________________
૧૩૪
ટાડ રાજસ્થાન.
સ્થળ હતું તે ચિતાડ આજ એક સાધારણ સામંત સરદારના હાથમાં અપીત હતું. આજ તે ચિતેાડ માટે તે સપૂર્ણ અપરિચિત્—એ પ્રમાણે જુદી જુદી યત્રણામય ચિંતાથી પીડીત થઈ તે એક મુહુર્તના માટે પણ નિરૂત્સાહ થયે નહિ. અમણા સાહસ અને આગ્રહથી ઊત્તેજીત થઇ કાર્યક્ષેત્રમાં ઉતરવા તે ગેાઠવણુ કરવા લાગ્યા. રાણા લક્ષ્મણસિંહે માનવલીલા સવરણ કા અગાઉ તેને કહ્યુ હતુ જે અન્ત્યસિંહના મૃત્યુ પછી તેના અગ્રજ અરિસિંહના પુત્ર ગાદીએ બેસશે. એ વાત અજયસિંહ ભુલી ગયા નહાતા. શયનમાં, સ્વસમાં, ઠાર મનેા વેદનામાં, બ્યવહારીક કામમાં તે અરીસિહના પુત્રના વિષયનું ચિંતન કરતા હતા, પણ તેનું કાંઇ પણ સધાન મળતુ નહાતું. પોતાના પુત્ર ખીલકુલ અકર્મણ્ય નીવડ્યા હતા. પેાતે પણ વૃદ્ધાવસ્થાની સીમમાં પગલું મુકયું હતું. એ રીતની અવસ્થામાં, તેના પિતાના ભવિષ્યના ઉપદેશ ળવાન નીવડશે તે સ્પષ્ટ સમજતા હતા. તે ભાવિઉપદેશ પૂર્ણ કરવા માટે પેદા થયા તેનુ નામ હમીર, તે હમિરજ, ચિતાડની સ્વાધીનતાને અને શીશેાદીય કુળના નષ્ટ ગારવના ફરી ઊદ્ધાર કરવાવાળા. તેના જન્મના વિષયમાં, અને બાળક જીવન સંબંધના વિષયમાં, મેવાડના ભટ્ટ લેાકેાના કાવ્યમાં અતિ વિસ્તૃત વિવરણ જોવામાં આવે છે.
રાણાના પ્રથમ પુત્ર, અરિસિંહ, તરૂણાવયના કેટલાક સરદાર સાથે અંદરા નામના અરણ્યમાં એકવાર શીકાર કરવા ગયા. ત્યાં એક ડુકરની ઉપર નીશાન માંડી તેના ઉપર તેણે ખાણ ફ્રેંકયુ, પણ તેમાં તેનુ નિશાન વિલ ગયું. વરાહ પ્રાણ લઈ પલાયન કરી ગયા, તે અરણ્યના એક મકાઇના ખેતરમાં વરાહ પેસી ગયા. અરીસિંહ તેનું અનુસરણ કરતા, તે ક્ષેત્રમાં પેઠે, તે ક્ષેત્રમાં ઊંચાં માંચડા ઉપર એક સ્ત્રી તેના જોવામાં આવી, અરિસિંહને જોઇ તે સ્રી માંચડા ઉપરથી ઉતરી અને તેની પાસે આવી નમ્ર વચને ખેલી. “ આપે હવે પરિશ્રમ લેવા નહિં હું વરાહને હાલ લાવી આપુછુ.
,,
તે ખેતરમાં મકાઇના છેડા સાત આઠ હાથ ઉંચા હતા, રજપુત ખાળાએ તેમાંથી એક મકાઇના છોડ ઉત્પાટીત કર્યો. તેનો અગ્રભાગ તેણે ભાલાની અણી જેવા તીક્ષ્ણ અને સૂક્ષ્મ કર્યું. તે સાધનથી તેણે વરાહને પાડી દીધા. તેને રાજકુમારની પાસે લાવી, રજપુત બાળા પોતાના કામ માટે ચાલી ગઇ. વીવાળા રજપુત સ્ત્રીઓની અપૂર્વ વીતા અને પરાક્રમના વિવરણ, તેના કાને આવ્યાં હતાં ખરાં પણ એવી રીતના અદભૂત વ્યાપાર તેઓને દષ્ટિગોચર થયા નહોતા. રાજકુમાર અજયસિંહ, અને તેના સાખતી અધિક વિસ્મય પામ્યા. અને તે વીવાળી માળાની પ્રસંશા કરતા કરતા તેઓ પાસેની એક નદીના કીનારા ઉપર આવ્યા. ત્યાં તે ઘેાડા ઊપરથી ઊતર્યા અને ખાનપાનનીતૈયારી કરવા લાગ્યા. ક્રમે ખાનપાનના પદાથે તૈયાર થઈ ગયા. સઘળા ભેાજનપાન કરવા બેઠા, ત્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com