________________
55
રજપુતેને સી વિષયક શિષ્ટાચાર. મળે. તેની પાસેથી લેવું જોઈએ તેટલું સેનાદળ લઈ પિતાના પ્રદેશમાં આવ્યું. એ માદેરીયાજ રાણાના જીવનના તપનું શેષરંગ સ્થળ છે.
તે કાળરંગ સ્થળે, આતતાયી વિશ્વાસઘાતક બે પુરૂષના હાથે, તેની માનવ લીલાને અવસાન આવ્યું. તે આતતાયીનું નામ ચાચા અને મેર હતું. દુરાચાર ચાચા અને મેરે વિના દેશે નિષ્કારણ સુશીલ રાજા મુકુલની જીવન ગ્રંથીને અકાળે છેદ કર્યો.
રાણુ મુકુલના દાદા ક્ષેત્રસિંહના રસે, કેઈ એક નીચ કુળદભવ સુંદરી ચાકરડીના પેટે ચાચા અને મેરને જન્મ થયો હતો. અનેકના કહેવામાં એવું છે જે તે ચાકરડી સૂત્રધરની કન્યા હતી. પારશવ પુત્રો, મેવાડમાં પંચમપુત્ર નામે વિખ્યાત છે. રાજાના રસે જન્મગ્રહણ કર્યાંથી તેઓ રજપુતોમાં સમાન પામતા નહી. અગર રાજાઓ, તેઓને વિશ્વસ્ત અને આકાય ઉપર નીમતા હતા. તે પણ તેઓનું એવું દુર્ભાગ્ય હતું જે તેઓ મેવાડની બીજી પંકિતના સરદારની શ્રેણીમાં પણ સંમાન પામતા નહી. મંદબુદ્ધિ ચાચા અને મેરના ભાગ્યમાં તેવું જણાયું. મેવાડમાં શુદ્ધ જાત સરદારે તેઓ ઉપર નિંદાની નજરે જેતા. રાણાએ મહેરબાની કરી, તેવી જાતના ચાચા અને મેરને સાત ઘોડાસ્વારના ઉપરી નીમ્યા. તેઓને રાણે માદેરીયા ક્ષેત્રમાં પિતાની સાથે લઈ ગયે. તે દાસીપુત્ર ઉપર એટલી બધી રાણુની કૃપા જોઈ સરદારના મનમાં વિષમ ઈષાનળ સળગી ઉંડ. તે બને દાસીપુત્રને, ઉચી પદવીએથી પાડી દેવા તેઓ ધારણું રાખતા હતા. ભવિતવ્યતા અપાર મહિમાએ તેઓની અભિપ્રાય સિદ્ધિને સૂગ નજદીક આવી ગયું. પણ તે અભિપ્રાય સિદ્ધિ કરવા જાતાં, તેઓએ પિતાના પગમાં કુઠારાઘાત . રાજ્યહત્યાનો રસ્તો તેઓએ વિશાળ અને નિકંટક કરી આપે. માદેરીયાના યુદ્ધ કાળે, રાણેએક સમયે પિતાના સરદાર સામંત, સેનાપતિથી વીંટાઈ એક પ્રમોદ કુંજમાં પેઠે. તે કુંજમાં તેણે એક નવી જાતનું વૃક્ષ જોયું. રાણે એ વૃક્ષના નામથી વાકેફગાર નહોતો. તેણે પાસે રહેલા સરદારોને તેનું નામ પુછયું. ચેહાણ સામંત તેની પડખે ઉભો હતે. તે તેનું નામ જાણતો છતાં અજ્ઞાનતાનું ડેળ બતાવી બોલ્ય. મહારાજ! હું નામ જાણતો નથી; આપ આ બે ભાઈઓને તેનું નામ પુછે ! તેનાથી સારે ઉત્તર મળશે. સુકુમાર મતિ સરલ હદય રાણાએ ચેહાણ સરદારની કુટતા કળી નહી. તેણે સરલભાવે તેના કહેવા પ્રમાણે તે બે ભાઈઓને પુછ્યું. કાકા ! આ વૃક્ષનું નામ શું? રાણાના એ અકપટ પ્રશ્ન, ચાચા અને મેરના હૃદયમાં વિષદગ્ધ તીવ્ર
લેષ બાણ લાગ્યું. તેઓએ જાણ્યું કે તેઓ સૂત્રધર કન્યાના પુત્ર છે એ જાણું રાણે શ્લેષપૂર્ણ વાક બેલી તેઓને ખીજાવે છે. તેઓ દારૂણ ફોધમાં અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com