડી તેઓ ધીરે ધીરે તે કીલ્લામાં ચઢી ગયા. તે સમયે રાત્રી, ઘેાર અધકારવાળી હતી. તે ગભીર અંધારામાં, રાષોન્મત રાઠોડ અને શિશેાદીય રજપુતા એક બીજાનાં અગરખાં ધેાલી ધીરે ધીરે ઉપર ચઢયા. પ્રતિ હિંસા લેવા ઉન્મત થયેલ ચાહાણ રજપુત સુજો રસ્તા દેખાડતા દેખાડતા સહુની આગળ ચાલતા હતા. જ્યારે સુજો, પર્વતના અગ્ર ભાગ ઉંપર ચઢી ચુકયા ત્યારે એ કિરણ રેખામાં તેની દ્રષ્ટિ ખેંચાણી વિસ્મય સાથે તીવ્ર દૃષ્ટિથી તેણે તેની સામું જોયું તો માલુમ પડયુ. કે જ્યાઘ્રીની બે આંખમાંથી એ કિરણરેખા નીકળે છે. એટલે, તે પેાતાની સાથેના રાઠોડ વીરના હાથ દાબી આગળ પાછળ ચાલવા લાગ્યા. રાજકુમારને તેના ભયનુ કારણ માલુમ પડયુ. તે સમયે, તેણે વ્યાઘ્રીના હૃદયમાં પેાતાની તીક્ષણ તલવાર મારી તેને ચમસદને માકલી. એવી ઘટનાને, રજપુતા, સુમગળનું મૂળ કહે છે. તે ઘટનાથી સઘળાનાં હૃદય બમણાં ઉત્સાહથી પૂર્ણ થયાં. જોતા જોતામાં ઘણા ખરા રાતા કાટના શૃંગ પ્રદેશ ઉપર ચઢી ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com